STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama Romance

4  

Dr.Riddhi Mehta

Drama Romance

સફરના સાથી -૨

સફરના સાથી -૨

3 mins
505

(આગળ આપણે જોયુ કે વિવાન સુહાની ને જોઈને તેની એક નજર નો દિવાનો થઈ જાય છે , હવે આગળ જોઈએ..)

ક્લાસ માં બધાં લેક્ચર પતી જાય છે.

સુહાની ની પ્રત્યે તેને એક અલગ ફિલીગ થાય છે જે તેને આજ સુધી ક્યારેય નહોતી થઈ ઘણી સારી છોકરીઓને જોઈને પણ.

પણ તે વિચારે છે સુહાની મારી સાથે મિત્રતા પણ કરશે કે નહિ???

બધા સાથે વાતો થયા પછી એટલી તો ખબર પડી હતી કે સુહાની એક અમીર કુટુંબ માં થી આવે છે છતાં તે સંસ્કારી,મહેનતુ અને હસમુખી છે.

જ્યારે વિવાન એક મિડલ ક્લાસમાંથી આવતો મહેનતુ,સંસ્કારી, મધ્યમ દેખાવડો પણ ઘાટીલો, મધ્યમ શરીર નોબાધો અને સારી હાઈટવાળો અને હેલ્પફુલ છોકરો હતો.

એટલે તેને આ બધા વિચારો સાઈડ માં રાખી શાંતિ થી સ્ટડી માં જ ધ્યાન રાખી પોતાના અને તેના માતા પિતા ના સપના પુરા કરવાનું નક્કી કર્યું.

પણ આતો કહેવાય છે ને કે નસીબમાં લખ્યું હોય તે થઈ ને જ રહે છે...

થોડા સમય માં કોલેજમાં તેમના પ્રેક્ટિકલ પણ સ્ટાટૅ થઈ ગયા. આ વખતે ની એમની ગોઠવણ પ્રમાણે સરનેમ પ્રમાણે સાથે થઈ.

મતલબ કે, વિવાન નુ પુરૂ નામ વિવાન મહેતા .....જ્યારે સુહાની મહેરા...

એટલે બધા ની નવાઈ સાથે વિવાન અને સુહાની સાથે એક બેચમાં તો ખરા પણ એક જ ટેબલ પર પ્રેક્ટિકલ પાર્ટનર તરીકે આવ્યા.

આ સાથે જ કેટલાય ના સપના તુટી ગયા કારણ કે દર વખતે ની જુની સિસ્ટમ પ્રમાણે નામ પ્રમાણે બેચ ની ગોઠવણ થતી હતી.

હવે તો વિવાન પ્રેક્ટિકલ ની જ રાહ જોતો હતો. બધાં છોકરાઓ તેને નસીબદાર કહેવા લાગ્યા અને ચીડવતા પણ ખરાં.

પ્રેક્ટિકલ ના પ્રથમ દિવસે સુહાની સાથે મળ્યા ત્યારે તેમની વચ્ચે હાય હેલ્લો અને નામ જેવી જ વાત થઈ પછી તો વિવાન પહેલાં આવીને સુહાની ની રાહ જુવે. થોડા સમયમાં તો એવું થતું કે સુહાની ને પણ વિવાન ના આવે ત્યાં સુધી ચેન ના પડતુ.

એક દિવસ સુહાની એ સામે થી જ તેની સાથે મિત્રતા માટે કહ્યુ, એટલે વિવાન તો બહુ ખુશ થઇ ગયો અને તેને હા પાડી.

બસ આમ ચાલતુ હતુ...વિવાન પ્રેક્ટિકલ માં પાવરફુલ હતો તેથી સુહાની ને બહુ મદદ કરતો તેની નોટ્સ પણ લખવા આપતો.

ધીમે ધીમે તે સુહાની ને સાચા દિલ થી ચાહવા લાગ્યો હતો પણ તે કહી શકતો નહોતો. કારણ કે તેને આ મિત્રતા સારી હતી એ જો સુહાની ના પાડે તો તુટી જવાનો ડર હતો.

સુહાની પણ ત્યાં ની ગલ્સૅ હોસ્ટેલ માં જ રહેતી હતી. પણ એનું ઘર પ્રમાણમાં નજીક હોવાથી દર મહિને ઘરે જતી રહેતી.

રજા માં ત્યારે વિવાન ને જરા પણ ના ગમતું.

વિવાન તો દુર રહેતો હોવાથી તે વધારે રજાઓ કે વેકેશન પડે ત્યારે જ ઘરે જતો.

સુહાની ઘરેથી આવે ત્યારે એને ભાવતી કચોરી અને હાડવો ઘરેથી બનાવી ને યાદ કરીને લઈ આવતી.તે તેની સાથે થોડું ખાઈ ને બાકીનો વિવાન ને જ ખાવા આપી દેતી.

હવે તે પોતાની દરેક વાત અને પ્રોબ્લેમ્સ વિવાન સાથે શેર કરતી. તેની પસંદ નાપસંદ નુ પણ ધ્યાન રાખતી.

પણ સુહાની માટે એ દોસ્તી હશે કે તેના દિલ માં પણ વિવાન માટે દોસ્તી થી વધારે કંઈક હશે???


આગળ નો ભાગ વાચો...સફરનો સાથી ભાગ-૩



Rate this content
Log in

Similar gujarati story from Drama