STORYMIRROR

Dave Anand

Thriller Tragedy

3  

Dave Anand

Thriller Tragedy

સ્પર્શ

સ્પર્શ

2 mins
1.6K


ટ્રીન ટ્રીન ફોનની રીંગ વાગી, રસોડામાંથી કવિતા આવીને ફોન ઉપાડે એ પહેલા તો ધારાએ ફોન ઉપાડી લીધો, અને બોલી."પપ્પા તમે કેટલા વાગે આવશો?" સામે છેડે વિવેકભાઇને પોતાની લાડકી ઢીંગલીનો અવાજ સાંભળી ઓફીસનો બધો થાક ઉતરી ગયો. અને બોલ્યા આજે તો હું વહેલો આવી જઇશ. આજે આપણે તારા ફુઆને લેવા જવાનું છે.

ધારા ને વિવેક અને કવિતાએ ખુબજ પ્રેમથી ઉછેરી હતી. સાત વષૅની ધારા પોતાના તોફાનો અને કાલી કાલી ભાષામાં વાતો કરવા ને લીધે આખી સોસાયટીની લાડકી હતી.

સાંજે બધા ફુઆને લઇ ઘરે આવ્યા.બીજા દિવસે બધું રૂટિન પ્રમાણે ચાલતુ હતું. ધારા બપોરે સ્કુલેથી ઘરે આવી મમ્મી જમાવાનું મુકી ને કંઇ કામે બહાર ગઇ હતી. ઘારા જમવાનું પતાવી લેસન કરવા બેઠી એને જોઇ ફુઆ બોલ્યા બેટા હું લેશન કરાવું? ધારા કંઇ કહે એ પહેલા એની પાસે બેસી ગયા. અને લેશન કરાવતા કરાવતા. તે ધારા ના શરીરને સ્પશૅ કરવાનો એક પણ મોકો જતો નોહતા કરતા..સાત વષૅની ઢીંગલી જેવી ધારાને આ બધું થોડું અજુગતુ લાગ્યું, પણ તે કંઇ બોલી નહીં.

બીજા દિવસે શાળામાં તેના વગૅ શિક્ષક ભણાવતા હતાં. પણ ધારાનું મન ભણવામાં ન હતું, એ વાતનું નિરીક્ષણ તેના વગૅ શિક્ષકે કર્યુ,

રિસેસ પડતા એમણે ધારાને બોલાવી અને પુછ્યું. ત્યારે તેણે બધી વાત કરી. વાત સાંભળી તરત જ એમણે ફોન કરી તેના માતા પિતાને બોલાવી લીધા. અને તેમને બધી વાત કરી.

આગળ શું????????

પોતાના કહેવાતા વ્યક્તિઓથી જ થતાં શોષણ માટે કોણ જવાબદાર? આપણા સભ્ય કહેવાતાં સમાજમાં આવા ઘણા કિસ્સા મોટે ભાગે બહાર આવતા જ નથી આ કડવી વાસ્તવિકતા છે!!!!

અંત શું હોઇ શકે તમે જ નક્કી કરશો.!!!!!


Rate this content
Log in

Similar gujarati story from Thriller