Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

સોનેરી સપના

સોનેરી સપના

1 min
441


સપનાં દરેક સજાવતા હોય છે. પણ દરેકનાં પૂરા નથી થતાં. કેયા એવી જ અલ્લડ છોકરી છે. જેને કવિતાઓનો શોખ છે. લગ્ન પછી પોતાનાં શોખ માટે ચિંતિત હતી. ઘરનાં લોકોનાં સાથથી , પતિના પ્રેમથી કેયા પોતાનાં શોખ પૂરા કરે છે. તે અહીં વાર્તામાં વર્ણન કર્યું છે.

રચના: પતંગિયાની જેમ હસતી, રમતી કેયા કવિતાઓ અને ગઝલોની શોખીન હતી. કોલેજમાં હતી ત્યારે કેટલાય કવિ સંમેલનમાં ભાગ લેતી અને ઘણાં ઈનામો જીતતી. સપનાઓ પૂરા કરવા ઊંચા આકાશમાં ઉડવું એ કેયાની ઈચ્છા હતી.

લગ્ન કરી કેયુરનાં ઘરમાં આવી. સંયુક્ત કુટુંબમાં પોતાનાં શોખ પુરા કરી શકશે કે નહી ! એ કેયાને ચિંતા હતી. પણ અહીં ઘરમાં કેયાની સાથે સાથે તેનાં શોખને પણ અપનાવી લીધાં. સાસુમા તેને ઘરકામમાં મદદ કરતાં જેથી કેયાને લખવાનો સમય મળે. સસરાજી હંમેશા કેયાની કવિતાઓની વાહ વાહ ! કરી તેને પ્રોત્સાહન આપતાં. કેયુરનાં સાથ અને પ્રેમનાં કારણે કેયાને આજે સાહિત્ય અકાદમી દ્વારા મુખ્યમંત્રીનાં હસ્તે શ્રેષ્ઠ કવિયત્રીનો એવોર્ડ મળવાનો હતો. 

સ્ટેજ પર હાથમાં એવોર્ડ લઇ આંખોમાં આંસું સાથે કેયા પોતાની લખેલી કવિતા ગાય છે.


ઉડવું હતું મારે આકાશમાં,

સપનાઓ પૂરા કરવા,

સપનાઓ પુરા થયાં સિંદુર વરણી

આભમાં કલરવ કરતાં પંખીઓ

નાચું છું મસ્ત બની

સોનેરી ગગનમાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational