STORYMIRROR

Jagruti Kaila

Drama Tragedy Action

3  

Jagruti Kaila

Drama Tragedy Action

પુનર્જન્મ

પુનર્જન્મ

1 min
177

"ઓહ..! મમ્મી ફરી તું ચાલું થઈ ગઈ ? હું એક જ વિષયમાં ફેલ છું, અને હા.. જિંદગી પૂરી નથી થઈ, તો પ્લીઝ તારુ સો ઓલ્ડ લેક્ચર બંધ કર." નવ્યાની આવી વાત સાંભળી એના મમ્મી એ કહ્યું, "આ લેક્ચર નથી, આ પરીક્ષાનું જ નહીં પરંતુ પૂરી જિંદગી માટે પરિણામ બની શકે છે જો તું આમ જ જીવનશૈલી અપનાવીશ તો.."

મમ્મીની વાત સાંભળી નવ્યાએ રૂમમાં જઈને ધડામથી દરવાજો બંધ કર્યો, નવ્યા હમણાંંથી એકદમ બદલાઈ ગઈ હતી. હરવું, ફરવું અને મોબાઈલમાં મસ્ત રહેવું એ જ તો એની જીવનશૈલી બની ગઈ હતી.

એક દિવસ નવ્યાના રૂમમાં છેલ્લાં શ્વાસ લેતો નવ્યાનો દેહ અને સ્યુસાઇડ નોટ મળી, એમાં લખ્યું હતું, "મને માફ કરજે મમ્મી, તું સાચી હતી, મારી જીવનશૈલીનું પરિણામ મને મળી ગયું છે, મારા બોયફ્રેન્ડે મારી સાથે હરી ફરી બધા ડે ઉજવી લીધા, અને હવે મારે અંતિમ દિવસ ઉજવવાનો દિવસ આવી ગયો છે."

નવ્યાને હોસ્પિટલમાં ખસેડાઈ અને એનું પરિણામ આજે એ હતું કે એના માતા પિતાની માટે ફરી એ જ જુની નવ્યાનો પુનર્જન્મ થયો હતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama