Dr.Riddhi Mehta

Drama Thriller

5.0  

Dr.Riddhi Mehta

Drama Thriller

સંગ રહે સાજનનો - ૨૭

સંગ રહે સાજનનો - ૨૭

6 mins
403


વિશાખા આજે બહું ખુશ છે. તેના મમ્મી આજે તેના લગ્ન પછી બીજી વાર અહીં આવી રહ્યા છે અને પાછા એ પણ તેની સાથે રહેવા. વિરાટે કહ્યું હતુંં કે તે સાજે આવીને તેના મમ્મીને લઈ આવશે તેમના આવવાના સમયે.

તે વિરાટને યાદ કરાવવા ફોન કરે છે કે તે જલ્દી આવી જાય લેવા જવાનું છે તો. પણ એક રીગ વાગે છે ત્યાં જ ફોન કટ થઈ જાય છે. વિશાખા વિચારે છે કદાચ કામમાં હશે એટલે કાપ્યો હશે એટલે પછી ફોન કરશે સામેથી વિચારીને તે કામમાં લાગી જાય છે....

 

***


આયુષી એક છોકરી થઈને અત્યારે વિરાટને પામવા એટલી હદે પાગલ બની ગઈ છે કે બસ તેને કંઈ દેખાતું નથી. તે એક વાર આવેલો વિશાખા નો ફોન કટ કરી દે છે અને પછી તો મોબાઈલ બંધ જ કરી દે છે.

અને બસ તે વિરાટની એટલી નિકટ આવી ગઈ છે તે હવે શુંં કરશે તેને પણ સમજાતું નથી. વિરાટના હોઠો પર હોઠ રાખતા જ તે પણ એક પુરુષ સહજ ચેષ્ઠાથી ઉતેજીત થઈને કંઈ કરવા જાય ત્યાં જ તેને સામે આયુષી દેખાતા તે પરાણે ઉભો થાય છે અને તેને ધક્કો મારે છે.

આયુષી ફરી તેને પકડે છે ત્યાં જ બહારથી કોઈ ખખડાવે છે ત્યારે આયુષી બોલે છે બહારથી તો બંધ છે તો કોઈને કેમ ખબર કે આપણે અંદર છીએ. આ બધુ સાભળતા જ વિરાટને થોડું સરખુ ભાન આવતા તે જલ્દીથી દરવાજો ખોલવા જાય છે પણ નજીક જુએ છે કે દરવાજો અંદરથી તો ખુલ્લો જ છે.અને એ સાથે જ દરવાજો ખુલે છે. તો બહાર બીજું કોઈ નહી પણ પ્રેમલતા હતી.

આયુષી : મમ્મીજી તમે અહીં ?

પ્રેમલતા : કેમ મારો દીકરો તારો ના થયો ? તારો પ્રેમ ઓછો પડ્યો ?

સવારે તો પ્રેમલતા બહું સારી વાત કરતી હતી અને અત્યારે તો તે કંઈક અલગ અંદાજમા જ વાત કરી રહી છે.

પ્રેમલતા : તને શુંં લાગ્યું કે હું મારા દીકરાની જિંદગી ખરાબ કરીશ એ પણ તારી વાતમાં આવી જઈને...સવારે તારા જોડે વાત થયા પછી જ ખબર પડી ગઈ હતી કે તું નક્કી કોઈ આવી હરકત કરીશ જ. એટલે જ હું અહીંયા આવી ગઈ હતી શુંટિંગ પતે એ પહેલાં જ.

આયુષી હજુ પણ કંઈ અસર ના હોય તેમ...બેફિકરાઈથી કહે છે, હું એટલી પાગલ થોડી છું... મારી પાસે કહેવા માટે અને દુનિયા સામે બતાવવા માટે બસ.....આ એક બંધ રૂમમા અમારી વચ્ચે શુંં થયું તમને ખબર છે ?

તમે જો કંઈ આડુંઅવળું કરશો તો હું કહીશ કે વિરાટે મને સામેથી બોલાવી હતી. તેને હું પસંદ હતી એટલે. અને એવી પણ બાજી રમી દઈશ કે વિરાટે પરાણે મારી સાથે લગ્ન કરવા પડે...

એટલામાં જ પાછળથી આ બધુ સાંભળી રહેલા સમય અને વિશાખા ત્યાં આવે છે.


વિશાખા : તું એવી તો શું બાજી રમીશ કે વિરાટ તારા થશે ? અને હું સમાજની સામે તેની પત્ની છું અને તેના બાળકની માતા પણ બનવાની છું. મને દીદી કહેતા તારી જીભ સુકાતી નહોતી અને હવે આ બધુ ? શુંં એ એક નાટક હતું ?

વિરાટ : (થોડું સંકોચ સાથે) વિશું મને સાચે ખબર નથી કે શુંં થયુ...હું તને ક્યારેય દગો ના આપુ. આયુષી આવુ કરશે એવુ તો મે ક્યારેય વિચાર્યું જ નહોતુંં. હું તેની મમ્મીની બિમારી અને તે એકલી હોવાથી હું તેની સામે સહાનુભુતિ રાખી તેને આટલું રાખતો હતો.

વિશાખા : અમને બધી જ ખબર છે. તમે ચિંતા ન કરો. તમારો કોઈ વાંક નથી. એની સાચી સચ્ચાઈ તો હજુ તમને ખબર જ નથી. એ અમે તમને પછી કહીશુંં .

આયુષી : મને ક્યારેય હારવાની આદત નથી....કાલે બધા ન્યુઝપેપર વાંચી લેજો પહેલાં.

પ્રેમલતા : એક મિનિટ ઉભી રહે ફક્ત.......

અને સમય એ રૂમમાં રહેલા કેમેરાનુ વિડીયો રેકોર્ડિંગ લઈ આવે છે. અને તે આયુષી ને બતાવે છે...આ વિડીયો જોતા આયુષી ને પોતાને શરમ આવી જાય છે કે વિરાટે આ બધુ નહી તેણે વિરાટ સાથે કર્યું હતું પણ તે ફાવી નહી.


જેમ તે આ બધુ પ્લાન કર્યુ તેમ આ બધુ પણ અમારા પ્લાનનો હિસ્સો હતો...હવે કાલે સવારે અમે બધુ જોઈશુંં ન્યુઝપેપરમાં...

આયુષી હવે બરાબર ફસાઈ હતી...પણ તે તેની દુષ્ટતા થોડી છોડે...કહે છે હવે જોઉ છું તારો આલ્બમ કેમ પૂરો થાય છે... કહેતી ત્યાથી જતી રહે છે......

બધા ત્યાથી ઘરે જવા નીકળે છે.

સમય : ભાભી અત્યારે વિરાટને સીધો ઘરે લઈ જાઓ. હું તમારા મમ્મી ને ઘરે લઈ આવું છું....

 

**


ઘરે જઈને બધા શાંતિથી બેસે છે. વિરાટ તો હજુ સમજી નથી શકતો કે આ બધુ શુંં થઈ રહ્યુ છે.

પ્રેમલતા વિરાટને આયુષીની સચ્ચાઈ, તે કોની દીકરી છે, તથા ધનરાજ તેને નિર્વાણ ને આપેલો દગો , રવિરાજ અને નંદિનીના સંબંધોની બધી જ વાત કરે છે.

અમુક વાતો તો એવી પણ હતી કે જે હજુ વિશાખાને પણ હાલ જ ખબર પડી.

વિરાટ : આટલું બધુ થઈ ગયું મમ્મી મને કંઈ ખબર જ નથી. હું આટલી વાતમાં આટલો હેરાન થઈ ગયો છું તો નિર્વાણભાઈની શુંં સ્થિતિ હશે ?

વિશાખા : અરે આપણે એ તો ભુલી ગયા તેમને પણ અહીં બોલાવી લઈએ.

પ્રેમલતા : એ પહેલાં તો ના પાડતો હતો તેને એકલા રહેવુ હતું સાથે કદાચ તેને આટલું બધુ થયા પછી બધા સામે આવતા થોડો સંકોચ થતો હતો. પણ પછી થોડું મે કીધુ એટલે હા પાડી એટલે તારા પપ્પા એને લઈને આવે છે. તે બધા સાથે આવશે તો તેને પણ સારું લાગશે.

આ વાતો ચાલતી હોય છે એટલામાં જ ડોરબેલ વાગે છે અને વિશાખા દરવાજો ખોલે છે ત્યાં જ તેની મમ્મી ને જોઈને તે ખુશ થઈ જાય છે. અને પાછળ જુએ છે તો વધારે ખુશ થઈ જાય છે અને કહે છે પાયલદીદી તમે ? અને તેને ભેટી પડે છે. પાછળ સમય પણ હોય છે.

પછી બધા અંદર આવે છે. અને વિશાખા પાયલની ઓળખાણ આપે છે...કે એ તેની કાકાની દીકરી છે. અને તે અમદાવાદ જોબ કરે છે એટલે વિશાખાના પપ્પાના ઘરે જ રહે છે. પણ અત્યારે તેને થોડા દિવસની રજા હતી એટલે અહી આવી છે.

થોડી વારમાં નિર્વાણ અને નિવેશશેઠ આવે છે. પ્રેમલતાએ તેમના કુકને અહીં બોલાવી દીધો હતો એટલે રસોઈ તો તૈયાર હોવાથી બધા સાથે મળીને જમે છે....આજે બહું દિવસ બાદ બધા સાથે હોવાથી નિવેશ બહું ખુશ થઈ જાય છે.

આ બાજુ પ્રેમલતા મનમાં વિચારે કે નંદિનીને બહું જલ્દી નિર્વાણની જિંદગીમાથી દૂર કરવી પડશે.... અને ધનરાજ અને આયુષી ને પણ પરિવારથી દૂર કરવા પડશે.


 ***


નંદિની રાત્રે બહું વાર નિર્વાણ ને ફોન કરી ચુકી હતી પણ કોઈ ફોન ઉઠાવતું નથી. રાત્રે પણ નિર્વાણ કે કોઈ ઘરે આવ્યુ નહોતુંં. તે સવારે વિચારે છે કે ક્યાં ગયા હશે બધા...

તે રવિરાજ ને સવારે ફોન કરે છે , મને ચિંતા થાય છે કે આપણા ધારણા પહેલાં નિર્વાણ ને આ બધી વાતની જાણ થઈ ગઈ છે...

રવિરાજ તો હજુ શરાબના નશામાંથી પુરો ભાનમાં પણ નહોતો. તે કહે છે હવે એ ભૂલી જા એ નિર્વાણ ને...હવે તો તું અને હું...

નંદિની રવિરાજ ને આવી રીતે વાત કરતા સાભળીને ફોન મુકી દે છે. આજે નિર્વાણની ગેરહાજરીમાં તેને એની કિંમત સમજાઈ રહી છે. પણ તેને રવિરાજ નો મોહ છુટતો નથી...અને નિર્વાણની સાદગીને તે અપનાવી શકતી નથી.

હજુ સુધી તો નિર્વાણ ને જાણ નહોતી એટલે તેની પત્ની અને રવિરાજની પ્રેમિકા તરીકે સાત વર્ષથી આમ ચલાવતી હતી. નિર્વાણ સાથે રહીને તેને સમાજમાં માન મોભો મળતો અને રવિરાજ સાથે તેની ઈચ્છાઓ અને મોજશોખ સંતોષાતા.

એમ તો નિર્વાણમા કોઈ ખોટ નહોતી પણ નંદિનીની બેફામ એશોઆરામ વાળી લાઈફમા તેને બહું રસ નહોતો.

આજે તે મુઝવણમા છે કે તેને હવે તો નિર્વાણ અને રવિરાજ બેમાંથી કોઈની પસંદગી કરવી પડશે....અને નિર્વાણ તેને અપનાવશે કે નહી તે તો બહું મોટો સવાલ છે... તે બહું ચિંતા મા આવી જાય છે..

આમ તો ખુશીની વાત છે કે નિર્વાણ ને ખબર પડતા તે છોડી દેશે તેને અને રવિરાજ સાથે લગ્ન માટે તેને મોકળો માર્ગ મળી જશે કારણ કે રવિરાજે તો લગ્ન કર્યા નહોતા... છતાં તે વિચારે છે કે મને નિર્વાણને છોડવામાં ખુશી કેમ નથી થતી આજે......?


શુંં નિર્વાણ ફરીથી નંદિનીને અપનાવશે ? અને નંદિનીનો શુંં હશે નિર્ણય ? આયુષી વિરાટની જિંદગીમાથી જતી રહેશે ? પ્રેમલતા શુંં કરશે આગળ ?

તમારા બધા સવાલોના જવાબ જાણવા માટે બસ વાચો , અંતિમ ભાગ- સંગ રહે સાજનનો - 28



Rate this content
Log in

Similar gujarati story from Drama