STORYMIRROR

Jagruti Kaila

Crime Thriller Others

4  

Jagruti Kaila

Crime Thriller Others

સનસનીખેજ ખબર

સનસનીખેજ ખબર

2 mins
216

"હે ભગવાન, મારી દીકરીનું શું થશે ? રક્ષા કરજે. હાય રે ! મારી ફૂલ જેવી દીકરી." મમતાબેન રડતાં રડતાં બોલતાં હતાં અને ચિંતામાં પ્રભુને વારેવારે વિનંતી કરતાં હતાં.

મમતાબેનની દીકરી એટલે ઝંખના. અવર્ણનીય રૂપસુંદરી. એને મેળવવાની ઝંખના દરેકની રહેતી. જેવું રૂપ એવો જ સૌમ્ય સ્વભાવ. અભિમાન રહિત. ઝંખનાની આ હાલત કોણે કરી હશે ? એ જ વિચાર બધાને સતાવતો હતો.

દરેક પેપર અને શેરી ગલીએ એક જ વાત હતી. ઝંખના પર એસિડ એટેક કોણે કર્યો ? એક તરફી પ્રેમ કે અન્ય કોઈ કારણ ? ઝંખનાની હાલત કેવી હશે ? શું થશે ? આ સવાલ ખતમ જ નહોતા થતાં.

ઘટના સ્થળની તપાસ કરતાં, બનાવની નજીકમાં નજીક સીસી ટી.વી. ફુટેજ ચેક કરતાં જે વાત બહાર આવી તે અતિ ચોંકાવનારી હતી. આ વાત પર કોઈને વિશ્વાસ જ ન આવે. જે વ્યક્તિ સતત ઝંખનાનો પડછાયો બની રહેતી હતી. જે સતત ઝંખના માટે પ્રાર્થના કરતી હતી એ જ વ્યક્તિ...શું આ શક્ય હતું !

હવે, વિચારો, જેના પર પ્રાણથી પણ વધુ વિશ્વાસ કર્યો હોય એ પ્રાણઘાતક બને, તો ? બધા એ જ વિચારતાં હતાં કે ઝંખનાને ઘાવ કરતાં વિશ્વાસઘાત વધુ પીડા આપશે.

ત્રણ ચાર દિવસ પછી ઝંખનની પીડા થોડી હળવી બની. એટલું સારું હતું કે પોતાના હાથથી ચહેરો ઢાંકવાથી ચહેરા પર ઘા અને ડાઘ ઓછા હતાં. પણ, હાથ અને શરીર પરના ઘાવ ઊંડાં હતાં. જ્યારે એને જાણ્યું કે પોતાના પર એટૅક કરનાર પોતાની જ બેસ્ટ ફ્રેન્ડ કામિની હતી. તો એને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો.

પોલિસે પૂછપરછ કરતાં કામિનીએ અંતે પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું,"હા, મે જ ઝંખના પર એટૅક કર્યો. કેમ ન કરું ! બ્યુટિક્વિન કોમ્પિટિશનમાં રનર અપ હું અને ઝંખના બ્યુટિક્વીન, પરીક્ષાના પરિણામમાં કોલૅજ સેકન્ડ હું અને કોલૅજ ફસ્ટ ઝંખના. અરે ! હદ તો ત્યારે થઈ જ્યારે મારા સગપણની વાત નક્કી જ હતી એ કેન્સલ થઈ કારણ એમને ઝંખના વધુ પસંદ આવી. પણ, ગુસ્સા અને ઈર્ષાના આવેશમાં હું ભૂલી કે અપરાધ કે અપરાધી કાયમ માટે ગુપ્ત રહેતાં નથી."

બીજા દિવસના પેપરની સનસનીખેજ ખબર હતી એક મિત્રતા આવી પણ.


Rate this content
Log in

Similar gujarati story from Crime