સફરના સાથી -૧
સફરના સાથી -૧


વિવાન આજે બહુ ખુશ હતો કારણ કે આજે તેનો કોલેજમાં પહેલો દિવસ હતો. સાથે થોડી ચિંતા પણ હતી કોલેજના નવા વાતાવરણમાં સેટ થવાનું અને ઘરથી દુર પણ રહેવાનું. એનુ મુખ્ય કારણ એ હતું એણે રિશફલિન્ગમાં આણંદ માં એક ફાર્મસી કોલેજમાં એડમિશન લીધું હતુ. એટલે ક્લાસ માં બધા સ્ટુડન્ટસ ના ગૢપ બની ગયા હોય.
આજે હોસ્ટેલમાં પણ બીજો જ દિવસ હતો. ગઈ કાલે બપોરે જ તે આવ્યો હતો. જો કે ત્યાં એક તેના સંબંધીનો દિકરો હતો એટલે હોસ્ટેલમાં તો વાધો ના આવ્યો. તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ ગયો. ને પછી દસ વાગ્યાની કોલેજ હતી એટલે ત્યાં પહોંચ્યો. જો કે હોસ્ટેલ અને કોલેજ એક જ કંમ્પાઉન્ડ મા હતી. ત્યાં જઈ એક છોકરા છોકરીઓનુ ગૃપ હતુ એમને ક્લાસનુ પુછ્યુ પહેલા વર્ષનો ક્લાસ પુછી ત્યાં ગયો. ત્યાં બધા સાથે વાતચીતને ઓળખાણ થઈ.થોડા દિવસમાં તો બે સારા મિત્રો પણ બની ગયા કશ્યપ અને મનન.
વિવાન તેમના બધા સાથે સેટ થઈ ગયો. એમના ક્લાસમાં જ એક છોકરી હતી સુહાની. તે લાબા સિલ્કી વાળ, થોડી બદામી આંખો, પાતળી કમર ને નમણી કાયા ને રૂપાળો વાન. આખી કોલેજના બધા જ છોકરા તેના દિવાના હતા. તેને સામે મળતા જ કોઈ તેને લાઈન મારવાનો ચાન્સ છોડતુ નહીં. વિવાને તેને આજે પહેલી વાર જોવાનો હતો કારણ કે એની તબિયત થોડી ખરાબ હતી એટલે એ અઠવાડિયા માટે ઘરે ગઈ હતી આજે સુહાની પાછી આવવાની હતી.
ક્લાસમાં બધાં જાણે તેના આવવાની રાહ જોઈ રહ્યાં હતા. ત્યાં જ સુહાનીને જોતા વિવાન તેની એક નજરનો દિવાનો થઈ ગયો.
પણ સુહાની તેને જોશે પણ ખરી કે બાકી છોકરાઓની જેમ તેને પણ નજર અંદાજ કરશે???
જાણવા માટે વાચો બીજો ભાગ..
(ક્રમશ:)