Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Rahul Makwana

Inspirational


5.0  

Rahul Makwana

Inspirational


સફળતા

સફળતા

3 mins 698 3 mins 698

મિત્રો, આપણે બધાંએ કોઈને કોઈ સપનાં જોયેલાં જ હોય છે, અને એ સપનાઓ પૂરા કરવાં માટે આપણે અથાગ મહેનત પણ કરતાં હોઈએ છીએ, પછી ભલે એ સપનું આપણી જોબ, આપણું મકાન, આપણું બાઇક કે પછી આપણી કાર વગેરેનું હોઈ શકે છે..! અને જ્યારે આ ખુલ્લી આંખે જોયેલાં સપનાં સાચા પડે ત્યારે તેનો આનંદ અનેરો અને અનહદ હોય છે.


મે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મારી નોકરી જોઈન કરી, ત્યારે મેં પણ આવી જ રીતે ઘણાં સપનાઓ જોયેલાં હતાં, જેમ કે મને બાઇક રાઈડિંગનો ખુબજ શોખ છે..આથી રોયલ એનફીલ્ડ (બુલેટ) એ મારી પસંદગીની બાઇક છે..આ ઉપરાંત મેં એવું પણ એક સ્વપ્ન જોયેલ હતું કે મારી પાસે એક શાનદાર લક્ઝુરિયસ સેવન સીટર કાર હોય, આમ આ બે મારા પોતાનાં સપનાં હતાં. ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યાં, અને મારા સપનાઓ પણ પસાર થતાં સમયની સાથે દ્રઢ બનતાં ગયાં, અને આ સપનાઓ પૂરા કરવાં માટે હું દિવસ રાત જોયાં વગર જ અથાગ મહેનત કરવાં લાગ્યો, નવાં - નવાં ઇન્કમના સ્ત્રોત શોધતો ગયો.!


અંતે 29 જુલાઈ 2017 એટલે કે મારા જન્મદિવસ પર મારું પહેલું સપનું એટલે કે રોયલ એનફીલ્ડ લેવું એ સાચું પડ્યુ...અને એ સમયે મારા જન્મદિવસની ઉજવણીનો આનંદ જાણે ડબલ થઈ ગયો હોય તેવું મને લાગી રહ્યું હતું.મેં બે સપનાં જોયેલ હતાં જેમાંથી એક સપનું પૂરું કરતાં મને ત્રણ વર્ષ જેટલો સમય વીત્યો હતો, સમય ભલે ત્રણ વર્ષ જેટલો વીત્યો એનો મને કોઈ વસવસો ન હતું...પરંતુ ઉલ્ટાનો આનંદ હતો કે મેં જોયેલ એક સપનું સાચું પડ્યું.


ત્યારબાદ 12 ડિસેમ્બર 2019 ના રોજ મારું બીજું સપનું એટલે કે મારી પાસે એક લક્ઝુરિયસ આલીશાન સેવન સીટર કાર હોય તે સપનું પણ પૂર્ણ થયું.આ દિવસે મેં રેનોલ્ડ કંપનીની ટ્રાઇબર કાર ખરીદી.આમ મેં જોયેલ બીજું સપનું પણ સાચું પડયું. આમ મેં જોયેલાં બંને સપનાઓ અંતે સાકાર થયાં.


આ બંને સપનાઓ સાકાર થયાં તો તેના માટે મારી અથાગ મહેનત, મારા પત્નીનો સપોર્ટ, ઉપરાંત મારા માતા-પિતાનાં આશીર્વાદ, પરિવારનાં તથા બધા મિત્રોનાં પ્રેમ વગેરે પરિબળો જવાબદાર છે..!


મિત્રો, આપણી સોસાયટીમાં અમુક એવાં લોકો પણ હોય છે, જે આપણી આ સફળતાથી ઇર્ષા અનુભવતા હોય છે, અને આપણને કેમ પછાડી પાડવા તેના વિશે જ વિચારતાં હોય છે, આ ઉપરાંત બધાં લોકો તમારી સફળતાનાં ગુણગાન ગાશે, વખાણ કરશે. કદાચ તમારા જેવાં પણ બનવા માંગશે. પરંતુ તમે અહીં સુધી પહોંચવા માટે કેટ-કેટલી અથાગ મહેનત, શરૂઆતમાં મળેલ નિષ્ફળતા, આપેલ ઘણાં બધાં બલિદાનો, ભૂખ અને તરસ ભૂલીને કરેલ અથાગ મહેનત વગેરે કોઈ જોઈતું જ નથી.


મિત્રો, સપના દરેકે જોવા જ જોઈએ એમાં કાંઈ ખોટું નથી પરંતુ સપનાં ત્યારે જ જોવાં જ્યારે એ બધાં સપનાનો પૂરા કરવાં માટે તમારા શરીરમાં એક ખૂન્નસ કે ઝનૂન હોય,.

"સપનાઓ એ નથી કે જે તમે રાતે ઊંઘમાં જોવો છો,...!

સપનાં એ છે કે જે તમને રાતે શાંતિથી સુવા નાં દે...!


દરેકે સપના જોવા જ જોઈએ જો કંઈક સપનાઓ જોયેલા હશે તો જ તે તમે એ બધાં સપનાનો પૂરા કરવાં માટે વધુને વધુ મહેનત કરશો...જેમ મારા સપનાઓ પણ સાચા પડ્યાં તેમ તમારા પણ સપનાંઓ સાચા પડશે જ તે જરૂર છે તો માત્ર અથાગ મહેનત, અને ધીરજની.અંતે એ દિવસ પણ આવશે જે દિવસે તમે તમારી સગી આંખે તમારા સપનાઓ સાકાર થતાં જોઈ રહ્યાં હશો...ત્યારે થતો આનંદ ખરેખર અદભુત, અનહદ, અપાર અને અવિસ્મરણીય હોય છે.સાથે - સાથે એક બીજી વસ્તુ પણ મગજમાં હંમેશા યાદ રાખવી કે ભલે આપણાં સપનાઓ સાકાર થતાં - થતાં વર્ષો પણ વીતી જાય...પરંતુ ક્યારેય આપણાં સપનાઓ પૂરા કરવાં માટે શોર્ટ કટ ન અપનાવવો. કારણ કે બની શકે કે શોર્ટ કટ રસ્તા દ્વારા સાકાર કરેલાં સપનાઓનો આનંદ ક્ષણિક કે હંગામી હોય શકે.!


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Inspirational