N.k. Trivedi

Inspirational

3  

N.k. Trivedi

Inspirational

સરખામણી

સરખામણી

3 mins
223


રૂપાએ આજે સવાર સવારમા ઘરમાં ધાંધલ મચાવી દીધી હતી. કોઈને કાઈ પડીજ નથી કાઈ નવું ખરીદવું જ નથી, જે છે એમાં રોડવો.લોકો કેટલા આગળ વધી ગયા છે. આપણને પણ આગળ વધવાનો ઉત્સાહ હોવો જોઈએ વગેરે વગેરે.

રજનીએ બંને છોકરા સામે જોયું, અને આંખોથી પૂછ્યું શુ થયું ? બંને છોકરાઓ પણ અચંબિત હતા કે મમ્મીને આજે શુ થયું. છેવટે રજની એ પૂછ્યું "તારી તબિયત તો બરોબર છે ને ?" "શુ થયું ?" "મારી તબિયતને શુ થાય મને તો પથરાય નથી પડતા." "તો પછી વાત શુ છે ?"

લે ! કર વાત ! તમને ખબર નથી આપણા બાજુ વાળા નીતા બેનને ત્યાં 72 ઇંચનું લેટેસ્ટ ટી. વી અને ફ્રીજ આવ્યું, ને ફર્નિચર પણ નવું કરાવવાના છે તમને તો ક્યાંથી ખબર હોય ? ઘરમાં કાઈ નવું લેવાની ઈચ્છા હોયતો ધ્યાનમાં આવેને. હવે, રજનીને વાતનો તાળો મળ્યો કે શ્રીમતીજીનો સવારનો ગુસ્સો શુ કામ હતો, નીતાબેને, રૂપા પાસે ખૂબ બડાશ અને મોટાઈ પાથરી છે, એનું પરિણામ છે.

"રૂપા, આપણે ટી. વી. તો હમણા જ લીધું છે અને આપણા દીવાનખંડ માંટે યોગ્ય છે, મોટા સ્ક્રીનવાળા ટી.વી.ની આપણે જરૂર નથી, ફ્રીજ પણ બરોબર છે." "તમને શું ખબર પડે ? મારે શાકભાજી બહાર રાખવા પડે છે.'' "તો ફ્રીજમાં સમાય તેટલા શાકભાજી લેને વધારે શુ કામ લેવાના" રીટા, છણકો કરી, "તમારી સાથે વાત કરવી જ નકામી છે".

રૂપા અને નીતાબેન પાડોશી હતા અને રૂપા સાથે સહિયર પણુ હતું, સોસાયટીના બીજા લોકો નીતાબેન સાથે તેની મોટાઈ દાખવવાની રીતથી કામ પૂરતું કામ રાખતા. પણ રૂપાને નીતાબેનની મોટાઈની વાતો ગમતી અને પોતે નાનપ અનુભવી, ભાવાવેશમાં તણાય જતી, એ નીતાબેનને ગમતું હતું. એટલે દરેક વાત વધારી, વધારીને રૂપાને કરતા.

રજનીભાઈ સરકારી કર્મચારી હતા, સારા હોદ્દા ઉપર હતા. પણ ઈમાનદારી અને નીતિથી નોકરી કરવામાં માનતા હતા એટલે બીજી આવક નહોતી. પણ તે અને બાળકો ખુશ હતા. બાળકોની પણ બધી માગણી પુરી થઈ જતી હતી. ડોનેશન નહીં આપી શકવાને લીધે, સારી પણ સાધારણ સ્કૂલમાં બાળકો અભ્યાસ કરતા હતા. હોશિયાર હતા એટલે સ્કૂલમાં પણ આગળ હતા. રૂપાને આ વાત ગમતી નહોતી તેને તો તેના બાળકોને સારી સ્કૂલમાં અભ્યાસ કરાવો હતો નીતાબેનની જેમ.

નીતાબેનના પતિ બિઝનેશમૅન હતા. બિઝનેશના દરેક પાસાનો હથિયારની જેમ ઉપયોગ કરી ખૂબ આગળ વધી પૈસા પાત્ર થઈ ગયા હતા. આથી નીતાબેન દરેક બાબતને પૈસાના માપદંડથી માપતા હતા. અને તેથી જ તેના બાળકો અભ્યાસમાં ખુબજ નબળા હોવા છતાં તગડું ડોનેશન આપી સારામાં સારી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને ધોરણ દશ સુધી તો તેનો દીકરો ધકેલ પંચા દોઢશોથી પહોંચી ગયા હતો. પણ જ્યારે ધોરણ દશનું પરિણામ આવ્યું ત્યારે રૂપાનો દીકરો સારામાં સારા માર્ક્સથી પાસ થયો અને નીતાબેનનો દીકરો બધા વિષયમાં નાપાસ થયો. રૂપા જ્યારે ખુશીના પેંડા દેવા નીતાબેનના ઘરે ગઈ ત્યારે તેના વર્તનથી રૂપાને પહેલી વખત ધક્કો લાવ્યો હતો, કે આજે નીતાબેનનું વર્તન કેમ બદલાયેલું છે, અને પેંડા દીધા વગર ઘરે પાછુ આવવું પડ્યું હતું.

"આજે નીતાબેનના ઘરે કઈક ધમાલ લાગે છે, જરા જુવો તો ?" "કાઈ નથી, સરકારી અધિકારી ઓ આવ્યાં છે", "કેમ આવ્યા છે ?" "એ તું નીતાબેનને પૂછને. આપણા ઘરે પણ આવે જો આપણે નીતાબેનની જેમ રહેવું હોય તો" હવે રૂપાને સમજાયું કે આ બધી સુખ સાયબી શેની હતી, અને પૈસાની છોળ કેમ ઉડતી હતી.

રૂપાનું મુખ જોઈ, રજની એ પૂછ્યું, "આપણે નવું 72 ઇંચનું ટી. વી. અને ફ્રીજ લેવા ક્યારે જવું છે ? નવું ફર્નિચર પણ ખરીદી લઈએ" રૂપા વિચારમાં પડી ગઈ સાલું આપણા વડવા કહેતા હતા કે "પછેડી એટલી સોડ તાણવી જેથી પગ બહાર ન નીકળે.' એ વાત સાચીને વિચારવા લાયક, જીવનમાં ઉતારવા લાયક પણ ખરી

"ના, હો, મારે કાઈ નવું નથી જોઈતું અને આજે મને સમજાણું, સૌ ના ઘરના સૌ ઘણી, કોઈ વાતની સરખામણી ક્યારેય કરવી નહીં, હું આજે તમને બરોબર સમજી શકી છું, આપણો રસ્તો જ યોગ્ય રસ્તો છે, ભલે લાંબો છે પણ સુરક્ષિત છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational