Dr.Riddhi Mehta

Drama Thriller

5.0  

Dr.Riddhi Mehta

Drama Thriller

સંગ રહે સાજનનો -૨૧

સંગ રહે સાજનનો -૨૧

5 mins
339


વિરાટ ઘરમાં આવતા જ આજે દરવાજો ખોલનાર વિશાખા નહી પણ તેની મમ્મી છે એ જોઈ એક ક્ષણ તો એક મા ને જોઈને જેમ બાળક ખીલી ઉઠે તેમ વિરાટ ખુશ થઈ જાય છે.. પણ તરત જ બીજી ક્ષણે તેને તેની મમ્મી નો તેના લગ્ન પછીનો તેનો અને વિશાખા સાથેનો વ્યવહાર યાદ આવતા તેનુ મો ઉતરી જાય છે અને કંઈ પણ બોલ્યા વિના તેના રૂમમાં જતો રહે છે.


વિરાટના આ વર્તનને રસોડામાંથી બહાર આવતી વિશાખા જોઈ જાય છે. તે પ્રેમલતાના થોડા નિરાશ અને રડમસ ચહેરાને જોઈને ઈશારામા કહે છે, બધુ સારું થઈ જશે. હું વાત કરૂ છું.

વિશાખા રૂમમાં તેના માટે પાણી લઈને જાય છે. વિરાટ કંઈ પણ બોલતો નથી. વિશાખા પણ વિરાટ સાથે અત્યારે કંઈ કહેવાનુ ઉચિત ન લાગતા જમવાનું તૈયાર છે ને આપણે જમી લઈએ એમ કહીને બહાર આવતી રહે છે.


વિશાખા : આજે તો તમારું ફેવરિટ બાજરીનો રોટલો, રીંગણનો ઓળો, છાશ છે. ચાલો ફટાફટ આપણે જમી લઈએ.

બહાર આવતા જ તે ડાયનીગ ટેબલ પર બેસી જમવાનું પીરસવાનુ કહે છે. તું પણ બેસી જા. પણ તે સોફામાં બેઠેલી પ્રેમલતા સાથે વાત પણ નથી કરતો.

વિશાખા : મમ્મીજી ચાલો આપણે જમી લઈએ.

પ્રેમલતા : ના બેટા. તમે જમી લો. મને ભૂખ નથી.


વિરાટ આ વાક્ય સાંભળીને જોઈ જ રહે છે કે મમ્મી એ વિશાખા ને બેટા કહ્યું...આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે ?? આજે વળી કઈ નવી વાત છે મમ્મી માટે . પપ્પા વિના જ તે અહીં આવી છે...તેને નવાઈ લાગે છે. વિશાખા વિરાટને કંઈક કહેવા જાય એ પહેલાં જ પ્રેમલતા વિરાટ પાસે આવીને ઉભી રહે છે અને કહે છે, દીકરા મા પર આટલો બધો ગુસ્સો ? મને માફ નહી કરે ? આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ.


વિરાટ : કેમ મમ્મી હવે તારો એક પણ દીકરો તારી પાસે નથી રહ્યો એટલે તને મારી યાદ આવી ?

પ્રેમલતા : ના એવું નથી બેટા. કોઈ પોતાના દીકરાને એમ થોડું ભુલે ? બસ મારા જીદ અને અહંકારના કારણે મે મારી મમતાને દિલના એક ખૂણામાં ધરબીને રાખી દીધી હતી.

વિરાટ કંઈ બોલવા જાય છે એ પહેલાં જ વિશાખા કહે છે, વિરાટ માતા પિતા ક્યારેય ખરાબ ના કરે. આપણે અમુક સ્થિતિ અને વાતાવરણમાં રહેવા ટેવાઈને આપણા સ્વભાવ અને રહેણીકરણી એ મુજબ જ સ્વીકારી લીધી હોય છે. અને આપણુ મન પણ એ જ રીતે વ્યવ્હાર કરે છે. એ સિવાયની પરિસ્થિતિ સ્વીકરવા આપણે તૈયાર થતા નથી.

અમુક સમય વીતતાં આપણને એની સત્યતાનો અહેસાસ થાય છે. વિરાટ મમ્મીજી મને હવે શેઠ કુટુંબની વહું તરીકે સ્વીકારવા તૈયાર છે તો તમને શું વાંધો છે ? તમારી મમ્મીજી સાથેની લડાઈ તો મારા હક અને પ્રેમ માટે છે ને એ મળી જાય તો તમને શું વાધો છે ? આપણા માબાપ એ આપણા ભગવાન હોય છે. પ્લીઝ તેમને માફ કરી દો.

મને ખબર છે કોઈ બાળક તેમના માબાપ ને એમ થોડી નફરત કરી શકે ? તમને પણ મમ્મી ની બહું યાદ આવતી હોય છે એ મે ઘણી વાર મારી આંખે જોયું છે.

વિરાટ : પણ મમ્મી તું આ બધુ અમારા આવનાર શેઠ પરિવાર ના વંશજ માટે તો નથી કરી રહી ને ?

વિશાખા : કોઈ સાચુ કે ખોટું કહે છે એ તેમની આંખો પરથી ખબર પડી જાય. એ જો એના માટે જ આવ્યા હોત તો ચાર મહીના પહેલાં જ આ વાતની ખબર પડી ત્યારે જ આવી ગયા હોત ને વિરાટ ? તેમને ખરેખર આ બધી વાતનો અફસોસ છે. તેમણે મને દીકરી તરીકે સ્વીકારી છે.

પ્રેમલતાના આંખમાથી આવતા આંસુઓને જોઈને વિરાટ પણ પીગળી જાય છે અને તેને મમ્મી ના ખોળામાં માથુ રાખીને એક નાના બાળકની જેમ રડે છે અને મા દીકરો આજે દોઢ વર્ષ પછી મળે છે અને ત્રણેય પ્રેમથી જમે છે.


***


સંયમ શુટિંગ પછી વિચારે છે આજે તો આયુષીના મોઢે જ સત્ય જાણવુ છે મારે. કામ પતતા વિરાટ જલ્દીથી ત્યાંથી નીકળી જાય છે. મોકો જોઈને સંયમ આયુષીને કહે છે , મારે તારી સાથે વાત કરવી છે.

આયુષી : જલ્દી બોલ મારી પાસે સમય નથી...આજે તેના તેવર કંઈક અલગ જ લાગી રહ્યા છે.

સમય : હું પણ તારી માટે નવરો નથી. મને ગોળ ગોળ વાત કરવાની આદત નથી. એટલે ચોખ્ખુ જ પુછુ છું કે, એક વાત જણાવ કે આ ધનરાજ નાયક સાથે તારો શું સંબંધ છે ??

આયુષી ને લાગે છે કે આ સંયમ તો મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. વિશાખા કરતાં પણ આ સંયમ અમારા બંને વચ્ચે વધારે નડતરરૂપ બની રહ્યો છે.

હવે તો મારે કહેવું જ પડશે કે આખરે હું કોણ છું ??

આયુષી : તારે જાણવુ જ છે ને કે હું કોણ છું તો સાભળ હું બહું મોટા બિઝનેસમેન ધનરાજ નાયકની દીકરી છું...

સંયમ : તો તું વિરાટની પાછળ શું કામ પડી છે ? એના સુખી સંસારમાં શું કામ આગ ચાપવાનુ કામ કરી રહી છે ?

આયુષી : વિરાટ તો મારો જ છે..અને મારો જ રહેશે... એ તો અમારી વચ્ચે વિશાખા આવી ગઈ છે.

સંયમ : પણ શું છે એ વાત તું મને કહીશ ? વિરાટ તો કદાચ તને ઓળખતો પણ નથી...તારી આ સાચી ઓળખાણથી.

આયુષીને ફોન આવતા તે કહે છે, હા પપ્પા દસ મિનીટમા પહોંચી.

તે સંયમને કહે છે, અત્યારે મને મોડું થાય છે ,ભલે વિરાટ મને પ્રેમ ના કરે, ના ઓળખે, પણ હું તો તેના માટે જ છું... તેની જ છું....બાકીની કહાની તને કહીશ પછી..... પણ તું અમારી વચ્ચે આવવાની કોશિષ ના કરીશ નહી તો સારૂ નહી થાય... યાદ રાખજે....કહીને એક નવા એટીટ્યુડ સાથે જ નીકળી જાય છે.

***


નિર્વાણ ના હાથમાં આવેલી એક ફાઈલ જોઈને તેના હાથ ધ્રુજી રહ્યા છે. એક જ સરખી બે ફાઈલ અને આટલા અઢળક પૈસા સ્વેપમા ટ્રાન્સફર થયેલા છે એમાં તેની પોતાની સહી છે. તે વિચારે છે કે તેને આવી તો કોઈ જ સહી કરી નથી તો આ શું ?

તે આ બિઝનેસમા અહીંના શેઠ ઈન્ડસ્ટ્રીમાં ખાસ ધ્યાન નહોતો આપતો. અહીંના બિઝનેસની આજે તે ફાઈલો જુએ છે ત્યારે તેને ભાન થાય છે કે કંપની અત્યારે કેટલા લોસમાં છે અકાઉન્ટ બધા ખાલી થવાના આરે છે. નફા નુકશાનનું કોઈ સરવૈયું જ સેટ નથી થતુંં. તે તાબડતોબ અકાઉન્ટન્ટને બોલાવી ને પુછે છે આ બધુ શું છે ??

અકાઉન્ટન્ટ : આ બધું મિ.જોશી સંભાળે છે. અને મારા હાથમાં આવતા મે તમને એક બે વાર તમારૂ ધ્યાન દોરવા કોશીશ પણ કરી હતી પણ તમે મારી ઈન્સલ્ટ કરીને કહ્યું હતું કે , બિઝનેસ કઈ રીતે કરવો એ મને સારી રીતે ખબર છે તમારે મને શીખવવાની કોઈ જરુર નથી.

નિર્વાણ ને અત્યારે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે પણ હવે શું કહે ? તે ફક્ત કહે છે મિ.જોશીને મારી પાસે મોકલો હાલ જ.

અકાઉન્ટન્ટ : એ તો પેલા દિવસે આપણી મિટિંગ થઈ પછી ઓફિસ આવ્યા જ નથી. કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. અને આજે રાજીનામું લખીને મોકલાવ્યુ છે....એ પણ બીજા એક એમ્પ્લોય સાથે..

નિર્વાણ : શું તેણે જોબ છોડી દીધી ? એ બધુ હવે મને સોંપી દો...તેને હું હેન્ડલ કરીશ. હવે હું જ મારી રીતે કંઈક કરીશ...તમે જાવ...


સંયમ ગભરાઈ ને વિરાટ ની જિંદગીમા ઝંઝાવાત લાવવા દેશે ?

આયુષી હવે આગળ શું કરશે ? નિર્વાણ સાથે આ બધુ આખરે કોણ કરી રહ્યું છે ? નિવેશશેઠની આખી જિંદગીની કમાણી અને ઈજ્જત પાછી મળશે ખરી ?


ક્રમશઃ



Rate this content
Log in

Similar gujarati story from Drama