Dave Anand

Thriller Tragedy

3  

Dave Anand

Thriller Tragedy

ભરતી અને ઓટ

ભરતી અને ઓટ

2 mins
4.2K


આ એક એવી સ્ત્રીઓની વાત છે જે આત્મનિર્ભર બની જીવવાનો પ્રયત્ન કરે છે. સમાજ અમુક સંજોગોમાં આવા વ્યક્તિઓ સાથે ખૂબ જ લાગણી દર્શાવે છે. પણ શું એ લાગણી કાયમી ટકી રહે છે?આપણા સમાજની વાસ્તવિકતા દર્શાવતી સત્ય ઘટના આપની સમક્ષ મુકી છે.

***

બેટા કવિતા કાલે એક ટપાલ આવી હતી એ જોઇ લેજો ટેબલ પર મુકી છે. ઓફિસ જવાની ઉતાવળમાં ચાલતા ચાલતા કાગળ વાંચતી ગઇ અને વાંચતા વાંચતા અચાનક એની ગતિને બ્રેક લાગી ગઇ.

કવિતાનાં સાસુ સુભદ્રાબેન એટલે નારીશક્તિ અને સહનશીલતાનું એક ઉત્તમ ઉદાહરણ હતા. નાની ઉંમરે વિધવા થયેલા સુભદ્રાબેને આજના પુરુષપ્રધાન સમાજમાં પોતાનું એક અલગ અસ્તિત્વ ઊભું કરી પોતાના બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપ્યું. પણ કુદરત જાણે આ પણ મંજુર ન હતું, એમની હજુ પરીક્ષા કરતો હોય એમ નોકરી પર ફરજ બજવતા એક અકસ્માતમાં એમના એક ના એક પુત્રનું પણ આકસ્મિક અવસાન થયું. અચાનક જાણે સુખ હાથતાળી આપતું હોય એવુ લાગ્યું, સુભદ્રાબેનના માથે દિકરી જેવી વહુ અને બાળકોની જવાબદારી ફરી આવી ગઇ. સહકારી બેંન્કમાં કામ કરતા એના પતિની જગ્યાએ કવિતાને તરત જ રહેમરાહે નોકરી અને બન્ને મહિલા અને બે બાળકો ની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઓફિસર લેવલનું ક્વાર્ટર આપ્યુ, પણ એક ખાલીપો કાયમ ઘર કરી ગયો!

સમય એવો મલમ છે જે ભલભલા ઘા રુઝવે છે.એમ કવિતા હવે નોકરી અને બાળકોમાં મન પરોવી દુ:ખ ભુલવાનો પ્રયત્ન કરવા લાગી. સમય એમના જીવનને સાત વર્ષ આગળ લઇ ગયો, એની પરિસ્થિતિને કારણે ઓફિસમાં બધા એને પુરો સહકાર આપતા, એક દિવસ એના એચઆર માં નવા આવેલા સાહેબે કવિતાને ટ્રેનીંગ માટે સિલેક્ટ કરી. પણ એને પરીવારનું કારણ દર્શાવી જવાની ના પાડી.

માનવી પાસે જ્યારે પૈસા આવે અને પાવર હોય એટલે અભિમાનનો નશો ચડે એ હકીકત છે. એજ વાતનો અનુભવ કવિતાને થવા લાગ્યો. અચાનક એની કામગીરીની પ્રોફાઇલ બદલાઇ ગઇ. તેની જગ્યા પણ બદલવામાં આવી. આ બધુ નોકરીમાં સામાન્ય હોય એમ સમજી એ બધા પર એણે ધ્યાન ન આપ્યું. અને આજે એ કાગળે તેને હચમચાવી દીધી.

જેમાં એને કવાર્ટર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.

દિકરો એસએસસી માં હતો દિકરી પણ નાની હતી, બાની તબીયત હવે સારી નહતી રહેતી. બીજા ઘણા વિચારોમાં એ ખોવાઇ ગઇ. શું કરવું એ ખબર જ ના પડી. પોતાના પતિના મૃત્યુ પછી સમગ્ર સ્ટાફને એના પરીવાર પ્રત્યે લાગણી હતી અને એ કારણે જ એમને રહેવા ક્વાર્ટર આપ્યું હતું, ત્યારે ખાલી કરવું પડશે એવો વિચાર સુધ્ધા નહતો કર્યો. પોતાનાથી થતી ઘણી રજુઆતો કરી પણ કોઇ જ પરીણામ ન મળ્યું. શું કરવું એ સમજાયું નહી. પતિ વિના પોતે નિરાધાર થઇ હોય એવો એને આજે અહેસાસ થયો. આગળ શું થયું હશે એ લખી નહીં શકું.

***

કવિતા અને સુભદ્રાબેને જીવનમાંથી ગયું એ વર્ષો વિતતા એમના પુરતું જ રહ્યું હોય એવું લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Thriller