સંગ રહે સાજનનો - ૨૨
સંગ રહે સાજનનો - ૨૨


આયુષી આજે ઘરે આવે છે એવી બહુ ગુસ્સામાં હોય છે. તેના પપ્પા કહે છે 'શું થયું દીકરા ? કેમ તારો ચહેરો આજે ગુસ્સાથી લાલચોળ છે ? આયુષી મારે વિરાટ કોઈ પણ સંજોગોમાં જોઈએ છે. તમને ખબર છે ને કે તમે હુ ન્યુઝીલેન્ડ હતી ત્યારે છોકરાઓ જોવાની વાત કરી હતી અને તમે મને વિરાટનો ફોટો બતાવ્યો હતો ત્યારથી જ મે નક્કી કરી દીધું હતુ કે વિરાટ હવે મારો જ છે. લગ્ન કરીશ તો એની સાથે જ.'
મિ.ધનરાજ : 'પણ બેટા હવે તો આ વાત મુક. એના કરતાં પણ સારો છોકરો શોધીને તારી સામે હાજર કરીશ.'
આયુષી: 'તમને ખબર છે ને કે મને જે ગમે તે હુ મેળવીને જ રહુ છું. હુ પણ તમારા જેવી જીદી જ છું. અને તમે અહીં રહીને પણ એના લગ્ન કરતાં રોકી ના શક્યા.'
મિ.ધનરાજ : 'બેટા મને ખબર હોત તો તેના પેલી છોકરી શું નામ છે ... વિશાખા તેની સાથે લગ્ન થવા પણ દેત થોડા.' આપણા પૈસાના જોરે કોઈ પણ રીતે એ ના થવા દેત. પણ આ તો મે એવું સાભળ્યુ છે કે તેના મમ્મી ખુદ પ્રેમલતા કે તેના પરિવારમાં પણ કોઈને ખબર નહોતી અને નિવેશશેઠ પોતે વિરાટના લગ્ન કરીને લઈ આવ્યા. એટલે જ હજુ સુધી વિરાટ અને તેની મમ્મી વચ્ચે પહેલાં જેવો સંબંધ ન હોવાથી તે અલગ રહેવા જતો રહ્યો છે લગ્નના થોડા સમય પછી તરત જ.
આયુષી: તમે કંઈ કરી ન શક્યા એટલે જ તો વિરાટ ની નજીક જવાનો રસ્તો મે ખુદ શોધી લીધો. હજુ તો એને કંઈ ખબર પણ નથી. 'બસ મે તેની સામે થોડું નાટક કર્યુ ને તે તો મને આટલી સહાનુભૂતિ આપવા લાગ્યો.'
ધનરાજ : 'હા એ એના પપ્પા પર ગયો છે. એ તો એટલું સારું છે કે તુ નાનપણથી જ ત્યાં તારા મામાના ઘરે મોટી થઈ હોવાથી ખાસ કોઈને તુ મારી બીજી દીકરી છે એ ખબર જ નથી. બધા તો ફકત મિશ્વાને જ જાણે છે અહીં મારી દીકરી તરીકે. તારૂ સાચુ નામ કે તુ અહીયા આવી છે એ પણ કોઈને ખબર નથી. એટલે જ તો તારો એક આલ્બમ બહાર પડી ગયો પણ કોઈને ખબર પણ નથી કે તુ મારી દીકરી છે.'
આયુષી : 'મને એક આઈડિયા આવ્યો છે સરસ.... વિરાટને મેળવવામા મને વિરાટની પોતાની મમ્મી મદદ કરશે.
***
પ્રેમલતા તો હવે આખો દિવસ મારો વિરાટ અને મારી વિશાખા કરતી ફરે છે. આ વાત ઈશાન અને શ્રુતિને કરતાં તે પણ બહુ ખુશ થઈ જાય છે. નિવેશશેઠને પણ હવે ચિંતા જતી રહે છે કે આખરે વિશાખાને તે અહીં લઈ આવ્યા એ બરાબર જ થયું.
પ્રેમલતા તો રહે છે ત્યાં ઘરે પણ આખો દિવસ તો વિરાટના ઘરે જ હોય વિશાખા સાથે. તેનુ બહુ ધ્યાન રાખે છે. તેને જરા પણ તફલીક પડવા દેતી નથી. તે સમય જોઈને એક દિવસ વિરાટ અને વિશાખાને કહે છે, હવે તો બેટા આપણા ઘરે ચાલો. આખરે આપણુ ઘર તો એ જ છે ને.
વિરાટ : 'તારી વાત સાચી છે મમ્મી. પણ જ્યાં સુધી નિર્વાણભાઈના બધા મામલાનો ઉકેલ નહી આવે ત્યાં સુધી અમે આપણા પ્રેમનિવેશ બંગલે નહી આવીએ. તમે લોકો અમારી સાથે રહો એમાં અમને કંઈ જ વાધો નથી.'
નિવેશ : 'હા અમે તો આવીશુ જ પણ થોડી ત્યાં પણ હાજરી આપવી જરૂરી છે નહી તો એ લોકો બંગલામાથી બહાર કાઢતા પણ વાર નહી કરે.'
પ્રેમલતા : 'હા એ બરાબર છે. પણ હુ આખો દિવસ તો વિશાખા પાસે રહીશ એને આપણી વધારે જરૂર છે.' બસ હવે પ્રેમલતા તેનુ બહુ ધ્યાન રાખે છે.
એક દિવસ અચાનક વિશાખાને યાદ આવે છે કે સંયમે તેને ડીલીવરી માટે વિરાટને મુકીને અમદાવાદ જવાની ના પાડી હતી એનુ શું કારણ હશે ? તે સંયમને મળવાનું વિચારે છે. એટલે તે એને ફોન કરે છે. આ વાત તેને ધ્યાન નથી હોતુ ને પ્રેમલતા સાભળી જાય છે. તેના ફોન મુકતા જ તે પુછે છે 'વિશાખા ને કે કોણ હતું ?' વિશાખાને પ્રેમલતાએ આ વાત સાભળી લીધી છે લાગતા જ તે કહી દે છે જે કહ્યું હતુ એ.
વિશાખા : 'એમણે આવુ શું કામ કહ્યું મને પણ હજુ નથી ખબર પડતી.'
પ્રેમલતા : 'તુ મને સંયમનો નંબર આપ હુ વાત કરીશ. મારે એમ પણ એનુ કામ છે.'
વિશાખાને સમજાતુ નથી કે તે તો સંયમ મળ્યા નથી ફક્ત તે લોકો પહેલાંથી ફ્રેન્ડ છે અને અત્યારે તે વિરાટ સાથે જ કામ કરે છે એટલી જ ખબર છે. તો પછી એમને એવું શું કામ હશે સંયમનું ?
પ્રેમલતા તેનો નંબર લે છે અને તેની સાથે વાત કરીને એક જગ્યાએ મળવાનુ નક્કી કરે છે.
***
નિર્વાણ મિ.જોશીના ઘરે પહોંચે છે. તો ત્યાં તે ઘરમાં જ હોય છે પણ તેની પત્ની કહે છે કે નથી ઘરે એટલે નિર્વાણ થોડી ધમકી આપતા તે ઘરમાં બોલાવે છે. નિર્વાણને પહેલેથી તેના પર થોડો શક થઈ ગયો હતો પણ તેને એમ હતુ કે એ તેને તો દગો નહી જ આપે. પણ આખરે કંઈક તો આ બધા પાછળ છે જે તે બહુ સારી રીતે જાણી ગયો છે. તે મિ.જોશીને પહેલા તો પુછે છે પણ કંઈ સરખુ કહેતો નથી. પણ તે થોડું પોલીસની ધમકી આપીને વાત કઢાવે છે એટલે તે બધુ સાચું કહે છે આખરે તે પણ પરિવારવાળો માણસ છે. તેની પણ ઈજ્જત જાય તો સમાજમાં તેની બદનામી થાય એટલે તે નિર્વાણને એક શરત પર બધુ સાચુ કહેવા તૈયાર થાય છે.
નિર્વાણ : બોલો તમારી શુ શરત છે ? તમને જોઈએ એટલા પૈસા આપુ.
મિ.જોશી : પહેલાં આ બધુ મે ફક્ત રૂપિયા માટે કર્યુ હતુ મારા બાળકોના ભવિષ્યનુ વિચારીને. એ પણ બીજાના કહ્યા મુજબ. પણ મને રૂપિયા નથી જોઈતા હવે. અને હુ જોબ પણ બીજે શોધી લઈશ. ફકત તમે આ વાત બીજા કોઈને પણ ના ખબર પડવા દેતા, ઓફિસમાં પણ નહી. ખાસ કરીને મોટા શેઠને તો નહી જ. આ વાત બધુ થયા પછી મે ફક્ત મારી પત્નીને કરી છે મારા સંતાનોને પણ કંઈ જ ખબર નથી. જો તેઓને આ ખબર પડશે તો હુ એમની નજરમાંથી કાયમ માટે ઉતરી જઈશ. આજ પછી આવુ ખોટું કામ ક્યારેય નહી કરૂ.
નિર્વાણ અત્યારે આટલો ગુસ્સામાં છે તો શુ તે મિ.જોશીની વાત માનવા તૈયાર થશે ?
જોશીના કરતુતો આખરે કોના ઈશારા પર થયા છે ?
પ્રેમલતા સંયમ સાથે શું વાત કરવાની હશે મહત્વની ?
જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો - ૨૩