સફળતા
સફળતા


"સફળતા.".. સફળતા આ વાત..ધન, વૈભવ, કીર્તિ કે.. કોઈ.. સ્પર્ધાની સફળતાની નથી, એક સામાન્ય માણસની સીધી સાદી વાત છે.. દિવાળી ના દિવસો ચાલતા હતા. લોકો ખુશીઓ શોધતા અને આનંદ લેતા..આવા એક સેવા કરતા આનંદ લેતા એક યુવાન ની વાર્તા એટલે સફળતા. જિંદગી ની સાચી સફળતા. દિવાળી ના સાંજે હાઇવે પર ની બધી હોટલો અને રેસ્ટોરન્ટ માં ખુબ ભીડ હતી એવી એક હોટલમાં ચાર મિત્રો એ હસી મજાક કરતા કરતા પ્રવેશ કર્યો.. જે જોઈ ને અમુક વ્યક્તિઓ નું ધ્યાન ગયું.. આજ કાલ ના યુવાનો કેવા થઇ ગયા છે! "બસ આખો દિવસ ગપાટા અને હસી મજાક!!! " એક કોમેન્ટ. આ યુવાનો ભોજન કરી ને વાતચીતો કરતા છુટા પડ્યા. આ યુવાનો પર વારંવાર એક વ્યક્તિ નજર કરતી હતી. ઉત્સુકતા થી એ પણ આ યુવાનો પાછળ હોટલની બહાર નીકળ્યો. હોટલ ની બહાર આવી ને બધા મિત્રો છુટા પડ્યા પણ એક યુવાન હોટલમાં થોડી વાર બેસી રહ્યો. આ યુવાન ને આપણે જય ના નામે ઓળખીશું.
જય એક સીધો સાદો યુવાન થોડી વાર બેસી રહ્યા પછી જય હોટલની બહાર હોમ ડિલિવરી નું એક જુદું કાઉન્ટર હતું..તે જય આ કાઉન્ટર પાસે આવ્યો અને વીસ રોટી,બે. સબ્જી અને પુલાવ નો ઓર્ડર આપ્યો પાર્સલ માટે.. ઓર્ડર લેનાર વ્યક્તિ જાણે આ યુવાન જય ને ઓળખતો હોય તેમ એ બીજી વ્યક્તિ, જે આ બધું નિરીક્ષણ કરતો હતો, તેને લાગ્યું.. ઓર્ડર લેનાર વ્યક્તિ થોડું હસ્યો.. અને ઓર્ડર મુજબ નું પાર્સલ જય ને આપ્યું.. અને સાથે સાથે.એ બોલ્યો " આ એક કીલો નાનખટાઈ મારા તરફથી એ લોકો ને આપજો. હેપી દિવાલી ".. આ જોઈ ને એ ત્રાહીત વ્યક્તિ નું માથું ચકરાવા માંડ્યું..કે આ કંઈ ક જુદી પ્રકાર નો વ્યક્તિ (જય) લાગે છે. ફુડ પાર્સલ લઈ ને જય પોતાની બાઈક પાસે આવ્યો અને બાઈક લઈને નજીક ની ગરીબો ના ઝુંપડા પાસે આવ્યો. બાઈક નું હોર્ન વગાડી બુમ પાડી," મુન્ના, મુન્ની,રાજુ બહાર આવો." થોડી વારમાં સાત આઠ નાના બાળકો બહાર આવ્યા અને બોલ્યા ," ભૈયા આયા છે ". બાળકો સાથે તેમના મા-બાપ પણ બહાર આવ્યા. અને તે બધા ના આંખ માં ઝળહળિયા આવી ગયા કે દિવાળી જેવા તહેવારો માં પણ આ ભાઇ અમારા બાળકો માટે ભોજન લાવ્યો છે. જયે ફુડ પાર્સલ એમાંના વડીલ ને આપી ને કહ્યુ બધા સંપી ને જમી લેજો અને જરૂર પડે તો મને યાદ કરજો.. હેપી દિવાલી"..જય ના મુખ પર અત્યંત પ્રસન્નતા દેખાતી હતી.
આ દ્રશ્ય પેલી અજાણી વ્યક્તિ જોતી હતી તે જય ના કર્મ થી ખુશ થયો. અને દિવાળી ની રજાઓ પછીના દિવસે પ્રગટ થયેલા સમાચાર પત્ર (ન્યુઝ પેપર) માં શહેર ના સમાચારમાં એક સમાચાર હતા.. સફળતા ફક્ત ધન, વૈભવ, કીર્તિ, અભ્યાસ કે કારકિર્દીની જ નથી હોતી.. સફળતા માનવની તહેવા માં ખુશી વહેંચવાની અને માનવતા સેવામાં પણ હોય છે, આવા એક અજાણ્યા યુવાનની આ વાત છેજે તહેવારમાં પોતાની ખુશીઓ આ રીતે વ્યક્ત કરે છે. ન્યુઝ માં આખી વાતની રજુઆત કરી ને આખરે પત્રકારે લખ્યું હતું." આપ પણ પોતાની ખુશીઓ આપના ઘર પાસે આવેલી ગરીબ બસ્તી માં વહેંચી શકો છો અથવા અન્ય રીતે પણ કરી શકો છો. સાથે સાથે આવા બાળકોના અભ્યાસની જવાબદારી લઈ ને પણ આપણા અંદરના માણસ ને જગાડીને માનવતાનું કામ કરીએ સાચી સફળતા આજ છે. થેન્ક્સ એ અજાણ્યા યુવાન ને !"