સફરના સાથી -૫
સફરના સાથી -૫


કોલેજમાં આજે કાઈ અનેરી રોનક હતી. દરેક યુવા હૈયા પોતાના દિલની વાત પોતાના મનગમતા પાત્ર ને કહેવા થનગની રહ્યા હતા !!!
બધા સવારે ઉઠીને તૈયાર થઈ ને લેટ-કમસૅ પણ આજે કોલેજમાં વહેલા આવી ગયા હતા કારણ કે આજે
" વેલેન્ટાઈન ડે "હતો.
વિવાન કોલેજમાં એક જગ્યાએ શાંતિથી કાઈ વિચાર તો બેઠો હતો. તે થોડો ચિંતામાં લાગતો હતો .
ત્યાં જ સુહાની પાછળથી આવી ને તેની આંખો દબાવે છે અને વિવાનને ને તેને ઓળખવાનુ કહે છે બોલ્યા વિના. પણ જેના રોમેરોમમાં સુહાની હોય એ તેને ઓળખ્યા વિના કેમ રહે??
તે તરત જ "સુહાની" છે એવું કહે છે તો સુહાની કહે છે તને કેમ ખબર પડી કે હુ જ છું આપણા બીજા કોઈ ફ્રેન્ડ પણ હોઈ શકે ને??
તો વિવાન કહે છે બકા હુ તને બહુ જ સારી રીતે ઓળખુ છું. સુહાની હસી ને હમમમ... કહે છે.
હજુ લેક્ચર શરૂ થવાની અડધો કલાક ની વાર હતી. તો વિવાન આજે પોતાના દિલની વાત કહી દેવાનો આ જ મોકો છે અને પાછુ તે બંને સિવાય કોઈ છે પણ નહિ એમ વિચારી સુહાની સાથે વાત શરૂ કરે છે.
સુહાની પાસે વિવાન પહેલા પ્રોમિસ માગે છે આજે તે કહશે તેનાથી આપણી મિત્રતા માં કોઈ જ ફેર નહીં પડે!!
સુહાની સમજી જાય છે છતાં તે પ્રોમિસ આપે છે.
વિવાન ફાઈનલી સુહાની નો હાથ પકડીને કહી દે છે.
" આઈ લાઈક યુ...આઈ લવ યુ..."
તારા વિના હવે મારી લાઈફ હુ વિચારી પણ શકતો નથી. પણ હવે જે પણ નિર્ણય તારો હોય તે મને મંજૂર હશે.
તારા ના કહેવાની પણ આપણી દોસ્તી એમ જ રહેશે કારણ કે હું તને મારી લાઈફ માં ક્યારેય ખોવા માગતો નથી.
હું માનુ છુ કે આપણને ગમતી વ્યક્તિ ભલે આપણને લાઈફ પાટૅનર તરીકે ના મળે તેની દોસ્તી હંમેશાં એમજ અકબંધ રહેવી જોઈએ. તારી ખુશી માં જ મારી ખુશી છે. માટે તુ વિચારી ને જે પણ હોય તારો નિર્ણય મને કહેજે.
સુહાની હજુ સુધી બધું શાંતિથી સાભળતી હતી પણ પછી તે એકદમ રડવા લાગી. અને તેને વિવાન ના ખોળામાં માથું ઢાળી દીધું.
વિવાન થોડો ગભરાઈ ગયો. એને થયું મે કહ્યુ એટલે તે રડવા લાગી. મારા કારણે તે રડી. પછી તેને પાણી આપીને શાંતિ થી પુછે છે.
તેના અચરજ ની વચ્ચે સુહાની કહે છે
"વિવાન આઈ લવ યુ ટુ સો મચ...."
મારું પણ તારા વિના રહેવું શક્ય નથી..... પણ ....આપણુ સાથે રહેવું શક્ય નથી...મતલબ આપણા મેરેજ શક્ય નથી બકા.
શુ કારણ હશે કારણ સુહાની ના વિવાન ના પ્રસ્તાવ ને ના પાડવાનું???
કેવો લાગ્યો આ ભાગ?? તમારા અભિપ્રાય જણાવશો...
જાણવા માટે વાચતા રહો આગળ નો ભાગ સફરના સાથી ભાગ-૬