સફાઈ
સફાઈ
જયહિંદના નારા સાથે સભા બરખાસ્ત કરી મંત્રી મહોદય સરકીટ હાઉસ પહોંચ્યા.
હું પણ સમાંતર ચાલી સહેજ ઊંચી લહેર ઉઠાવીને એમના શાનદાર રુમમાં પ્રગટ થઈ. એ હક્કાબક્કા થઈ ગયા.
ગ્લાસ હલી ગયો.
"કોણ?"
“જેના નામે મત ભેગા કરો છો એને ન ઓળખી?”
"ગંગા?”
“હા ગંગા”
“અરે, જા રે! બહુરુપીયણ."
"બહરુપી તો તમે બધા. યુગયુગાંતરથી મને મેલી કરતાં આવો છો અને ચૂંટણી વખતે મારી સફાઇના બણગાં ફુંકીને જીતો છો ને પ્રજાને પ
ૈસે મજા કરો છો!"
“હાસ્તો! કેટલી જવાબદારી ઉઠાવું છું તો મજાય કરું ને! મજા માટે ગમે તે કરું. મારી જિંદગીનો એક દિવસ જીવી જો. મજા આવશે તને અને ખબર પડશે કે દેશની જવાબદારી શું કહેવાય!"
"તારી જિંદગીનો નહીં, મારી જિંદગીનો એક દિવસ તું જીવી જો. તારે તો અવનવી મજા જોઈએને! શ્વાસ રૂંધાય એવી પ્રદૂષિત, લીલ-શેવાળ અને મૃત માનવદેહથી ખદબદતી મારી લહેરો સાથે તને મજા આવશે."
વળતી પળે એક ચમકારો થયો ને અદભૂત ઘટના ઘટી.
"મેં ધરતીની સફાઈ શરુ કરી હતી.."