સફરના સાથી-૮
સફરના સાથી-૮


જોર જોરથી ડીજે ના સોન્ગસ સાથે જાનૈયાઓ તૈયાર થઈને ઝુમી રહ્યા છે. અને વરઘોડો મેરેજ હોલના મંડપ પાસે આવી ગયો છે.
દુલ્હા અને દુલ્હન ને હાર પહેરાવાની વિધિ થાય છે બંને પક્ષે તેમને ઊંચા કરે છે અને અંતે હાર અને પોખવાની વિધિ પતાવીને અંતે વરરાજા મંડપમાં દાખલ થાય છે. તેમના બધા ફ્રેન્ડ પણ સાથે જ છે.
વિવાનની નજરો ક્યારની સુહાની ને શોધી રહી છે એટલા માં ત્યાં સુહાની શિવાનીને મંડપમાં લઈ આવતા જુએ છે ત્યારે વિવાનને કંઈક શાંતિ થાય છે.
પછી લગ્ન વિધિ શરૂ થાય છે બંને જણા ફ્રેન્ડસ ના મેરેજની સાથે આજે બંને એ લોકોના કારણે એકબીજાને ફરી મળી શક્યા છે એ વાત થી બહુ ખુશ છે.
વિવાન સુહાનીની પાસે જઈને કહે છે 'લુકિંગ ગોરજીયસ'
એટલે સુહાની પણ કહે છે 'યુ ઑલસો લુકિંગ હેન્ડસમ ટુડે ડિયર' પછી બંને મેરેજ પતાવીને ન્યુ મેરીડ કપલ સાથે જમે છે. અને પછી બંને એકલા જઈને બેસે છે અને કોલેજ લાઈફથી છુટા પડ્યા પછીથી અત્યાર સુધીની બધી વાતો કરે છે એકબીજાને.
બંને હવે આગળના પ્લાનની વાત કરે છે ત્યારે સુહાની કહે છે કે એને તો હાલ જ્યાં સુધી મેરેજ ના થાય ત્યાં સુધી તો લંડન જ રહેવાનું છે. પછી આગળ જે થાય તે.
આ સાંભળીને વિવાન સુહાનીનો હાથ પકડીને કહે છે તે આજે મને સરપ્રાઇઝ આપી આજે હું તને એક સરપ્રાઇઝ આપુ છું.
હું બે મહિના પછી લંડન આવવાનો છું. મારી કંપની મને એક વર્ષ માટે ત્યાં મોકલે છે પણ સીટી કે કંઈ ફાઈનલ થયું નથી હજી.
આ સાંભળીને સુહાની ખુબ જ ખુશ થઈ જાય છે અને ત્યાં મળવાની વાત કરે છે. તે નેક્સ્ટ મન્થ લંડન જવાની છે તે વિવાનને પણ બધું સેટ થઈ જાય માટે હેલ્પ કરશે.
આ બધી વાતો થાય છે પછી વિદાય અને બધું ફંક્શન પુરુ થાય છે એટલે હવે બધા છુટા પડવાની તૈયારી કરે છે.
વિવાન પણ તેનુ જે પ્રમાણે ફિક્સ થશે એ પ્રમાણે તેને કહેશે. એવું કહી થોડા દુઃખ અને અને ફરી મળવાની આશા સાથે છુટા પડે છે!!!
* * * * *
એક મહિના પછી આજે સુહાની લંડન પહોંચી ગઈ છે, ત્યાં થોડા દિવસમાં વિવાન સાથે વાત થતા ખબર પડે છે કે તેને જ્યાં જવાનું છે તે સુહાની રહે છે ત્યાંથી બહુ નજીક છે આ સાભળીને બંને બહુ ખુશ થાય છે.
પછી થોડા દિવસમાં બધી તૈયારી થઈ જાય છે અને વિવાન પણ લંડન પહોંચી જાય છે.
એના સરપ્રાઈઝ વચ્ચે સુહાની તેને એરપોર્ટ પર લેવા આવી છે. તેને મળીને પછી પહેલાં વિવાન તેના કંપનીના આપેલા હાઉસ પર જાય છે અને કંપનીનુ બધું કામ પતાવે છે. સુહાની પણ તેની જોબ પર જઈ આવે છે.
પછી બંને સાથે ડીનર લે છે અને બંને છુટા પડે છે. હવે તો આ બધુ એમનું રુટીન થઈ ગયું છે.
એક દિવસ સુહાની વિવાન ને તેના દીદી ના ઘરે લઈ જાય છે. ત્યાં આજે બધા સાથે લન્ચ લે છે બધા સાથે વાત થતા સુહાની ના દીદી અને જીજાજી ને પણ વિવાનનો નેચર ગમે છે. અને તેને એમના ઘરે આવતા રહેવા માટે કહે છે.
આમ જ ચાલતુ રહે છે ત્યાં વિવાન ને ત્યાં છ મહિના પણ થઈ જાય છે.
* * * * *
આજે સવારથી જ વાતાવરણ ખરાબ હતું. એટલે જોબ પુરી થતા સુહાની ફટાફટ થોડીવાર વિવાનને મળીને ઘરે જવા વિચારે છે.
તે લોકો એક કોફીશોપમાં કોફી પી ને નીકળતા હોય છે. ત્યાં એકાએક સ્નોફોલ ચાલુ થાય છે. બે કલાક સતત આવુ રહે છે. કોઈ ઘરે જઈ શકે તેમ નથી. તેના દીદીને સુહાની ફોન કરીને જણાવે છે અને વિવાન પણ તેની સાથે જ છે એવુ કહે છે એટલે તેના દીદી ને થોડી શાંતિ થાય છે.
એમ કરતાં રાતના અગિયાર વાગી જાય છે ત્યારે થોડું વાતાવરણ સારું થાય છે પણ હજુ એકદમ ક્લિયર નહોતું. અને વળી ત્યાથી વિવાનનુ ઘર નજીક હતુ તેથી તે સુહાની ને જો તેને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તે જ્યાં રહે છે ત્યાં જવા કહે છે.
સુહાની વિવાન ને બહુ સારી રીતે ઓળખે છે અને તેને પોતાના કરતાં પણ વિવાન પર વધારે વિશ્વાસ હોય છે, તેથી તે હા પાડે છે અને બંને વિવાન ના હાઉસ પર જાય છે.
શુ થશે ત્યાં ગયા પછી ?? એનિથિંગ નેગેટિવ ઓર પોઝિટિવ?