STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance Inspirational Others

5.0  

Dr.Riddhi Mehta

Romance Inspirational Others

સંગ રહે સાજનનો -૧૯

સંગ રહે સાજનનો -૧૯

5 mins
435


સંયમ આજે શુટિંગ પુરૂ થતાં જ વિરાટને કહે છે, 'મારે થોડું કામ છે એટલે હુ જલ્દી જાઉ છું.' એમ કહી બહાર ફટાફટ નીકળે છે. તેને ઘરે તેની પત્ની સ્નેહા અને અને તેની પુત્રી કેયા બહાર એક લગ્નમા ગયેલા હોવાથી ઘરે જલ્દી જવાની કોઈ ચિંતા નહોતી. એટલે મનમાં વિચારે છે આજે તો આયુષીને પકડવી જ પડશે કે તેનો ખેલ શું છે આખરે !એ બહાર સાઈડમા ઉભો રહે છે ત્યાં જ આયુષી બહાર નીકળે છે.


તે ધીમે ધીમે તેનો પીછો કરે છે ત્યાં જ આયુષી સાઈડમાં ઉભી રહીને તેનો દુપટ્ટો મોઢા પર બાધે છે અને એ સાથે જ ત્યાં એક ઓટો આવે છે અને તે કંઈક વાત કરીને તેમાં બેસી જાય છે. સંયમ ફટાફટ ગાડીમાં બેસીને તેની પાછળ પીછો કરે છે. ત્યાં થોડેક આગળ પહોચતા જ આયુષી ઓટોમાથી ઉતરી જાય છે અને સાઈડમા ઉભેલી હોન્ડા સીટી ગાડી પાસે જાય છે. અને ત્યાં પહોચતા જ તેમાંથી ડ્રાઈવર બહાર નીકળીને દરવાજો ખોલે છે અને આયુષી ગાડીમાં બેસી જાય છે. સંયમ ફરી તેનો પીછો કરે છે.


ગાડી થોડી આગળ જતાં તે વળે છે અને એક નવો એરિયા શરૂ થાય છે. આ એરિયા થોડો શહેરની બહારની ભાગમાં છે આ તો સંયમ પણ પહેલી વાર જોઈ રહ્યો છે. અને આયુષીની ગાડીનો પીછો કરતો તે ધીમે ધીમે કોઈને શક ના જાય તેમ ગાડી ચલાવી રહ્યો છે. અને આગળ વધતા ગાડી એ લક્ઝુરિયસ, આલિશાન બંગલા જ દેખાય છે ત્યાં પહોંચે છે અને એક બંગલા નંબર - ૫ પાસે ઉભી રહે છે. ત્યાં ગાડી ઉભી રહેતા જ સંયમ થોડેક પાછળ એક બંગલા પાસે ગાડી ઉભી રાખીને જુએ છે કે શુટ એન્ડ પેન્ટમાં સજ્જ એક પુરુષ બહાર આવી રહ્યો છે તેની ઉમર કદાચ આયુષીના પિતાના ઉમર જેટલી હશે એવું સંયમને લાગે છે. બંગલાની બહાર કંઈક નામ પણ છે પણ તેને ગાડીમાંથી સરખુ દેખાતુ નથી.અને અત્યારે તે ગાડીમાંથી બહાર નીકળેને કદાચ પકડાઈ જાય એવી સ્થિતિ છે.

ગાડી થોડી દુર હોવાથી વાતચીત તો નથી સંભળાતી પણ તે વ્યક્તિ આયુષીને જોઈને તેના ગોગલ્સ ઉતારીને ખુશ થઈને તેને હગ કરે છે અને પછી બીજી ગાડીમાં બેસીને બહાર આવે છે અને આયુષી અંદર જાય છે. એ સાથે સંયમ ગાડી રિવર્સ કરે છે જેથી કોઈને ખબર ના પડે અને આગળ એ ગાડી નીકળે છે પાછળ સંયમ ગાડી ચલાવે છે અને એકદમ જ તેનુ ધ્યાન ગાડીની પાછળ રહેલા એક નામ પર જાય છે અને સંયમ ચોકી જાય છે. આયુષીનો આ વ્યક્તિ સાથે શું સંબંધ હશે ?

***


પ્રેમલતા સવારથી શાંત થઈને બેસી ગઈ છે. તેનો મુડ પણ ઠીક નથી લાગતો અને તબિયત પણ.

નિવેશ : શું થયું હમણાંથી તુ એકદમ શાંત અને બદલાયેલી લાગે છે ? તારી તબિયત તો સારી છે ને ?'

પ્રેમા : 'આજે પહેલી વાર રડીને દુઃખી થઈને કહે છે, 'શુ કરૂ આ આટલો મોટો બંગલો મને ખાવા આવે છે. કોઈ વાત કરવા વાળુ પણ નથી આપણી સાથે.'


ઈશાન પણ જતો રહ્યો શ્રુતિ સાથે. અને નિર્વાણને તો નંદિની આપણા પાસે આવે તેવો કોઈ મોકો નથી આપતી. એ પોતે તો આખો દિવસ તેનામાં વ્યસ્ત હોય છે. અને એની સાથે તો મારે હવે શુ વાત કરવી એ જ ખબર નથી પડતી. તમે પણ હમણાં ઓફીસના કામમાં વ્યસ્ત હોવ છો .અને હવે મને બધા સાથે બહાર પણ બહુ ફરવાની ઈચ્છા નથી થતી કારણ કે જઈએ એટલે બધાને બસ આપણા પરિવારની ચાપલુસીમા જ રસ હોય છે. હુ શું કરૂ મને કંઈ

સમજાતુ નથી.


નિવેશ : તારી પાસે એક ઉત્તમ વિકલ્પ છે પણ એ તને પસંદ નથી. વિરાટના ઘરે જા. અત્યારે વિશાખા પણ આવી અવસ્થામાં એકલી છે. આખો દિવસ વિરાટ તો હોતો નથી એ પણ કંટાળી જાય છે. પણ તારા આવા વર્તનના લીધે વિરાટ પણ તેને અહી આવવા નથી દેતો. એને અત્યારે એક વડીલની એક પ્રેમાળ માની અને આવનારા એ નાનકડા ગર્ભને તેના દાદીની જરૂર છે. જ્યાં લોકો સંતાન લાવવા રાજી નથી કે કોઈ લાવી શકે તેમ નથી , જ્યારે અહી સામેથી આટલુ સુખ મળે છે તે તારે સ્વીકારવુ નથી.


આટલું બધુ આપણી સાથે થયા પછી પણ તારી આંખો નથી ખુલતી કે સરખા મોભાદાર, રૂપિયાવાળી વહુ લાવીને તે શું કરી લીધું. તુ બહુ સુખી છે ને ? એ તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. લગ્નના સાત વર્ષ થયાં હોવા છતાં તે આપણા પરિવારને વારસ આપવા રાજી નથી, એ પણ કોઈ કારણસર નહી પણ ફક્ત પોતાના શરીરને એમ જ યુવાન રાખવા અને પોતાના શોખ પુરા કરવા. તેને આપણા દીકરાને પણ આપણા વિરુદ્ધ કરી આપણી જાણ વિના નવો ધંધો શરૂ કરાવી દીધો. સામે તુ વિશાખા ને જો એની ખાનદાની જો. તે દરરોજ વિરાટને તને વાત કરવા, તને મળવા માટે સમજાવે છે. આટલા મોટા સુખી પરિવારની વહુ હોવા છતાં અત્યારે તેની સાથે કોઈ નથી. આપણી સરખામણીમાં તેમની પાસે હજુ એમની પાસે એટલા પૈસા પણ ન હોવા છતાં જ્યારે નિર્વાણની વાત કરી ત્યારે વિરાટના કહ્યા પહેલાં વિશાખાએ કહ્યું 'પપ્પા પૈસાની જરૂર હોય બિઝનેસ માટે તો કહેજો. અમારી પાસે છે એમાંથી અમે આપીશું.'


એ તો એમના જ પૈસા છે આપણે ક્યાં એમને કંઈ આપ્યું છે , છતાંય તેની ખાનદાની અને તેના સંસ્કાર આ માટે જરાય અચકાયા નહી. હજુ પણ સમય છે તુ તારો અહમ મુકીને તેમની પાસે જા અને આપણા એ બાળકોને અપનાવી લે .એમનુ દિલ બહુ મોટું છે તને જરૂર માફ કરીને હંમેશા માટે આપણા થઈ જશે. કહીને નિવેશ ત્યાંથી ચાલ્યો જાય છે.


આખી બપોર પ્રેમલતા તેના રૂમમાં બેડ પર સુતી રહે છે. બસ તેનુ દિલ અને અહંકાર વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેને કોઈ દિવસ પોતાની જાતને કોઈ સામે નમતી કરી નથી. અને આજે એ પણ પોતાના દીકરા અને વહુ સામે જેને ક્યારેય શેઠ પરિવારની વહુ તરીકે તે નહી સ્વીકારે એવું આખા પરિવાર સામે કહ્યું હતુ. અને આજે તે સામેથી જઈને તેમની માફી માગે ? બસ તે વિચાર્યા કરે છે અને આખરે એક નિર્ણય કરે છે.

***


નિર્વાણ ઓફિસ પહોચીને બધી તપાસ કરવા ઈચ્છે છે પણ તે જુએ છે કે તેના પહેલાં તેના પપ્પા પહોંચી ગયા છે. ત્યાં એટલે જો એ આ બધી તપાસ કરાવે કે ક્યાંક પૈસાની બહુ મોટી ગડબડ થાય છે, તો તેની બધી પોલ પકડાય કે તેને કરેલા બિઝનેસમાં તેને કંઈ ખબર નથી અને તેની જાણ બહાર બધો ખેલ ખેલાઈ રહ્યો છે. એટલે તે નિવેશશેઠ ઓફિસથી જાય પછી તેને શંકાસ્પદ લાગતા બે ત્રણ વ્યક્તિઓની મિટિંગ કરવાનુ નક્કી કરે છે.


સંયમને ગાડી પાછળ શું લખેલું જોઈને આચકો લાગ્યો હશે ?

આયુષીને એ વ્યક્તિ સાથે શું સંબંધ હશે ?

આખરે શું હશે પ્રેમલતાનો નિર્ણય ?

નિર્વાણ આખરે સત્ય જાણી શકશે કે આખરે તેને કોઈએ તેના ખેલનો હિસ્સો બનાવ્યો છે ?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance