STORYMIRROR

Jagruti Kaila

Inspirational Others

3  

Jagruti Kaila

Inspirational Others

પડકાર

પડકાર

1 min
189

નીલુ પરણીને સાસરે આવી અને થોડા સમય પછી એક્સિડન્ટમાં એક હાથ કપાઈ ગયો. સાસરિયાએ થોડાં દિવસો પછી જ કહીં દીધું , "અમારે આવી વહું ન ચાલે, તમારી દીકરી તમારા ઘરે. "

નીલું માટે આ આઘાત પર આઘાત સહન કરવા કઠિન થઈ ગયા, અને નીલુના ટેન્શનમાં એનાં પિતા એટેક આવતાં મૃત્યુ પામ્યા. પણ નીલુ એ જિંદગીનાં હર એક પડકારનો સ્વીકાર કર્યો.

ડોક્ટર બનીને ગરીબ પરિવારોની સેવા કરવાનું નક્કી કર્યું. થોડા વર્ષો પછી પોતાની દવાખાનાનાં બિછાને પોતાના ભૂતપૂર્વ પતિને દયનીય દર્દીની હાલતમાં જોઈને હતપ્રભ થઈ ગઈ એને મનોવ્યથા ખંખેરી એક કિડનીદાતા માટે જરૂરી ચેક અપ માટે પોતાનું નામ લખાવી બીજા એક પડકાર માટે તૈયાર થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational