સ્ત્રી : એક સર્જનહાર
સ્ત્રી : એક સર્જનહાર
હા..હું એક સ્ત્રી છું..એક નારી છું.
પ્રથમ હું રદ ઈશ્વર અને મારા જન્મદાતા સમક્ષ આદરથી શીશ ઝુકાવુ છું ,ને ઋણ સ્વીકારું છું કે જેમણે મને સ્ત્રી તરીકે જન્મ આપ્યો. સ્ત્રીની ગરિમા પામી શકું એટલી સમજ આપી. દીકરી, બહેન, પત્ની, માતા સ્વરૂપે ફરજ નિભાવી શકું એટલી સમજ આપી. જેમ સ્ત્રીની અવસ્થા બદલાય તેમ તેનો રક્ષક પણ બદલાતો રહે છે.
પહેલા પિતા, ભાઈ, પતિ અને દીકરો....
હે ઈશ્વર,
મારી વેદના તને ન કહું તો કોને કહું...!!!?
ઈશ,
તેં પુરુષ અને સ્ત્રીને સમાન બનાવ્યા છે...પુરુષના શરીરમાંથી એક અંગ લઈ સ્ત્રીનું સર્જન થયું. જો આ વાત સાચી હોય તો હે ઈશ્વર, જ્યારે તારી નજરમાં સ્ત્રી ને પુરુષ સરખા હોય તો આ પુરુષ લક્ષી સમાજમાં પુરુષનું આધિપત્ય વધારે કેમ?!
આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી ને હંમેશા અબળા જ ગણવામાં આવે છે. અરે, સ્ત્રી તો પુરુષ સમોવડી છે, પુરુષ કરતાં પણ ચડિયાતી છે. પણ આ વાસ્તવિકતા સમાજ સ્વીકારતો નથી. કારણકે એમાં પુરુષનો અહમ ઘવાતો હોય છે.
સ્ત્રીને અબળા ગણી તેના પર અત્યાચાર, અનાચાર અને દુરાચાર વધે છે ત્યારે તેની વેદના સભર ચિત્કારની ચિનગારી ઘણાને ભસ્મ કરી નાખે છે.
જેમ વાવાઝોડા અન
ે પવનની વચ્ચે દીવો પ્રગટાવવો અને પ્રગટાવ્યા પછી એને ટકાવી રાખવો જેટલું કઠિન છે તેમ આ પુરુષ લક્ષી સમાજની વચ્ચે સ્ત્રીઓનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવું પણ કઠિન છે.
સ્ત્રીને એક "અબળા" નહિ પણ "સબળા" તરીકે જોશો તો સમાજમાંથી "નબળા" તત્વો આપોઆપ દૂર થઈ જશે.
સમાજમાં પોતાનાં મોભાનો આંચળો ઓઢીને ફરતા દુષ્ટ દુઃશાસન જેવા પુરુષો જ્યારે સ્ત્રીની અસ્મિતા ને કલંકિત કરે છે ત્યારે એક સ્ત્રી સબળા હોવા છતાં લાચાર ને બેબસ બની ઈશ્વરને પોકારતા કહે છે.
હે ઈશ્વર...
તું સર્જનહાર છે તો તારી આપેલી સર્જનશક્તિથી હું પણ સર્જનહાર છું.. ઈશ્વર તેં સ્ત્રીને તારી જેમ જ સર્જનહાર બનાવી છે તો આ પામર ને તુચ્છ પુરુષો સ્ત્રીનું અપમાન કરે છે તેને કલંકિત કરે છે ...હે પ્રભુ આ ક્યાંનો ન્યાય?
ત્યારે ઈશ્વર કહે છે...
તારી લક્ષ્મણરેખા તું જાતે જ દોર જાનકી...
તારા ચીરનું રક્ષણ તું જાતે જ કર પાંચાલી..
તારા અસ્તિત્વના રક્ષણ માટે ખેલ તું રક્તરંજિત હોળી..
હું છું તારી સાથે...
ચઢાવ નરાધમો ને તું શૂળી...
હા..હું એક સ્ત્રી છું...એક સ્ત્રી છું...એક સ્ત્રી છું..