Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Drama Thriller

4.6  

Dr.Riddhi Mehta

Drama Thriller

સંગ રહે સાજનનો - ૧૬

સંગ રહે સાજનનો - ૧૬

5 mins
268


આખરે વિરાટ આયુષીને તેના આલ્બમમાં હીરોઇન તરીકે રોલ માટે હા પાડી દે છે..આયુષી તો બહું ખુશ થઈ જાય છે. જાણે તેના ચહેરા પર કંઈક બહું મોટું હાસિલ કરી દીધું હોય એવી ખુશી વર્તાઈ રહી છે...

સમય (મનમાં): મારા દોસ્ત કોણ જાણે મને હજુ પણ લાગી રહ્યું છે કે આયુષીને લઈને તું તારા જીવનની બહું મોટી ભૂલ કરી રહ્યો છે.

વિરાટ તો કહી દે છે બે દિવસ પછી શુટિંગ ચાલુ કરવાનું છે એટલે તમને ફોન કરીને બોલાવીશુ. અને આયુષી ત્યાંથી જતી રહે છે.

***


બે દિવસ પછી,

આજે વિરાટના નવા આલ્બમનું શુટિંગ શરુ થવાનું છે. પણ આજે એ પહેલી વાર બીજી કોઈ છોકરી સાથે શુટિંગ કરવાનો છે એટલે થોડો ચિંતામાં છે. આમ તો છોકરાઓ ને મોટે ભાગે કોઈ નવી વ્યક્તિ સાથે શુટિંગ ઉપરાંત અમુક ઈન્ટીમ સીન કરવાના હોય તો ખુશ હોય પણ વિરાટ એ સંસ્કારી અને એકદમ અલગ માટીનો છે. તેના મનમાં આવી રીતે વિશાખા સિવાય બીજા કોઈ સાથે કામ કરવાનું દુઃખ છે.


આજે તો વિશાખા પણ ત્યાં આવી છે. તે સહજ ભાવે આયુષીને મળે છે. વિરાટ તેને વિશાખા તેની પત્ની છે એવી ઓળખ આપે છે. આયુષી પણ આજે તો બહું ખુશ છે અને તે વિશાખા સાથે બહું સારી વાત કરે છે. અને પહેલી જ મુલાકાતમાં તો તેની સાથે એકદમ ભળી જાય છે અને તેને દીદી દીદી કરીને તેની સાથે વાતો કરતી રહે છે.


પહેલો દિવસે તો આયુષી માટે થોડું બધુ સેટ થાય માટે થોડું જ શુટિંગ કરે છે. તે બધુ ફટાફટ શીખી જાય છે.

બસ ધીરે ધીરે આયુષી હવે સેટ થઈ જાય છે. ઉપરાંત તે વિશાખા ને પણ ફોન કરીને તેની સાથે દીદી દીદી કરીને વાતો કરતી રહેતી. વિશાખા ને પણ એવું હવે લાગતું હતું કે આયુષી સારી છોકરી છે એટલે વિરાટ ને પણ વાંધો નહી આવે એટલે એ થોડી ચિંતામુક્ત થઈ ગઈ હતી.


એમ એમ કરતાં તેમનો આલ્બમ પણ તૈયાર થઈ જાય છે. અને તે બહાર પણ પડી જાય છે. લોકો નવી હીરોઈન તરીકે વિશાખાની જગ્યાએ આયુષી ને એટલો આવકાર નથી આપતા. પણ એટલો ફ્લોપ પણ નથી ગયો. મતલબ તેમના ઈન્વેસ્ટમેન્ટ કરતાં વધારે કમાયા તો છે પણ આગળના આલ્બમો જેટલો અઢળક નફો નહી.


વિરાટ અને વિશાખા વિચારે છે કે દર્શકોને થોડું નવું સ્વીકારતા વાર લાગે છે પણ બીજા આલ્બમમાં બહું વાર નહી લાગે. એમ વિચારીને થોડા દિવસો પછી બીજો આલ્બમ શરૂ કરવાનુ નક્કી કરે છે.


 ***


નિવેશશેઠને બધી વધારે તપાસ કરતાં ખબર પડે છે કે નિર્વાણની નવી કંપનીનો બધો બિઝનેસ નંદીનીનો ભાઈ ચલાવી રહ્યો છે. તેને બે ભાઈ છે એમા એક તો અહી છે તે બહું વ્યવસ્થિત અને સેટલ છે. તેને નિવેશશેઠ સાથે પણ સારા સંબંધો છે. તે નંદિનીની મમ્મી જેવો સરળ અને વ્યવ્હારિક છે. અને તેની પત્ની પણ એવી જ છે.


જ્યારે નંદિની તેના પપ્પા જેવી અભિમાની, ઉદ્ધત છે અને આ જે લંડનનો બિઝનેસ કરી રહ્યો છે તે તેનો નાનો ભાઈ આદર્શ છે. તે નંદિની જેવો જ છે અને બીજી રીતે કહીને તે અમીર બાપની બગડેલો નબીરો કહી શકાય. ફક્ત તેનું નામ જ આદર્શ છે બાકી તેનું એક પણ કામ તેના નામ સાથે મેચ નથી થતુંં.

હજુ સુધી તો અહીં તે બસ તેના પપ્પાના પૈસે લહેર કરતો હતો અને અચાનક તે બિઝનેસ સંભાળવા લાગ્યો એટલે તેને નવાઈ લાગે છે, અને પૈસાનું નુકસાન ફકત અને ફક્ત નિવેશશેઠને થઈ રહ્યુ છે.


તે ઘરે આવીને પ્રેમાને બધી જ વાત કરે છે. અને તેને કહે છે નંદિનીનો ભાઈ છે તે સાથે ધંધો કરે એમાં મને કંઈ વાધો નથી પણ તેને તો આપણે જાણીએ જ છીએ કે તે ક્યાંય સેટ થઈને રહે તેવો તેનો સ્વભાવ નથી.

પ્રેમા : બની શકે કે તે હવે સુધરી ગયો ?

નિવેશ : તને લાગે છે કે કોઈ માણસ અચાનક આમ સુધરી જાય ? અને મને મારા આટલા વર્ષોના બિઝનેસનો અનુભવ પરથી એટલી તો ખબર છે કે છ મહિનાના સફળ બિઝનેસ પછી એટલે કે જ્યારે બધુ સેટ અપ હોય તો હવે બહારથી પૈસાની જરૂર ન પડે. એ આપણા નફામાંથી જ બધુ ચાલ્યા કરે.


અને કદાચ જરૂર હોય તો થોડા ઘણા આતો લાખોમાં રૂપિયા દર એક બે દિવસે ટ્રાન્સફર થાય છે. આમ જ રહેશે તો આપણો આ અહીનો બિઝનેસ કરોડોના દેવામાં ડુબી જશે...

અને તમને તો ખબર જ છે કે મે મારી આખી જિંદગીની બધી જ કમાણી ફક્ત મારા બિઝનેસમા ખર્ચી નાખી છે.


મે આપણા બે દીકરાઓ વિરાટ અને ઈશાનને પણ કંઈ આપ્યું નથી કારણ કે તે બંને તેમના શોખ અને આવડત મુજબ પોતાની મહેનતથી આપમેળે આગળ વધ્યા છે અને આ રીતે હવે નિર્વાણ મારી આખી જિંદગીની મહેનત અને પ્રતિષ્ઠાને ધુળધાણી કરે તો કેમ ચાલે ?


પ્રેમા : તમે ચિંતા ના કરો...હવે હું જ કરીશ કંઈક... મને સમજાઈ ગયુ મારે હવે શું કરવાનુ છે...અને તે તે રૂમની બહાર જાય છે... નિવેશ આજે પ્રેમાના એક નવા જ સ્વરૂપ ને જોઈ રહ્યો છે કારણ કે આજ સુધી તેને આવુ કંઈ પણ થાય તો તે બહું ગુસ્સે થઈ જાય અને કોઈને પણ સામે જ સંભળાવી દે ભલે તે ગમે તે હોય... પણ આજે તે આટલું બધુ સાંભળીને પણ એકદમ શાંત ચિતે વાત કરી રહી છે.

***


વિરાટ બધાને બીજો આલ્બમ શરૂ થતા પહેલાં બધાને તેમના પૈસા ચુકવી દે છે. તે આયુષીને બોલાવી ને તેને કહેલા પૈસા કરતાં વધારે આપે છે.

આયુષી : તમે મને કેમ વધારે પૈસા આપ્યા ? આગળનો આલ્બમ તો તમારા બીજા આલ્બમ જેટલો હીટ પણ નથી થયો ?

વિરાટ : એનો કંઈ વાંધો નથી. તમારા મમ્મીની સારવાર માટે આપ્યા છે. તેમને સારી હોસ્પિટલમાં સારામાં સારો ઈલાજ કરાવજો.

આયુષી : થેન્કયુ કહીને જતી રહે છે.


વિરાટ તો તેના કામમાં લાગી જાય છે પણ આ બાજુ આયુષી જતાં જતાં તેની સામે જોઈ રહી છે...એ વાત ત્યાં કોઈ કામ માટે વિરાટ પાસે આવતો સમય જોઈ જાય છે.


પ્રેમલતા હવે શું કરશે પોતાના પતિના આટલા મહેનતથી કરેલા બીઝનેસ ને બચાવવા ? અને આયુષી હજુ સુધી તો બહું સારી છે....તે આમ જ રહેશે કે તેની આ વિરાટ ને એકીટશે જોઈ રહેતી તેની આંખો પાછળ કોઈ રાઝ છુપાયેલો હશે ?


ક્રમશઃ



Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama