Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Drama Romance Thriller


5.0  

Dr.Riddhi Mehta

Drama Romance Thriller


સંગ રહે સાજનનો - ૨૫

સંગ રહે સાજનનો - ૨૫

6 mins 431 6 mins 431

આયુષી ના ત્યાંથી જતા જ સમય પ્રેમલતા પાસે આવે છે.

પ્રેમલતા : ભગવાનનો લાખ લાખ ઉપકાર છે કે આ બધુ અનર્થ થાય એ પહેલાં મારી આંખો ઉઘાડી દીધી...નહી તો કદાચ આજે બધુ અનર્થ હું મારા હાથે જ કરત...મારા દીકરાની જિંદગી ઉજાડી દેત.

સમય : શું થયું આન્ટી કેમ આવુ કહો છો ? આયુષી તમારી સાથે કેમ વાત કરવા આવી હતી ? આટલી બધી શું વાત કરી એણે ?

પ્રેમલતા તેને આયુષી એ કહેલી બધી વાત જણાવે છે. અને કહે છે કદાચ મે અત્યારે વિશાખા ને મારી વહું તરીકે ન સ્વીકારી હોત તો કદાચ હું આ માટે રખે ને તૈયાર થઈ જાત તો....અને અને બીજું મને સમયસર તેની બધી જાણ થઈ ગઈ હતી...અને છેલ્લે તે આજે ફોન કરીને જણાવ્યું કે આ કોઈ ઈશા નહીં પણ ધનરાજની દીકરી આયુષી જ છે...નહીંતર ના થવાનું થઈ જાત....

મે તેની વાત હાલ સ્વીકારી છે જેથી તેનો આગળનો પ્લાન જાણી શકાય અને તેને એ ન થવા માટે આપણે ચોક્કસ પ્રયાસ કરી શકાય.

સમય : હવે આગળ શું કરવાની છે એ તેને કંઈ કહ્યું ??

પ્રેમલતા : ના એ ફોન કરીને કહેશે એવું કહ્યું છે... પણ હવે મારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એને કોઈ પણ રીતે જાણ ના થવી જોઈએ હું હવે વિરાટ અને વિશાખાની સાથે છું.

સમય : પણ તમે ત્યાં જાવ એ ખબર પડે કદાચ વિરાટ જ બોલી જાય કે મમ્મી એમની સાથે છે તો ?? જો કે વિરાટ મારા સિવાય કોઈની સાથે તમારા ઘરની વાત કરતો નથી.

પ્રેમલતા : હું થોડા દિવસ એના ઘરે નહી જાઉ. પણ વિશાખાની તબિયત હમણાં એટલી સારી રહેતી નથી એટલે હું તેને એકલી પણ રાખવા નથી માગતી અત્યારે. પણ મને એક વિચાર આવે છે...

સમય : શું ??

પ્રેમલતા : એક મિનિટ....તે એક નંબર પર ફોન કરે છે....મિતાબેન બોલો છો ??...હું પ્રેમલતા...વિશાખાની સાસુ...

આ મિતાબેન બીજું કોઈ નહી પણ વિશાખાની મમ્મી હતા. તે બે વર્ષમા પહેલી વાર તેની સાથે વાત કરી રહ્યા છે. તેમને એટલી તો વિશાખા સાથે ફોન પર વાત થતાં ખબર પડી હતી કે તેઓએ હવે વિશાખા ને સ્વીકારી દીધી છે વહું તરીકે પણ આજે ફોન આવતા સામેથી તેના મમ્મી ને નવાઈ લાગે છે.

પ્રેમલતા : થોડી નોર્મલ વાતચીત કરીને કહે છે, તમે થોડા દિવસ અમદાવાદ આવી શકશો વિશાખા ની તબિયત સારી નથી તો એની સાથે રહેવા... આમ તો હું રોજ જાઉ છું પણ મારે થોડું કામ હોવાથી હું ત્યાં જઈ શકુ એમ નથી તો જો તમારી અનુકુળતા હોય તો....

મિતાબેન : હા...ચોક્કસ બહું દિવસ તો નહી રોકાઈ શકુ પણ થોડા દિવસ ચોક્કસ આવીશ. હું તેના પપ્પા સાથે વાત કરીને કાલે જ આવવાનો પ્રયત્ન કરૂ છું.

સમય : ચાલો આન્ટી એક તો સોલ્યુશન થઈ ગયું પણ હવે આયુષીના ફોન મુજબ આપણે આગળનો પ્લાન કરીએ.


***


નિર્વાણ નંદિનીને આવી રીતે જોઈને ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયો છે...સાથે જ એક પોતાની લાચારી અનુભવી રહ્યો છે કે મે જેના પર વિશ્વાસ કરીને મારા પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો અને એ જ આજે બીજા સાથે....

છતાં મહાપરાણે તેની જાતને હિંમત આપીને તે અંદર જાય છે. ત્યાં નંદિની આવી રીતે નિર્વાણ ને અચાનક આવેલો જોઈને તેની ચોરી પકડાઈ ગઈ હોવાથી તે જાણે કંઈ થયું જ ના હોય એમ કહે છે, અરે, નિર્વાણ તું વહેલો આવી ગયો આજે ??

અને ઉભી થઈને નિર્વાણ ને કંઈ જ ખબર ના હોય એમ કહે છે, બેસ અહીં તને થાક લાગ્યો હશે ને હું પાણી લઈ આવુ છું કહીને તેના ખભા પર હાથ મુકે છે, ત્યાં જ નિર્વાણ તેને ધક્કો મારે છે...અને કહે છે, બસ હવે ખોટા નાટક બંધ કર આ પ્રેમના...અને તું આની સાથે ? આ રવિરાજ નાયક સાથે....

નંદિની : એક નફ્ફટ ની જેમ તે નિર્વાણ ને જાણે કંઈ ખબર જ ના પડતી હોય એમ બેફિકરાઈથી કહે છે....ના એવુ કંઈ નથી..તું જેવું સમજે છે..એ તો અમે જસ્ટ ફ્રેન્ડ...

નિર્વાણ : જસ્ટ ફ્રેન્ડ... કોઈ આવી રીતે તેની પાસે બેસે ?? આટલી છુટથી હસી મજાક... હું કંઈ નાનુ બાળક નથી...મને એટલી તો ખબર પડે છે..

નિર્વાણ રવિરાજ પાસે જઈને તેનો કોલર પકડીને કહે છે, રવિરાજ... હવે મને સમજાયું તું અને તારો મોટો ભાઈ ધનરાજ આ જ લોકોને છેતરવાના ધંધા કરો છો એમને ?

ત્યાં જ નંદિની વચ્ચે આવીને કહે છે , નિર્વાણ...રવિને છોડ...નહી તો ?

નિર્વાણ નંદિનીને જોતો જ રહે છે કે જે તેના માટે સર્વસ્વ છે તે જ આવુ કરી રહી છે....તેને દગો ?

નિર્વાણ : નહી તો ? શું કરીશ ? આ બધુ ક્યારથી ચાલે છે ?

નંદિની : જો તારામાં બુધ્ધિ હોત તો તો આવુ થાત જ નહી...રવિ પહેલેથીજ મારો છે..કોલેજ ના સમયથી જ....

નિર્વાણ : તો મારી સાથે શું કામ લગ્ન કર્યાં ? મારી જિંદગી શુ કામ બરબાદ કરી ?

નંદિની : કારણ કે એ સમયે તારા પપ્પા બિઝનેસ અને રૂપિયામા નંબર વન પર હતા. અને રવિની એટલી સ્થિતિ નહોતી. તેથી પપ્પાની ઈચ્છા તારી સાથે લગ્ન કરાવવાની હતી. જે હું ના ના પાડી શકી કારણ કે તે જાણતા હતા કે તેમની દીકરી ઓછા રૂપિયા અને સુખસાહ્યબી વિના પોતાની જિંદગી નહી વિતાવી શકે....

તારા જેવા માવડિયા...બસ પાગલની જેમ ફક્ત બિઝનેસ કર્યા કરનાર... જેને મોટા લોકોની જેમ પાર્ટીઓ, ડ્રીંકસ કે સ્ત્રીઓનો કોઈ શોખ ના હોય એવા બોરિગ વ્યક્તિ સાથે રહીને હું મારી જિંદગી બરબાદ કરૂ ?

નિર્વાણ તો આજે બધુ જ હારી ગયો છે શું કરે અને કોને કહે એ કંઈ જ સમજાતું નથી....તેનુ મગજ ચકરાવે ચડી જાય છે અને તે રૂમમાથી બહાર નીકળી જાય છે.


***


આયુષીનો કોઈ ફોન ના આવતા પ્રેમલતાને બેચેની થાય છે. તે વિચારે છે હું સામેથી ફોન કરી જોઉ જેથી એને પણ થાય કે હું પણ આ વિરાટ અને વિશાખાને અલગ કરાવવામાં એટલો જ રસ ધરાવુ છું જેટલો તેને વિરાટ સાથે સંબંધ બાધવામા છે.

અને તે આયુષી ને સામેથી ફોન કરે છે...

આયુષી આજે તો કંઈક અલગ જ મુડમાં છે. બહું ખુશમા છે. આખરે આજે એ શુ કરવાની છે એવું એ તો એ પોતે જ જાણે છે....તે બહાર નીકળી ને ગાડીમાં બેસે છે.

ગાડીમાં બેઠા પછી પણ તેના પર્સમાંથી અરીસો કાઢીને પોતાનો ચહેરો જોયા કરે છે...એટલામાં જ તેના નંબર પર કોઈનો ફોન આવે છે.

તે ઉપાડે છે તો સામેથી પ્રેમલતા કહે છે, ઈશા બેટા મને ઉતાવળ છે. તું તારો આગળનો પ્લાન ક્યારે નક્કી કરીશ ? હું હવે એ વિશાખાને મારા વિરાટની જિદગીમાથી હટાવી તને મારા ઘરની વહું બનાવવા ઉત્સુક છું.

આયુષી તો જાણે તેનુ નિશાન પુરા નિશાના પર લાગ્યું હોય એમ ખુશીમા કહી દે છે, મારા વ્હાલા મમ્મીજી, બહું જલ્દી....

પ્રેમલતા : પણ મારો વિરાટ તો પેલી વિશાખામા ફસાયેલો છે એ એમ થોડો તારી પાસે આવશે ? તારે તેને તારી પાસે લાવવા કંઈક તો એવું કરવુ પડશે ને ?

આયુષી ને હવે વિશ્વાસ થઈ જાય છે કે આ વિરાટના મમ્મી મને પુરો સાથ આપશે એટલે એ ખુશ થઈને કહી દે છે કે આજે તો મે પ્લાન કર્યો છે કે વિરાટ શુટિંગ બાદ મારી સાથે ચોક્કસ આવશે....અને પછી તો ફક્ત હું અને વિરાટ.... આજે વિરાટને મારો થતાં કોઈ નહી રોકી શકે !!


બસ આજનો પ્લાન સફળ થઈ જાય એટલે પહેલો ફોન તમને કરીશ...ખુશીના સમાચાર આપવા....અને તે ફોન મુકી દે છે....

આ બાજુ ફોન મુકીને પ્રેમલતા એક અકળ હાસ્ય કરે છે...અને બોલે છે જોઇએ આજે આયુષી તારો પ્લાન જીતે છે કે એક મા નો દીકરાના વિવાહીત જીવનને બચાવવાનો પ્રયત્ન..


શું પ્રેમલતા ખરેખર આજના આયુષીના પ્લાન ને નાકામિયાબ કરી શકશે ?.અને નિર્વાણ હવે આ બધા સંજોગોનો કેવી રીતે સામનો કરશે ? બિઝનેસ અને પોતાના લગ્નજીવનમાં આટલો મોટો વિશ્વાસઘાત , શું કરશે હવે નિર્વાણ ? વિરાટ આયુષી ના ઈરાદા સમજી શકશે ?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama