yuvrajsinh Jadav

Abstract Children Stories

3  

yuvrajsinh Jadav

Abstract Children Stories

સુવર્ણ ઝરણું

સુવર્ણ ઝરણું

7 mins
284


એક પહાડ જેનું નામ જન્નત પહાડ અને તે માંથી એક ઝરણું વહેતું હતું. તે એક 'સંકટ' ગામ નજીક વહેતુ હતું. તે ગામના લોકો તે ઝરણાંને ક્યારેય જોયું ન હતું. તે લોકોએ મળીને તે ગામમાં સુંદર તળાવ વસાવ્યું હતું. એકવાર લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો અને ચોથું વર્ષ પણ તેવું આવે તેમ લાગતું હતું. ગામના લોકો ભૂખે મારવા લાગ્યા. તે સમયે એક 'જય' નામનો યુવાન જે ગામના લોકોનો ચહિતો છે. તેને જણાવ્યું, કે આપણા ગામ નજીક એક ઝરણું વહે છે. તે ઝરણાનું પાણી એકદમ ચોખ્ખું અને પીવા યોગ્ય છે. ગામના લોકો ખુશ થઈ ગયા અને તેની સાથે ચાલવા લાગ્યાં. તે બધા તે ઝરણાં પાસે પહોંચ્યાં અને તેનું ચોખ્ખું પાણી પી ને ખુદ ધન્યતા અનુભવવા લાગ્યા.

તે જ સમયે 'કૃષ્ણનાથ' નામના ઋષિ આવ્યા અને તેમને પાણી પીતા અટકાવ્યા, પરંતુ એ લોકો તેમને ગણ્યા નહીં. તે જયને લઈ નાચવા લાગ્યા, જેની થોડીક જ ક્ષણ બાદ લોકો એક બીજાને મારવા લાગ્યા. લોકોને એક બીજાને મારતા જોઈ જય ચોકી ગયો ! તેને ભાઈ - ભાઈને મારતા જોયા, પિતા પુત્રને મારતા જોયા અને પતિ - પત્નીને મરતા જોયા. તે એકદમ ઢળકી પડ્યો તે જાણે પાતાળમાં પહોંચી ગયો હોય તેવો તેને આભાસ થવા લાગ્યો. તે કંઈ સમજી જ ન શક્યો. તે સમયે કૃષ્ણનાથ ઋષિ તેની પાસે આવ્યા અને કીધું મેં તેમને રોકવાનો પ્રત્યતન કર્યો પણ તે માન્યા જ નહીં. આ એક શ્રાપિત ઝરણું છે. તેનું નામ સુવર્ણ ઝરણું છે. આ ઝરણું જન્નત પહાડમાંથી વહે છે. આ ઝરણાંના પાણીમાં દર પૂનમની રાતે લોહી વેહતું જોવા મળે છે. ત્યારપછી આ ઝરણાંમાં ભ્રાતા ઝેર સમાય છે. 'જય' પૂછે છે કે તો પછી આનું નામ ઝેરી ઝરણું અથવા તો લોહીનુ ઝરણું પાડવું જોઈએ. ત્યારે કૃષ્ણનાથ કહે છે, તારી વાત સાચી છે પરંતુ આ ઝરણાંની અંદરના પાસાણ (પથ્થર) સોનાના છે. તેથી તેને સુવર્ણ ઝરણું કહે છે. જય ચોંકી ગયો ! તેને ઋષિ ને પ્રશ્ન કર્યો, આ ઝરણું તો સુવર્ણ છે તો તેને કોણે શ્રાપિત કર્યું ? શા માટે ? ત્યારે કૃષ્ણનાથ ઋષિ તેની વાત નો જવાબ આપવા તેનું રહસ્ય જણાવે છે. :-

ઘણા સમય પહેલા તે જન્નત પહાડ પર એક સુંદર નગરી હતી. તે નગરીનું નામ જ સુવર્ણ હતું અને તે નગરી સંપૂર્ણ સોનાની હતી. તે સ્વર્ગ જેવી સુંદર અને કૈલાસ પર્વત જેવી શીતળ નગરી હતી. તે સુવર્ણ નગરીમાં 'સુરભદ્રવંશી'ના રાજા દીર્ઘાયુ રાજ કરતા હતા. દીર્ઘાયુ મહાન અને વિદ્વાન રાજા હતો. તે અતિથિમાં ભગવાનને જોતો અને તેના રાજ્યના નાના લોકોને તે તેના પુત્ર સમાન માનતો, તેનાથી મોટાને આદર આપતો અને તે ચરિત્રવાન રાજા હતો. તેનું સૈન્યબળ સૌથી વધારે હતું, તેના રાજયમાં લોકો સુખી અને નિરોગી હતા. તેને લોકોને જ્ઞાનથી પરિચિત કરાવવા માટે ત્યાં એક આશ્રમ સ્થાપ્યો હતો. જેમાં વ્યક્તિને મહેનત કરી ને ખાવા ની પ્રેરણા આપવામાં આવતી. લોકોને તેમના કામ પરથી ઓળખવામાં આવતા હતા. જે રક્ષણમાં ભળે તેે ક્ષત્રિય કહેવાયા, જે યજ્ઞ કરે તેે બ્રાહ્મણ કહેવાયા, ત્યારબાદ વૈશ્ય અને તેમનાથી ઓછું અને નીચું કાર્ય કરવાવાળા શુદ્ર કહેવાયા. તે લોકો તેમના કાર્યોમાં ખુશ હતા. સંપૂર્ણ નગરમાં ભાઈ ચારો, કોઈને પણ ભાઈ - ભાઈ કે કોઈ અન્ય પ્રકારના ઝઘડા વિશેની જાણ જ ન હતી. દરેક એક-બીજા ની મદદ માટે તત્પર રહેતા હતા. તે નગરની ફરતા નગરના લોકોને દેવ માનતા હતા. તે બધાને પૂણ્યશાળી વ્યક્તિ માનતા હતા. જ્યાં કોઈ સુખ-દુઃખની પણ ખબર નથી. તે માત્ર કામ, ભાઈચારો અને ઈશ્વરની યાચનામાં જ લીન રહેતા. જેથી તેમને એ કાર્યો સિવાયના કોઈ બીજા કાર્યો માટે તેમને સમય જ ન મળતો.

સુવર્ણ નગરીના સૌંદર્યનું મુખ્ય કારણ તે નગરીનું હતી. જેનું નામ સુવર્ણ ઝરણું હતું. “તે નહેરની સ્થાપના સુરભદ્ર નામના રાજાએ કરી હતી. તે રાજા જન્નત પહાડ પર તેના પરિવાર સાથે રહેવા આવ્યો હતો. તેને અને તેના પરિવારના લોકોએ મળીને એક ‛લવન્ય’ નામની નદીએથી ખોદકામ કરીને તે નેહરને રાચાવી.” તે નેહર માત્ર તે નગર સીમિત જ હતી. જેથી તેના પાણીથી નગરીમાં હરીયાળી હંમેશા માટે થઈ ગઈ હતી.

પરંતુ, તે રાજ્યની સામે એક રાજય હતું અને તેનો રાજા યમનરાજ હતો. તે ખૂબ લોભી અને ક્રૂર હતો. તે કૃણાલવંશનો સૌથી ખરાબ ક્રૂર અને કૂટનીતિ રચનારો રાજા હતો. તેના રાજા બનતાજ તેને સૌ પ્રથમ તેના પિતા મજમુદ્દારને કારગ્રહ માં પૂર્યો. જેથી તે તેના કાર્યમાં કોઈ અડચણના ઊભી કરે. સંપૂર્ણ નગરીમાં ત્રાહિમામ મચી ગયો. “લોકોને ગુલામ શબ્દનો પરિચય થયો”, ત્યાર બાદ તેને રાજયને વિકસાવવા માટે તેની સામેના વિશાળ રાજ્યને પ્રાપ્ત કરવા તેને યોજના રચી. કેમ કે તે રાજ્યમાં વસ્તી વધુ હતી અને તેને એક મહંત ઋષિ અત્રિનો સહારો લીધો. તેને ઋષિને અસત્ય કીધું કે મારે મારા રાજ્યને આગળ વધારવું છે, વિકાસ કરવો છે. જો તમે મારી મદદ કરશો તો હું કોઈને ભૂખથી નહીં મારવા દઉં. ઋષિ તેની લોકોને માટેની લાગણી અને લોક કલ્યાણવૃત્તિ જોઈ તેની વાતમાં આવી ગયા.

તે સુવર્ણ નગરીની તરફ પ્રવાસ કરવા નીકળ્યા. સુવર્ણ નગરીનો રાજા દીર્ઘાયુ રાજા હતો. તે સુરભદ્રનો પુત્ર હતો. તે વીર અને સોર્યવાન રાજા હતો. તેની સામે આવનાર રાજાઓ હંમેશા પરાસ્ત (હારી) થઈ જતા. તેને ઘણા યુદ્ધ કર્યા અને તેમાં તે વિજય થયો હતો. તેના પરાક્રમથી દેવો પણ ડરતા. તે ઋષિઓનું આદર કરતો હતો. તેના રાજ્યમાં લોકો સુખી હતાં. રાજાએ અત્રિને પ્રણામ કર્યા. અત્રિ ખુશ થયા અને અત્રિના શિષ્ય સ્વરૂપે યમનરાજ આવ્યો હતો. તે રાજયને નિહાળતો હતો. તેને દીર્ઘાયુનું શૈન્યદળ જોયું અને તેના સેનાપતિને સાથે મેળવી લીધો. તેનું નામ પરાવલંબી હતું. સેનાપતિએ જણાવ્યું કે દીર્ઘાયુ પૂનમને આગલે દિવસે શિવયાચના માટે મહાદેવ મંદિરે જાય છે અને તે ત્રીજે દિવસે પાછા વળશે. યમનરાજ એ પૂનમને દિવસે યુદ્ધ છેડયું અને ધોખો કરીને દીર્ઘાયુના પરીવારને મૃત્યુને ઘાટ ઉતાર્યો.

દીર્ઘાયુને વાતની જાણ થતાં તેને તેના સાથે આવેલા પુત્રને જન્નત પહાડ નીચે આવેલા મહાદેવ મંદિરમાં જ છોડ્યો, અને ઓળખવા માટે તેને તેના શરીર પર કોઈ નિશાની કરી હતી. દીર્ઘાયુ સાથે ઋષિ અત્રિ પણ હતા અને તેમને યમનરાજને ચેતવણી આપી, સાથે-સાથે રાજય પાછું આપવાનું પણ કીધું. યમનરાજ તેના પરિવાર અને પુત્રોના પરાક્રમને જોઈ ઘમંડમાં આવી ગયો. તેને જલ્દીથી દીર્ઘાયુ પર આક્રમણ કર્યું. દીર્ઘાયુ ખૂબ વીરતા પૂર્વક લડ્યો. તેને એકલાએ મળીને પણ યમનરાજને ડરાવી દીધો, પરંતુ પરાવલંબીના પુત્રએ પાછળથી વાર કર્યો અને દીર્ઘાયુને મૃત્યુને ઘાટ ઉતાર્યો. તે જોઈ અત્રિ ક્રોધે ભરાયા અને ત્યાં જ વહેતા ‘સુવર્ણ ઝરણાંના’ જળને હાથમાં લઈ શ્રાપ આપ્યો કે, “તમે આ ઝરણાંને લીધે અને પોતાના લોકોને લીધે અન્યાય કર્યો છે. મને ખોટું કહીને રાજાની પીઠ પાછળ યુદ્ધ છેડયું અને જાણે અજાણે મને આ પાપનો ભાગીદાર બનાવ્યો છે. તો હું તમને શ્રાપ આપું છું કે, જે વ્યક્તિ આ ઝરણાંનું જળ પીશે તે એક-બીજા સાથે લડી-લડીને પશુની જેમ મૃત્યુ પામશે.” તેના બીજા જ દિવસે નગરી માં માર-કાટ ચાલુ થઈ ગઈ. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર,પતિ-પત્ની અને આ રીતે સંપૂર્ણ નગરી સમાપ્ત થઈ ગઈ જે લોકો બચ્યા તે અહિયાં નીચે મહાદેવ મંદિર આવી ગયા. તેમને તે ઝરણાંનું પાણી નથી પીધું.

ત્યાર બાદ ‛ જય ’ ઋષિ “કૃષ્ણનાથ” ને પ્રશ્ન કરે છે : તો શું આ ઝરણાંનું ઝેર કયારેય નહીં મિટાવી શકાય તથા તેના જળને ગ્રહણ કરનાર નિર્દોષ માણસ પણ તેનો ભોગ બન્યા કરશે ? શું મારા ગામના લોકો શ્રાપ મુક્ત નહીં થાય ?

કૃષ્ણનાથ તેનો જવાબ આપતા કહે છે : જયારે ઘણા વર્ષો થયા. ત્યારે ઋષિ દધિચી પાસે ઘણા બધા ઋષિ અને તે નગરમાં નવા આવેલા લોકો આ ઝરણાંનો શ્રાપ પાછો લેવા અથવા તેને નષ્ટ કરવા કોઈ ઉપાય કરો. હવે, તે લોકો મૃત્યુ પામ્યા છે અને સુવર્ણ નગરી એક ખંડેર બની ને રહી ગઈ છે. તે જગ્યાએ આવેલા વૃક્ષો પણ સૂકાઈ ગયા છે.

ત્યારે ઋષિ ને દીર્ઘાયુ ના પુત્ર અને તેના વંશજ ની યાદ આવી ગઈ. તેમને કીધું કે જ્યારે દીર્ઘાયુવંશી આ નગરીનો રાજા થશે અને તે ભ્રાતા યજ્ઞ કરશે ત્યારે જ આ ઝરણાં ના જળમાંથી ભ્રાતા ઝેર નષ્ટ થશે.

તે સાંભળી ને જય જન્નતપહાડ પર જવા નીકળી જાય છે. તે કૃષ્ણનાથ ના આશીર્વાદ લઈ ને અને તેના ગામના લોકોને અલગ અલગ પાંજરામાં પૂરીને નીકળે છે. ઋષિ એ તેમના દેખભાળ માટે તેમના શિષ્યો ને રાખ્યા અને તે પણ જયની સાથે જન્નતપહાડ પર જવા નીકળી જાય છે. તે કહે છે કે, જ્યારે આ ઝરણાંનો શ્રાપ નષ્ટ થશે ત્યારે તે લોકો ફરીથી પોતાની ગુમાવેલી મતિ ને પામશે.

હવે, તે જન્નતપહાડ તરફ નીકળ્યા એટલે જય ને સૌ પ્રથમ તે મહાદેવ મંદિર યાદ આવ્યું. જય : કૃષ્ણનાથ ને કહે છે કે, તમે કહ્યું હતું કે તેના પુત્રના શરીર પર કોઈ નિશાની કરી છે. શું તમે જાણો છો. તે સાંભળી કૃષ્ણનાથ પણ ખુશ થયા તેમને કીધું હું તો નથી જાણતો પરંતુ તે મંદિરના પૂજારી જરૂર જાણતા હશે. ત્યારબાદ તે મંદિર પહોંચ્યાં અને તેમને શિવલિંગની પૂજા કરી. ઋષિ કૃષ્ણનાથ અને જયને પૂજારી જવાબ આપતા કહે છે કે તે બાળકના શરીર પર ત્રિશૂળ દોર્યું હતું. જયારે જય ના શરીર પર પણ ત્રિશૂળ હતું.

તેથી, તેને સુવર્ણ નગરી નો રાજા બનાવવા માં આવ્યો અને ત્યારબાદ ભ્રાતા યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં તેને પિતૃઓની આત્માને શાંતિ મળી અને સુવર્ણ ઝરણું ફરીથી સુવર્ણ થયું. તેના ગામના લોકો પણ શ્રાપ મુકત થયા અને સુવર્ણ નગરીમાં રહેવા આવ્યાં.

આમ, અંતમાં સત્યનો જ વિજય થયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract