yuvrajsinh Jadav

Abstract Tragedy

3  

yuvrajsinh Jadav

Abstract Tragedy

ડિયર ગુજરાત !

ડિયર ગુજરાત !

2 mins
198


ભારતનું ગુજરાત

ડિયર ગુજરાત !

વિષય : “વિદ્યાર્થીની વેદના.”

    આજે હવે તારી ગુજરાતીનું માન ઘટ્યું છે અને લોકોનું ધ્યાન અંગ્રેજીમાં અટક્યું છે. માર્કસવાદના સિદ્ધાંતે આજ સુધીમાં મારી જેવા કેટલાય વિદ્યાર્થીઓનો જીવ લીધો છે. ડિપ્રેશન નામ સ્કુલમાં શીખવવામાં આવે છે અને ત્યાં જ અનુભવીએ પણ છીએ. કેમકે, જેટલી મહેનત શિક્ષકો અમારી પાછળ કરે છે. એટલું જ દબાણ આજુબાજુના સગાવાહલા એક-બીજાનું ઉદાહરણ આપીને કરે છે. જ્યારે એકડો ઘૂંટવાની શરૂઆત કરી ત્યારથી “બસ આ એક છેલ્લું જ છે. પછી કોઈ ટેન્શન નથી.” નામનું વાક્ય અમને આશ્વાસન આપવા લાગ્યું.

અસત્યનો સહારો લઈ અમારા ભોળપણને છેતરી જનાર એ બધા જ લોકો જ્યારે ફાઈનલ એટલે દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે, “બસ ખાલી દસ પાસ કરી લો. પછી તો અમારી જેમ જલસા જ છે.” અને મહેનત કરીને જ્યારે પાસ થઈએ ત્યારે એ જ વ્યક્તિ અમારી પાસે આવીને બોલે. “સાયન્સ રાખજો બાકી આર્ટસ કે કોમર્સની તો અત્યારે કોઈ વેલ્યુ જ નથી.”

દસમાં ધોરણમાં સાથે ભણેલાંએ હોશિયાર મિત્રોની લાશો જોઈને આગળ વધ્યા પછી અમે સાયન્સ જોઈન કરીએ છીએ. કદાચ લોકો આનાથી પણ શાંતિ લેવા દે. પણ એનું વિરુદ્ધ જ થાય સાયન્સમાં મેથ્સ રાખો. એન્જિનિયર બનો અને સારી ઝિંદગી જીવો. ચાલો અમારો ગોલ છોડીને અમે મમ્મી-પપ્પા અને સગા વહાલાની વાત માનીને એન્જિનિયરિંગ લાઈન પકડીએ. ત્યાં પણ રેશમાં પાર્ટી સિપેટ કરીએ. “જો ભાગશો નહીં તો પાછળ રહી જાશો અને પાછળ રહી ગયેલાની જિંદગી બરબાદ.” ચાલો એમની વાત માનીને ખુબ મહેનત કરી અને એન્જિનિયરિંગ કમ્પ્લેટ કર્યું. હવે, હવે શું ઇન્ટરવ્યુ.

“અમારી કંપનીમાં ખુબજ ઓછી જગ્યા છે. તો અમારે કોઈ એવો એન્જિનિયર જોય છે જે અનુભવી હોય.”

હવે અનુભવ તો ત્યારે થાય જ્યારે કોઈ

લી. આજનો વિદ્યાર્થી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract