Dr.Riddhi Mehta

Drama Romance Tragedy

5.0  

Dr.Riddhi Mehta

Drama Romance Tragedy

સંગ રહે સાજનનો - ૧૭

સંગ રહે સાજનનો - ૧૭

5 mins
370


પ્રેમલતા તરત જ ફોન કરે છે નિર્વાણને અને કહે છે 'મારે હાલ જ તને મળવુ છે. પણ તુંં એકલો આવ મારા રૂમમાં.'

થોડી વારમાં જ નિર્વાણ રૂમમાં આવે છે. પ્રેમલતા પહેલા રૂમ બંધ કરે છે અને કહે છે, 'તું મને બધી સચ્ચાઈ કહે આ બધુ શું કરી રહ્યો છે તું ? તને આ બધી રમત લાગે છે ?આ માટે તને તારા પપ્પાને કંઈ પણ પૂછવું જરૂરી ના લાગ્યું ? તારા પપ્પા એ કેટલી મહેનત કરીને બિઝનેસને આ લેવલ સુધી પહોચાડ્યો છે.'

નિર્વાણ : 'શું શેની વાત કરી રહી છે મમ્મી તું ? મને કંઈ સમજાતું નથી.'

પ્રેમા : 'વાહ બેટા હવે તું તારી મમ્મીથી પણ ખોટુ બોલવા લાગ્યો. મા તો દીકરાના હાવભાવ અને આંખો પરથી જ તે સાચુ કહે છે કે ખોટું જાણી જાય છે.' છતાં પણ તને ના સમજાય તો કહું કે તારો આ લંડનના બિઝનેસનુ શુંં છે ?


નિર્વાણને જાણે પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય એવુ લાગી રહ્યુ છે. આજે તેનુ બધુ જુઠ સામે આવી ગયુ છે એટલે તે કહે છે, 'મમ્મી એ તો... હું મારા પોતાના દમ પર બિઝનેસ કરવા ઈચ્છતો હતો, એટલે મે એ ઓફર સ્વીકારી. અને પપ્પાને કહેત તો એ મને કહેત એવુ અલગથી બિઝનેસ કરવાની શું જરૂર છે ? આ બધુ આપણુ જ છે ને ? વાસ્તવમાં એ બધુ કંઈ મારૂ નથી.


પ્રેમા : તો બધુ કોનુ છે ? આ તારા શબ્દો નથી કોઈએ તારા મગજમાં ઝેર ભર્યું છે. એટલે તું એમ બતાવવા ઈચ્છતો હતો કે હું મારા પપ્પા કરતાં પણ આગળ વધી શકુ છું. અને કર્યો તો પણ આપણા બિઝનેસના સૌથી હરીફ કે જે આપણને હંમેશા બરબાદ કરવાની કોશિશ કરે છે તે ધનરાજ નાયક સાથે ?'


નિર્વાણ : 'પણ મે આ માટે કદાચ બધા જ ટોપ બિઝનેસ મેન સાથે વાત કરી જોઈ પણ કોઈ જ પપ્પાની જાણ વિના મને આ માટે પૈસાની મદદ કરવા તૈયાર નહોતુંં. મને લાગ્યું કે હું જે પણ કંઈ છું પપ્પાને કારણે જ છું. મારી પોતાની તો કોઈ ઓળખ કે કિંમત જ નથી. એટલે મે મારો સ્વતંત્ર રીતે બિઝનેસ કરી બતાવવાના ઈરાદાને મજબુત કર્યો. એમાં ધનરાજ નાયકે મને પૈસા આપી આ ધંધા માટે સપોર્ટ કર્યો. અને મે બિઝનેસ શરૂ કરી દીધો.

પ્રેમલતા : એટલે ધનરાજને તો નિવેશશેઠને પછાડવાનો આવો મોકો મળે તો એ થોડો જવા દે અને એ પણ સામે ચાલીને. તો બિઝનેસ તો સારો એવો સેટ થઈ ગયો હશેને હવે છ મહિના ઉપર થયું તો ?'

નિર્વાણ : 'હા એતો થઈ જ જાય ને !'

પ્રેમલતા : 'હવે તો તારી પોતાની ઓળખ થઈ ગઈને ? તો હજુ તને કેમ તારા પપ્પા ના પૈસાની જ જરૂર પડે છે ?'

નિર્વાણ આ વાતનો જવાબ આપે એ પહેલાં જ નંદિની ત્યાં આવીને દરવાજો ખખડાવે છે અને કહે નિર્વાણ ચાલ જલ્દી આપણે પેલા ફંક્શનમાં જવાનું મોડું થાય છે એમ કહીને જાણે કંઈ પણ પુછ્યા કે કહ્યા વિના નિર્વાણને ત્યાંથી લઈ જાય છે.


વિરાટ અને આયુષીનો બીજા આલ્બમનુ શુટિંગ શરુ થઈ ગયું છે. પહેલા આલ્બમમાં તો આયુષી બધા જ પોઝ અને શોટ ફટાફટ કરી શીખી જતી હતી. આ આલ્બમમા શરૂઆતના થોડા દિવસ પછી હવે ખબર નહી અમુક સીન કરતાં તે બહું સમય લઈ લે છે. ખાસ કરીને જ્યારે અમુક ઈન્ટીમ સીન હોય વિરાટ સાથે તે સરખા કરી શકતી નથી કે કરતી નથી કંઈ સમજાતું નથી.

એટલે વારંવાર એકના એક શોટ ફરી ફરી રિપીટ કરવાના થાય છે. એટલે શુંટિંગનુ પણ રોજ પહેલાં કરતા પુરૂ કરવામાં મોડુ થાય છે. અને જ્યાં સુધી સરખુ થાય નહી ત્યાં ડાયરેક્ટરે કટ કટ કહેતા રહેવું જ પડે છે.


સંયમ તો અકળાઈ જાય છે એકવાર પણ વિરાટના કારણે તેનો ગુસ્સો કન્ટ્રોલ કરે છે. તે ધીમેથી કહે છે, 'વિશાખાભાભી હતા તો કેટલુ સારું હતુંં. મને આ તો બધા આ આયુષીના નખરાં જ લાગે છે. ખબર નહી આના ઈરાદા મને તો પહેલાં દિવસથી જ સારા નથી લાગતા. બીજા સીન તો તરત થઈ ગયા આમાં જ કેમ નથી આટલી વાર લાગે છે ? જોને કેટલી વિરાટની પાસે જઈને ઉભી રહે છે. તે વિચારે છે મારે વિરાટને આ વાત કરવી જ પડશે.'


આ બાજુ વિશાખા ને છઠો મહિનો બેસી ગયો છે. બે જણા રહેતા હોવાથી વિરાટ વિના તે કંટાળી જાય છે. તે આખો દિવસ તેની રાહ જોતી રહે છે. પહેલાં તો એ બંને શુંટિંગ કરતાં તો પણ સાત વાગે મોડામા મોડા ઘરે આવી જતાં. આજે તો નવ વાગી ગયા છે પણ વિરાટ આવ્યો નથી. તે રાહ જોઈ જોઈને જમ્યા વિના જ સુઈ જાય છે. વિરાટ આવીને દરવાજો ખખડાવે છે ત્યારે તો વિશાખા ખોલે છે કે તો જુએ છે કે વિશાખા તો બેઠી બેઠી ત્યાં સુઈ ગયેલી હતી. તે તેને પુછે છે તો તેને જમ્યુ પણ નહોતુંં.


વિરાટ : 'બકા તે જમ્યુ પણ નથી? આવી સ્થિતિમાં તું ભુખી રહે તો સારૂ નહી.'

વિશાખા : 'લગ્ન પછી એક પણ દિવસ હું એટલીસ્ટ ડીનર તો હું તમારા વિના જમી નથી. આખો દિવસ તો હું એકલી ઘરે પણ કંટાળી જાઉ છું. હું આપણા પેલા ઘરે પણ નથી જઈ શકતી. તમે થોડા વહેલા ન આવી શકો ?'

વિરાટ : 'બકા મને તો એમ થાય છે કે હું ફટાફટ તારી પાસે ઘરે આવી જાઉ, પણ આયુષીને હમણાંથી અમુક શોટમા બહુ વાર લાગે છે. કદાચ તેને અમુક સીનમાં પહેલી કરતી હોવાથી સંકોચ થતો હોય ? પણ હું હવે ચોક્કસ વહેલા આવવાનો પ્રયત્ન કરીશ.'

વિશાખા : 'હા બકા હું પણ સમજુ છું. સોરી બકા... મારે તમને તમારા કામમાં ડિસ્ટર્બ ના કરવા જોઈએ.'

વિરાટ : 'ના સોરી તો મારે તને કહેવુ જોઈએ. આવા સમયમાં મારે જ તને વધુમાં વધુ સમય આપવો જોઈએ. અને તારી કેર કરવી જોઈએ. પણ હવે એવુ નહી થાય હું તને બને એટલો વધુ સમય આપીશ.


પછી વિરાટ પોતે જમવાનું પીરસીને પોતાના હાથથી વિશાખાને પ્રેમથી જમાડે છે. અને પછી તેને શાતિથી બેસાડીને પોતે બધુ સરખુ કરી દે છે. અને બંને થોડી વારમાં સુવા જાય છે. વિશાખા ઘણા દિવસો પછી વિરાટ તેને આટલો સરસ સમય આપી રહ્યો છે એટલે તે માનસિક રીતે એકદમ હળવી થઈ જાય છે. વિરાટ વિશાખાને તેના ખોળામાં માથુ રાખીને સુવાડે છે અને એક હુંફભર્યુ ચુબન કરે છે. અને કહે છે, 'વિશું હું બહું નસીબદાર છું કે મને મારી જીવનસાથી તરીકે તું મળી. તું મને બીજા સાથે આવી રીતે પરવાનગી પણ આપી શકે છે, બીજું કદાચ કોઈ હોત તારી જગ્યાએ તો તે વિશ્વાસ પણ ના કરે.'

વિશાખા : 'વિશ્વાસ પર તો સંબંધો ટકે છે. મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે મારો વિશ્વાસ ક્યારેય નહી તોડો...'


બંને વાતો કરતાં કરતાં એકબીજાને આલિંગનમા લઈને એમાં પણ વિશાખા એક હળવાશ સાથે વિરાટના એ પ્રેમ ભરેલા હાથમાં માથું રાખીને નિશ્ચિંત બનીને સુઈ જાય છે.


શુંં વિરાટ વિશાખાનો વિશ્વાસ જાળવી શકશે ?

પ્રેમલતા નિર્વાણને સાચી દિશામાં લાવી શકશે ?

આયુષી ખરેખર વિરાટને મેળવવા આવી હશે કે બીજું કોઈ કારણ હશે ?

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો - ૧૮


Rate this content
Log in

Similar gujarati story from Drama