Vijay Shah

Inspirational Tragedy Classics

4  

Vijay Shah

Inspirational Tragedy Classics

તારી દેન

તારી દેન

10 mins
14.2K


પાત્રો

પૃથ્વી (નાયક)

ટીફની (નાયિકા)

મનોજ (પૃથ્વીના પપ્પા)

રોહિણી (પૃત્વીના મમ્મી)

સારા (ટીફનીની મમ્મી)

 

મનોજ અને રોહિણી રોજ લેક ઉપર સાથે ફરવા જતા અને તેમની સાથે પૃથ્વીનો ડોગ જહોની પણ જતો. ટીફની અને પૃથ્વી એ જોહનીને કેળવેલો એટલે નિયત જગ્યાએ ઉત્સર્જન પતે અને નિયત સમય એટલે સાંજે ૫.૩૦ થી ૬.૩૦ આ નિત્ય ક્રમ. સ્ટેજ ઉપર બે બાંકડા અને ગાર્ડનનાં પશ્ચાદભૂમાં લાઈટ્નો એક થાંભલો અને ચાલવાની પગદંડી. પાછળ સંધ્યાનું દ્રશ્ય..

 

દ્રશ્ય ૧

 

રોહિણીઃ “તેં પૈસા ના

ખર્ચ્યા અને તેથી પૃથ્વીની આ હાલત થઇ.”

મનોજઃ “હું મામુલી શિક્ષક આખી જિંદગી છોકરાઓને ભણાવામાં ગઈ તેમાં વળી

તારા તરંગો... અને આપણા તઘલઘી…બેટાની ન્યુઝી લેંડ

જઇને ભણવાની વાત. અરે! ભાઇ આ હ્યુસ્ટન શું ખોટુ છે?

આખી દુનિયાના લોકો અહીં ભણવા આવે છે

ત્યારે...”

રોહિણીઃ “તમે અને આ

તમારી પંતુજીની વાતોથી હું તો ત્રાસી ગઈ છું.”

મનોજઃ “જો તે હ્યુસ્ટનમાં રહ્યો હોત તો તેને આટલી બધી તકલીફોમાંથી પસાર ના થવું પડ્યું હોત.

રોહિણીઃ “અઢારે અમેરિકાનો કયો છોકરો માબાપની વાત સાંભળે છે? તે તારી વાત એ સાંભળશે?”

મનોજઃ “જો તેં એને તારા ભાઇએ એને ફટવ્યો અને મને બદનામ કરી કરી તેના મનમાં “પંતુજી”ની વાતો બીન વહેવારીક કહીને ઠેકડી ઉડાવી તેને લીધે તાકાત ના હોવા છતાં ભાઇ મોટે ઉપાડે ન્યુઝીલેંડ પહોંચ્યા…”

રોહિણીઃ “જો મારો તો વાંક કાઢીશ જ નહીં..”

મનોજઃ “જો આપણા બેમાં એકરાગ હોતને તો તેને વળી જવું પડતે. પણ તારો ભાઇ તેને પૈસા આપવા તૈયાર જ બેઠો હતો. અને હું ના પાડું તેની તૈયારી કરીને જ બેઠો હતો.”

રોહિણીઃ “જો મનોજ તારી વાત ખોટી હતી... તું ધારત તો વ્યવસ્થા કરી શક્યો હોત..”

મનોજઃ “તેં મોટા ઉપાડે મોકલ્યો હતો તેથી હું થોડોક નકારત્મક થયો હતો પણ ટીફની એ જ્યારે હોસ્પીટલમાંથી તેની કીડની બગડી છે અને બહુ લોહી નીકળી ગયું છે તે જાણ્યાં પછી હું પૈસા ગણવા નહોતો બેઠો.”

રોહિણીઃ “પણ મને તો એમ જ લાગે છે કે એ બે દિવસ વહેલાં આપણે ગયાં હોત તો તેની કીડની બચાવી શક્યાં હોત.”

મનોજઃ “જો આમ થયું હોત તો તેમ થાત વાળા અફસોસો છોડ. આ તારા ભૂતકાળમાં પડી રહેવાની કૂટેવને કારણે તને અને મને કેટલો ત્રાસ થાય છે તેની ખબર છે ને?”

રોહીણીઃ “જો મનોજ જે સત્ય છે તે છે.”

મનોજઃ “હા છે તેનું હવે શું? બે દિવસ મોડાં પડ્યાં હતાં તે પડ્યાં હતાં... તે ભૂતકાળને

ગાયા કરીશ તો કંઇ આજનો વર્તમાન બદલાઇ જવાનો છે?” ક્રોધને દાબતાં સહેજ ચીઢ સાથે મનોજે છણકો કર્યો. અને રોહીણીનું છટક્યું. “છણકા શાના કરે છે? કોઇ દિવસ પોતાનો વાંક સ્વીકાર્યો છે ખરો?”

મનોજઃ “જો તારે મને મારી દુઃખતી રગ દાબી દાબીને હેરાન નહીં કરવાનો શું સમજી?”

રોહિણીઃ “તારી સાથે તો ભાઇ સહેજ મન ખોલીને વાત પણ ના થાય? આ તો મને પણ અંદરથી ચચર્યા કરે છે તેથી બોલાઇ જાય.”

મનોજઃ “જો રોહીણી સાચી વાત તો એ છે કે તને કાયમ જ મને બુધ્ધી વિનાનો સમજાવવામાં તારા ઘરવાળા સફળ થયા છે. પણ એ લોકો તારી જિંદગી સાથે ખેલીને શું ય મેળવે છે ખબર નથી..પણ તારા મનમાં મને હલકો પાડીને કે પંતુજી પંતુજી કરીને મારું તો કશું બગાડી નથી શક્યા પણ તને નકારાત્મક બનાવીને તારું તો ઘણું જ અહિત કર્યુ છે.”

રોહિણીઃ “હવે એ વાત જ જવા દો ને? તમે કંઇ તમારી બેનનું ઘર ભરવામાં ક્યાં પાછું વળીને જોયું છે? એ જે જાય છે તે મારું જ જાય છે ને?”

મનોજઃ “જો તને મેં કેટલીય વાર કહ્યું છે તારો તારા ભાઇ બહેનઓનાં વહેવારમાં હું માથું મારું છું? નહીંને? તેમજ મારા ભાઇ બહેનોનાં વહેવારમાં તું માથું બીલકુલ ના માર. મારી બેન કસમયે વિધવા થઇ કન્વીનીયંટ સ્ટોર ઉપર કોઇ ગોળી મારીને જતું રહ્યું તે કંઇ એનો વાંક હતો? તે સમયે તેની સાથે પૈસાનો હિસાબ કરવા ના બેસાય… વળી નાનીબેન છે તેને આઘાતમાંથી બહાર

કાઢવા પોલીસ અને વકીલ સાથે બે પાંચ વાર તેને કોર્ટે લઇ ગયો તેમાં આટલી આઘી પાછી કેમ થાય છે?”

રોહિણીઃ “કેમ તેનો જુવાન જોધ છોકરો ઘરમાં નથી? તે લઇ જઇ શકે છેને?”

મનોજઃ “હા, પણ કંઇ પૂછવું હોય તો છોકરાને સમજ ના પડે. અને તને કહ્યું ને મોટાભાઇ તરીકે તે મારી ફરજ છે અને તને ના ગમે તેથી મારે નહીં કરવાનું? હું તો છડે ચોક ઢોલ બજાવીને કરીશ.”

રોહિણી થોડીવાર જોઇ રહે છે અને નિઃસાસો નાખતા બોલે છે, “એ તમારો દુરુપયોગ કરે છે આટલી સીધી વાત તમને સમજાતી નથીને તેથી જ તમને મારા ભાઇ ઓ બુદ્ધુ કહે છે, કારનું પેટ્રોલ... બહાર જમવાનું અને વકીલ સાથે રકઝક બધું મોટાભાઇ કરે તો એણે શું કરવાનું?”

 

(મનોજ વાતનો પ્રત્યુત્તર આપ્યા વિના જોહની... જોહની... કરતો સ્ટેજની જમણી બાજુએ જાય છે. જોહનીનો ભસવાનો અવાજ આવે છે.)

 

એક વટે માર્ગુ ગુડ ઇવનીંગ કરતો નીકળે છે અને રોહિણી બાંકડા ઉપર બેસે છે અને સ્વગતોક્તિ કરતા બોલે છે. “મારો ભાઇ કહે છે ને તેમ હાર્ડ હેડેડ છે.. ગમે તેટલુ સમજાવીયે પણ પથ્થર પર પાણી... આતો હું છું તો પડ્યું પાનું નિભાવું છું... થોડી કસરત કરે છે અને સ્ટેજ પાછળથી મનોજ કહે છે હું જહોનીને લઇને આગળ જઉં છું તું પાછળ આવ…”

“ના તું જા હું ટીફની અને પૃથ્વી ની રાહ જોઇશ.”

(પાછળથી કાર પાર્ક થવાનો અને બારણું ખોલવાનો અવાજ આવે છે અને ટીફની બોલે છે, “હની કેર ફુલ!” ઘૉડીનાં ટેકે ઘસડાતા પગે પૃથ્વી અને ટીફની દાખલ થાય છે. ટીફની બોલે છે, “હાય મોમ.. હાવ આર યુ?”

ટીફની સ્પેનીશ છે તેણે જીન્સ અને હલકા રંગનું પુરી બાંયનું સ્વેટર પહેરેલુ છે. ઘોડીના ટેકે ચાલતા પૃથ્વીને ટેકો આપતી ટીફની ધીમે રહીને પૃથ્વીને રોહિણી સાથે બેસાડે છે અને તે પણ બહુ કાળજીથી તેની બાજુમાં બેસે છે.)

 

જોહની દુર થી ભસતો હોય તેવા અવાજે પૃથ્વી બોલે છે, “જોહનીને લઇને ડેડી આગળ ગયા?”

“હા હવે આવતા જ હશે... કદાચ સીંઘ સાહેબ મળી જશે તો થોડા ગપ્પા મારીને આવશે...”

“મોમ તમે તેમની સાથે ના ગયાં?”

“સાથે જ આવ્યા હતા. પણ જરા તું તા થઇ ગઇ અને એ આગળ નીકળી ગયા અને હું અહીં બેસી રહી.”

પૃથ્વી કહે, “એજ મારી વાત ઉપર ઝઘડ્યા હશો. મોમ ગ્રો અપ.. હવે જે વેઠવાનું છે તે વેઠવાનું છે. ડેડી પણ પસ્તાય

છે ને?” ટીફનીનો ફોન આવ્યા પછી તે સીરીયસ થયા બાકી તો તને ન્યુઝીલેંડ મોકલ્યાની વાત ઉપર ખૂબ જ ગુસ્સે હતા. તેમને તો તને મોકલવો જ નહોતો…” ટીફની માથું હલાવતી હતી અને મલકતા બોલી, “પૃથ્વી ન્યુઝીલેંડ ના આવ્યો હોત તો હું એને મળત જ નહીં.”

રોહિણી નાની નમણી ટીફનીને જોતાં બોલી, “બેટા જોડી તો ઉપરવાળો બનાવે છે જો તમારા બેનાં બેલા બાંધ્યા હોત તો તમે અહીં હ્યુસ્ટનમાં પણ મળત… ન્યુઝીલેંડ જેટલે લાંબુ ના થવું પડત..” પૃથ્વીના લકવાગ્રસ્ત પગ ઉપર હાથ ફેરવતી ટીફની બોલી, “મમ્મી તમે પણ હવે ડેડીને દોષ ના દો. તેમણે પણ ઘણું સહન કર્યુ છે અને કરે છે. આ ઉંમરે તેમણે તો દીકરાની સેવા લેવાની હોય ત્યારે તેઓ સેવા કરે છે. આ જહોનીને ફરવા લઇ જવાનું કામ પૃથ્વીનું કે મારું છે. પણ તેઓએ જવાબદારી ઉપાડી લીધી છે ને? જહોની પૃથ્વીનું પપી એટલે મારુ પણ પપી. કહીને કેવા સરસ લાડ લડાવો છો.”

“જો બેટા સારા મને કાલે મળી હતી અને તારી ચિંતા કરતી હતી.”

“બેઉ મમ્મીઓનું એક જ કામ છોકરાઓની ચિંતા... ચિંતા... અને ચિંતા...”

પૃથ્વી એવા ટોનમાં બોલ્યો કે બધા હસી પડ્યાં. ત્યાં મનોજ આવ્યો અને પૂછ્યું, “કેમ હસો છો બધા? મને પણ કહોને હું પણ હસું..” પૃથ્વી એ ફરી એજ ટોનમાં કહ્યું, “બંને મમ્મીઓનું એક જ કામ ચિંતા ચિંતા અને ચિંતા.” બધા હસ્યા.

ટીફની બોલી, “પપ્પા તમે હસો છો ત્યારે બહુ સારાં લાગો છો.”

“ગોડ બ્લેસ માય ચાઇલ્ડ...” કહી આશિષ આપતા બીજા બાંકડે બેઠા.

પૃથ્વી બોલ્યો, “ડેડી જોહની કયાં?”

ત્યાં જોહનીનો ભસવાનો અવાજ આવ્યો.

અને પૃથ્વી બોલ્યો, “જોહની પાપા ઇઝ હીયર! કમ કમ.. ઘોડીનાં ઠપકારે ઠપકારે પૃથ્વી બહાર નીકળ્યો અને

ત્રણેય જણા તેને બહાર જતો જોઇ રહ્યા. ટીફની ઊભી થઈને મનોજની નજીક જઇને બોલી, “પપ્પા.. પ્લીઝ મમ્મીને માફ કરી દોને?”

મનોજઃ “શેના માટે બેટા?”

ટીફનીઃ “હમણાં અમારા માટે તમને મમ્મી કહેતા હતા ને તે મમ્મીનો અફસોસ હતો તમને તે કંઇ કહેતા નહોતા…”

મનોજઃ “બેટા સાચી વાત કહું ને હવે તો હું આ દોષારોપણથી ટેવાઇ ગયો છું એને આખી દુનિયામાં દોષ દેવાનું એક જ સ્થળ અને તે પપ્પા. થાકી ગયો છું હું એની નકારાત્મક જીદોથી…”

ટીફનીઃ “પપ્પા પ્લીઝ…”

મનોજઃ “ભલે બેટા ચાલીસ વર્ષતો સાથે ગયા અને બીજા વીસ પણ નીકળી જશે. પડ્યું પાનું નિભાવ્યા વિના ચાલે ખરું?”

ટીફનીઃ “ના પપ્પા એમ નહીં મમ્મીનો આજે તમને દુભાવવાનો હેતુ નહોતો. પણ તેમના મનમાંથી તે વાત નીકળતી નથી કે તમે તરત જ નીકળ્યા હોત તો…”

મનોજઃ “એ અફસોસ તો મને પણ છે પણ મને જે સમ્જાય છે તે તેને હું સમજાવું અને તે સમજે તો તો તેની અને મારી વ્યથા હળવી થાયને?”

ટીફનીઃ “હા, પપ્પાજી વાત તો તમારી પણ સાચી જ છે પણ મમ્મીને એટલો બધો આઘાત લાગે છે ને કે વાત નહીં અને તેને સાંભળ્યા વીના જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે…”

મનોજઃ “અરે ભાઇ હું તો એટલું સમજું કે એવી પીડાઓ કે જેનો કોઇ ઇલાજ ના હોય તેને સહેવી જ પડે અને જો સહેવાની હોય તો હસતા હસતા કેમ ન સહીયે? રડતા રડતા સહેવાની વાત જ બેવકુફી.. તેણે તો મને જ જોવાનો એના જેટલું બલકે એનાથી વધારે દુઃખ મને છે પણ જેવી પ્રભુની ઇચ્છા કહો એટલે દુઃખ હળવુ થઇ જાય અને રડ્યા કરો તો બેવડાઇ જાય..”

રોહિણી બંને જણાની વાત સાંભળતી હતી અને ગુસ્સે થતી હતી. ત્યાં મનોજ બોલ્યો, “બેટા એક વાત હું તને પૂછું?”

“પૂછોને પપ્પા.”

“જો આજે હું અને મમ્મી જરા ખોટા પાટાએ ચઢી ગયા હતા પણ સારાની ચિંતા વ્યાજબી છે. આ સાંભળીને રોહિણીનો ગુસ્સો પીગળવા લાગ્યો..

“પપ્પા હવે તમે મારી મમ્મીની વાતો કરશો નહીં.”

“કેમ બેટા? તમારી બંનેની મૈત્રીના નામે સ્વાર્થી બનીને તારો ભોગ મારે નથી લેવો બેટા.”

“પપ્પા પૃથ્વીને જે બધું થયું તે બધું લગ્ન પછી થયું હોત તો હું શું કરત?”

“પણ એવું થયુ તો નથીને? તે તબક્કામાં તને હક્ક છે તું તારો જીવન સાથી શોધી લે.”

“પપ્પા આમ ના કહો. પૃથ્વીજ મારો જીવનસાથી છે ત્યાં પૃથ્વી સાથે સારા આવે છે.”

“તો બેટા એની સાથે લગ્ન કરીને રહેને?”

પૃથ્વીઃ “સારા મોમ તમને તો ખબર છે ને મારી બંને કીડની ઉછીની છે આ લકવો, બીપી અને મેડીક્લેમનાં સહારે જીવું છું. સમજાવોને એને કે હજી યુવાની છે સારો જીવન સાથી શોધીને સ્થિર થઇ જાય.”

“બધા અહી છે ત્યારે એક વાત કહી દઉં?”

“બેટા એક નહીં બધી જ વાત કર અને અમારા મનમાં ઊઠતા સર્વે પ્રશ્નોનું સમાધાન કર.”

“તમને બધાને ન્યુઝિલેંડની હોસ્પીટલમાં અને ત્યાર પછીની બધી વાતો ખબર છે. પણ તેની પહેલાં બનેલી વાતોની ખબર નથી.”

ત્રણેય વડીલોની આંખ ટીફની પર સ્થિર થાય છે અને ટીફની પૃથ્વી તરફ જોતા બોલી, “અજાણ્યો દેશ અજાણી સ્કુલ અને તેમાં પૃથ્વી એકલોજ હમ વતન એટલે અમે બંને એકમેકના મિત્ર તો તરત જ બની ગયાં. એ પપ્પાથી દુભાયેલો અને મારે પપ્પા નહીં તેથી પપ્પાનાં નામે બોલ ચાલ થાય,, એ જ્યારે તમારા મને દુઃખો કહે ત્યારે હું મારી વાત કહું કે જેવા છે તેવા પણ પપ્પા છે ને? મારે તો તે પણ ફોટામાં છે.”

થોડોક શ્વાસ લઈને તેણે સારાને કહ્યું. “મોમ બેસને ઊભી કેમ છે? પૃથ્વીનાં પપ્પા મમ્મીની જેમ તું પણ મને વહાલી છે..”

સારા કહે, “હા બેટા મને ખબર છે.” ધીમે રહીને તે રોહિણીની બાજુમાં જઇ ને બેસે છે. મનોજ પણ ઊભો થઈને રોહિણીની

બાજુમાં જઇને બેસે છે. પૃથ્વીને પોતાની સાથે બેસાડીને ટીફની વાતની શરુઆત કરે છે.

“મોમ! ડેડ... પૃથ્વી મારા મનનો માણીગર એમને એમ નથી બન્યો... તે રાત્રે મોટા ગેંગ રેપમાં અએ જીવ પર આવી જઇને મને બચાવી હતી... ત્રણ ગુંડાઓની પાંખમાંથી જીવ સટોસટ ખેલીને મને બચાવી હતી એ મારા મારીમાં તેની કીડની ખલાસ થઈ તેને ખુબ જ તાવ આવ્યો અને જ્યારે તેને ખૂબ તાણો આવવા માંડી ત્યારે તેને હોસ્પીટલમાં દાખલ કર્યો.”

પૃથ્વીએ વાત આગળ વધારતાં કહ્યું, “મારું ખૂબ જ લોહી વહિ ગયું હતું અને ડોક્ટરો મને જીવાડવા ઝઝૂમતા હતા ત્યારે ૩ દિવસ જેટલી જરુર પડી તેટલું લોહી આપીને મને મૃત્યુના દ્વારેથી ઝઝૂમીને પાછી ટીફની લાવી હતી. આ ઘટના તો વીસ દિવસ પહેલા બની હતી અને પગ ખેંચાઇ ગયા પછી આગળ શું કરવુ સમજ ના પડતા ટીફનીએ તમને ફોન કર્યો. મોમ હું ગમે તેટલું કહું કે કરુ પણ એક જાન બે દેહ છીએ અમે. અમને લગ્ન કરવાની જરુર જ ક્યાં છે?”

ટીફની કહે, “અમારા લગ્ન તો તે જ દિવસે થઇ ગયાં હતાં જ્યારે સાચા પતિની જેમ ઝઝૂમીને તેણે મને ગુંડાઓથી બચાવી હતી.”

પૃથ્વી કહે, “અને મને લોહી આપીને ઉગાર્યો હતો ટીફનીએ...”

રોહીણી ટગર ટગર ઘડીક પૃથ્વીને તો ઘડીક ટીફનીને જોતી રહી. રોહિણી પહેલી વખત બોલી, “મનોજ મને માફ કર. છેલ્લા બાર વર્ષથી હું તો પાગલ થઇ ગઇ હતી. તને દોષી માની માનીને… આ ભૂતકાળ મારાથી ભુંસાતો નહોંતો. હવે આ બધું જાણ્યા પછી તને અન્યાય કર્યાનો દોષ હવે મને ધીમે ધીમે પીસી રહ્યો છે.”

મનોજઃ “આ તો ગેરસમજની ખાઇ હતી અને મને કોઇ પણ રીતે ન સાંભળી ને તે આટલી મોટી કરી હતી. ચાલો હવે એ ખાઇ આજે સમજ્થી પુરાઇ રહી છે ત્યાર પછી હવે નવું તૂત મનમાં ના નાખીશ. આપણાં સંતાનને સુખી થતા જોવાના અને તેમના આટલા મોટા બલિદાનથી ગર્વાન્વીત થવાનું...”

રોહિણીઃ “પણ તું તો નવાણીયો કુટાઇ ગયો ને?”

મનોજઃ “હવે ધ્યાન રાખીશું કે “આજ”માં રહીશું અને જેટલાં વર્ષો બાકી રહ્યા છે તેમાં એક મેકનાં દોષો જોવાને બદલે એકમેક્નાં પૂરક બની ને રહીશું..”

સારા આ જોઇ રહી હતી દીકરી એ સાસુની વ્યથાઓ તો દૂર કરી. પણ તેનું શું? એકની એક દીકરી અને તે પણ લગ્ન માટે તૈયાર નથી તો ત્રીજી પેઢી તે જોશે કે નહીં? તેમની આંખોનાં આ પ્રશ્નાર્થ ચિન્હને જોઇ પૃથ્વી હલકા અવાજે બોલ્યો “સારા! લગ્ન કરીને

હું તમને પૌત્ર આપી શકવાનો નથી તેથી તો ટીફનીને કહુ છું તું બીજા લગ્ન કરી લે પણ તે માનતી જ નથી.”

ટિફનીઃ “પ્રભુએ જેટલા શ્વાસ મને અને તને આપ્યા હોય… હું તો તે બધા જ શ્વાસ ફક્ત તારી સાથે જ જીવવા માંગું છું આ બધા શ્વાસ એ તારી દેન છે.”

(આછા સંગીત સાથે પાછળ સુર્યાસ્ત થતો દેખાય છે અંધકાર છવાય છે. લાઈટના થાંભલામાં લાઇટ થઇ. આવન જાવન ઘટી ગઇ હતી. જોહની થોડુંક થોડુંક ભસીને યાદ અપાવ્યા કરતો હતો કે તે પણ ત્યાં છે. ધીમે રહી સહુ ઊભા થાય છે ને અને પાછળ ગાડીનું બારણું ખુલે અને ગાડી ચાલુ થવાનો અવાજ આવે છે. સારા ત્યાં જ ફસડાઈ છે અને ધીમું ધીમું પોતાના તકદીરને કોસતી રડતી રહે છે.)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational