સફરના સાથી-૭
સફરના સાથી-૭


....... ત્રણ વષૅ પછી,
એમ. ફાર્મ ની માસ્ટર ડીગ્રી લઈને વિવાન આજે એક મલ્ટીનેશનલ કંપનીમાં બરોડામાં જોબ કરે છે.
તેને બી.ફાર્મમાં ડિસ્ટિક્સન અને વળી એન્ટરન્સ એક્ઝામમાં સારો રેન્ક આવ્યો હોવાથી એને અમદાવાદમાં જ સારી જાણીતી ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન થઈ ગયુ હતું. અને માસ્ટરમાં પણ પસૅન્ટેજ અને તેના સારા પ્રેક્ટિકલ નોલેજ ના લીધે તેને સ્ટડી પુરુ થતાં તરત જ જોબ મળી ગઈ.
એક વષૅમાં તો તેનું એજ કંપની માં સારું પ્રમોશન પણ થઈ ગયું.
આ બાજુ સુહાની લંડનમાં સ્ટડી કમ્પલિટ કરીને ત્યાં જ જોબ કરે છે. અને તેના દીદી અને જીજાજી સાથે રહે છે.
બંનેના ઘરે થી હવે લગ્ન માટે વાતો થવા લાગી છે. વિવાન અને સુહાની અત્યારે બહુ કોન્ટેક્ટમા નથી છતાં એકબીજાને ભુલી શકતા નથી. એટલે જ કદાચ બંને કોઈ બીજા પાત્ર ને જીવન સાથી તરીકે સ્વીકારવા હા પાડી શકતા નથી.
* * * * *
એક મહિના પછી...
મનન અને શિવાનીના આવતી કાલે લવ વિથ અરેન્જ મેરેજ છે. જે વિવાન અને સુહાનીના કોલેજ લાઈફના બેસ્ટ ફ્રેન્ડ છે. આજે તેમની સંગીત સંધ્યા અને મહેદી રસમ છે. વિવાન એના બેસ્ટ ફ્રેન્ડના મેરેજ હોવાથી એક દિવસ આગળ રજા લઈને આવી ગયો છે.
બધા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક રસમ થાય છે. ત્યાં આ બધાની વચ્ચે સાજે રાસગરબાની તૈયારી થાય છે. મનન પણ આજે વરરાજા તરીકે શેરવાનીમાં ખૂબ સુંદર લાગે છે.ત્યારે દુલ્હાના ફેન્ડ તરીકે આજે વિવાન પણ સરસ લાગે છે. મરૂન એન્ડ ગોલ્ડન શેરવાનીમાં આજે તે કોઈ હીરોથી ઓછો નથી લાગતો.
બીજી બાજુ શિવાની પણ એક જ શહેરમાં રહેતી હોવાથી બંનેના કોમન એક પાર્ટી પ્લોટમાં રાસગરબા અને ડીજે રાખેલું છે.
શિવાની પણ આજે મનનની શેરવાનીના મેચિંગ કલરના ચણિયાચોળીમાં ખુબ સુંદર લાગે છે.
મનનના ઘરેથી શિવાનીને રાસગરબા માટે લેવા વિવાન અને મનનના ભાઈને શિવાની ના ઘરે મોકલે છે. ત્યાં બધા રેડી જ હોય છે એટલે એ લોકો ઘરમાં નથી જતા.
ત્યાં જ સામેથી શિવાનીને આવતા જુએ છે...પણ એની સાથે સુહાનીને જોઈને વિવાન ના હોશ ઉડી જાય છે. તે વિચારે છે કે હું કોઈ સપનું નથી જોતો ને એટલાં માં જ સુહાની વિવાન પાસે આવી જાય છે અને એને હગ કરે છે અને પુછે છે.....કેવી લાગી સરપ્રાઈઝ??
વિવાન તો ગાજર કલરની ચોલીમાં તૈયાર થયેલી સુહાનીને જોઈને પાગલ થઈ જાય છે. અને કહે છે મે ક્યારેય નહોતું વિચાર્યું કે ફરી તુ મને લાઈફમાં ક્યારેય મળીશ.
બંને જણા બધાની હાજરી વચ્ચે કદાચ એકબીજા સાથે બહુ વાત નથી કરી રહ્યા પણ એમની આખો એકબીજાને કહી રહી છે કે બંને એકબીજાને આજે પણ કેટલુ મિસ કરે છે.
ભલે ક્યારેય હંમેશા માટે એક નહી થઈ શકીએ એવું વિચારી બંનેમાંથી કોઈએ પણ એકબીજા સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો પણ બંને એકબીજા સિવાય કોઈને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારી પણ નથી શક્યા.
આ બધું જોઈને શિવાની મનમાં એવી રીતે હસી રહી છે કે આ સરપ્રાઈઝનો પ્લાન તેનો અને મનનનો જ છે.
હવે બધા ફટાફટ ગાડીમાં બેસીને પાર્ટીપ્લોટ પર પહોંચે છે. બધા મોડા સુધી ગરબા અને ડાન્સ કરે છે. ત્યાં પણ વિવાન અને સુહાની સાથે જ છે. હવે બધું પતી જાય છે એટલે વિવાન જ ગાડી લઈને એ લોકોને મુકવા જાય છે શિવાની સમજીને જ પાછળની સીટ પર બેસી જાય છે અને એ બંનેને આગળ બેસાડે છે.
એ બંનેને ત્યાં ઘરે મુકીને વિવાન જવા નીકળે છે પણ એનુ જરા પણ મન નથી સુહાનીને છોડીને જવાનું. એટલે શિવાની હસતા હસતા કહે છે અહિયાં જ રોકાઈ જા જવાનું મન નથી તો, એટલે વિવાન થોડો હસીને ફટાફટ ગાડી લઈને નીકળી જાય છે.
રાતે વિવાન અને સુહાની બંને સુવા જાય છે પણ બંનેમાંથી કોઈ ને પણ ઉઘ આવતી નથી જો કે બંને એકબીજા ને ક્યારેય ભુલ્યા નથી પણ આજે બંને પોતાની ભુતકાળની યાદોને આજે કાઈ અલગ રીતે જ યાદ કરી રહ્યા છે સાથે બંનેની આંખોમાં આસું છે.
અત્યારે બંને યુવા હૈયા સવારે ફરી જલ્દી એકબીજાને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે!!!
શું થશે આ મુલાકાતથી ?? બંને ફરી મળશે કે પહેલાની જેમ ફરી છુટા પડી જશે??
જાણવા માટે વાચતા રહો સફરના સાથી ભાગ ૮.