Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Drama Romance


5.0  

Dr.Riddhi Mehta

Drama Romance


સફરના સાથી -૯

સફરના સાથી -૯

3 mins 542 3 mins 542

વિવાનના ઘરે જઈને તે લોકો થોડા ફ્રેશ થઈને બંને બ્રેડ બટર એન્ડ સેન્ડવીચ બનાવીને જમીને બેસે છે. ત્યારે થોડા વાતાવરણ ના ફેરફાર ને લીધે સુહાનીને એકદમ ઠંડી લાગીને તાવ ચડી જાય છે. અને બહુ માથું દુખવા લાગે છે.

વિવાન તેને પોતાના બેડરૂમમાં સુવાનું કહે છે અને તેને મેડિસિન આપે છે. બે કલાક પછી તેને સારું લાગે છે એટલે થોડી વાર પછી સુહાની સુઈ ને ઉઠે છે તો સુહાની જોવે છે કે વિવાન જરા પણ ઉઘ્યા વિના સુહાનીની પાસે બેઠો છે અને તેનુ માથું દબાવી રહ્યો છે.

પછી સુહાની ઉઠે છે એટલે વિવાન તેને પુછે છે કે હવે કેવું છે તો સુહાની કહે છે હવે સારું છે.

હવે તે વિવાન ને સુઈ જવા કહે છે પણ તે કહે છે મને ઉઘ નથી આવતી એટલે બંને બેસીને વાતો કરે છે.

સુહાની કહે છે હું બહુ જ લકી છું કે મને તારા જેવો ફ્રેન્ડ મલ્યો છે. તું ભલે મને પ્રેમ કરે છે પણ એમાં તારી પ્રેમની નિર્દોષતા છે.

તે મને ક્યારેય પામવાની કે મને ખરાબ નજરે જોવાનો પ્રયત્ન પણ નથી કર્યો. આજે તું ધારત તો મારી સાથે કાઈ પણ કરી શકત પણ તે એવો વિચાર પણ નથી કર્યો.

અહીં આપણે શું કરીએ છીએ તેની કોઈને પરવા નથી છતાં આ કલ્ચરમાં પણ આપણે આ રીતે રહીએ છીએ આપણે આપણા સંસ્કાર ભુલ્યા નથી.

એમ કહીને તે વિવાનને સામેથી કહે છે "આઈ સ્ટીલ લવ યુ સો મચ"........ આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ વિવાન."

સુહાની : વિવાન હમણાં થોડા દિવસ માં મે આપણા રિલેશન વિશે બહુ વિચાર્યું. ત્યારે મને સમજાયુ કે કદાચ મને મારી આ જિંદગી ના સફર ના સાથી તરીકે તારાથી વધારે પ્રેમ અને કેર કોઈ નહિ કરી શકે.અને તારાથી વધુ જે મારી નાનામાં નાની વાત અને લાગણી કીધા વિના પણ સમજી જાય છે અને મને લાઈફ ટાઈમ તારાથી વધારે ખુશી કદાચ કોઈ નહિ આપી શકે.

એટલે હવે મે મારો નિર્ણય લઈ લીધો છે પણ એ પહેલાં તું તારું કહે. કારણ કે આજે તારો નિર્ણય શું છે તે મને કહે એમાં તારું જે પણ ડિસિઝન હશે તે મને મંજૂર છે. છ વર્ષ પહેલાં મે મારો નિર્ણય કહ્યો હતો અને તે તેને માનીને હજુ સુધી મને ફ્રેન્ડ તરીકે મને પુરેપુરો સાથ આપ્યો છે. આજે તું જે કહીશ તે હું સ્વીકારી લઈશ.

વિવાન કાંઇ પણ વિચાયૉ વગર સુહાની નો હાથ તેના હાથમાં લઈને કહે છે મારો નિર્ણય છ વર્ષ પહેલાં પણ એ જ હતો અને આજે પણ એ જ છે. આટલા વર્ષમાં મારો તારા માટેનો પ્રેમ હજુ પણ અકબંધ છે. ઉલટાનું પહેલા કરતાં કદાચ હું અત્યારે તને વધારે પ્રેમ અને રિસ્પેક્ટ આપુ છું.

એમ કહીને વિવાન સુહાની ના કપાળ પર એક કિસ કરે છે. અને બે યુવા હૈયાઓ આજે એકબીજાને ભેટી ને ખુશીના આસું વહાવી રહ્યા છે !!!

હવે આગળ શું???

સુહાની ના પપ્પા આ સંબંધ માટે તૈયાર થશે??

સુહાની એ કાંઈક વિચાર્યું હશે કે પછી એને ફક્ત એના દિલની વાત માની હશે???

જાણવા માટે વાંચતા રહો સફરના સાથી ભાગ-૧૦Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama