Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Drama Romance


5.0  

Dr.Riddhi Mehta

Drama Romance


સંગ રહે સાજનનો -૧૧

સંગ રહે સાજનનો -૧૧

4 mins 442 4 mins 442

શ્રુતિ ઈશાનને રૂમમાં લઈ જઈને કહે છે , ઈશાન તું મને છોડીને ક્યાંય જઈશ તો નહી ને ? અને તે એકદમ ઉદાસ થઈ ને તેને પકડીને ઉભી રહી જાય છે.

ઈશાન : તું અચાનક આવુ બધુ કેમ કહે છે. શુંં થયુ છે તને જે હોય તે મને જણાવ.

શ્રુતિ : હું મા નહી બની શકુ ક્યારેય, તો તું મને સ્વીકારીશ. તને પપ્પા કહેનાર કોઈ નહી આવે તો તું મને છોડી દઈશ ?

ઈશાન : તું આ બધુ શું કહી રહી છે મને કંઈ સમજાતું નથી. તું જે હોય તે મને સ્પષ્ટ કહે બકા.

શ્રુતિ : મને ડોક્ટરે કહ્યું છે કે મારા ગર્ભાશયમા બહું બધી ગાંઠો છે તેથી તેના માટે ઓપરેશન કરાવવું પડે પણ એ બહું જોખમી છે જો સફળ થાય તો બરાબર, નહી તો હું ક્યારેય મા નહી બની શકું.

ઈશાન : તું શું આવી વાત કરે છે, શહેરમાં ઘણા ડોક્ટરો છે નિષ્ણાત, આપણે તેમને બતાવીને તેમની સલાહ લઈશુંં.....હું તને એક જગ્યાએ લઈ જઈશ....

***


વિરાટ અને વિશાખા બંને આલ્બમની તૈયારી કરી રહ્યા છે. હવે તો શુંં હીરો અને હીરોઇન બંને પોતે જ હોવાથી સરસ પ્રેક્ટિસ થાય છે. અને એ સાથે જ થોડા સમયમાં એક આલ્બમ રિલીઝ થવાની તારીખ નક્કી થઈ જાય છે.

આ તેમનો બંનેનો પોતાના અભિનયવાળો પ્રથમ આલ્બમ છે એટલે બંને બહું ખુશ છે અને આખરે થોડા દિવસમા એ આલ્બમ રિલીઝ થાય છે.

પણ બધાના અચંબા વચ્ચે એ આલ્બમ એકદમ હીટ થઈ જાય છે સાથે જ એ બંનેની જોડી અને અભિનય ના પણ બધા ભરપેટ વખાણ કરી રહ્યા છે. બંને મોટી પાર્ટી રાખીને સેલિબ્રેશન કરે છે....જેમાં મોટી હસ્તીઓ પણ શામેલ થાય છે.

જોતજોતામાં થોડા સમયમાં એમના એકપછી એક આલ્બમ હીટ થતાં જાય છે... અને બંને એકબીજા સાથે સમય પસાર કરતાં રહે છે. આ બધું જોઈને નંદિની બળી જાય છે.

તે નિર્વાણ ને હવે તેનો આગળનો પ્લાન કહે છે એ મુજબ તે કરે છે અને થોડા જ દિવસમાં તે પુરૂ કરી દે છે કામ અને તે નિર્વાણ ને અલગ રહેવા જવાનું કહે છે પણ તે ના પાડી દે છે...

***


એક દિવસ નિવેશ અને પ્રેમા આરામથી તેમના વિશાળ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય છે. વાતો કરતાં હતા ત્યાં જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે...અને નિવેશ ફોન ઉપાડે છે તે કહે છે સર હું મનોજ બોલુ છું તમારો મેનેજર, મારે તમારી સાથે બહું જરૂરી વાત કરવી છે.

નિવેશ: હું હમણાં ઓફિસ આવવાનો જ છું ત્યારે શાંતિથી વાત કરીએ..

મનોજ : ના સર બહાર મળવુ જરૂરી છે બને એટલું જલ્દી. એ કામ ઓફિસમાં થાય એવું નથી.

નિવેશ : સારું હમણાં કલાકમા મળીએ. પછી જમીને તે બહાર મનોજને મળવા નીકળે છે.

***


આજ વિરાટ અને વિશાખાની પહેલી એનિવર્સરી છે. વિરાટે વિશાખા માટે એક મસ્ત સરપ્રાઈઝ તૈયાર કરી છે એ મુજબ વિરાટ આજે આખો દિવસની શુટિંગ માટે રજા લઈ લે છે. તેઓ સવારે મંદિર જઈને પછી વિરાટ વિશાખાને લઈને ગાડીમાં એક જગ્યાએ જાય છે.

મસ્ત હીલ સ્ટેશન, ત્યાં સરસ હરિયાળી, ઊંચા પર્વતો, અને ઉપર જવાનો એ ઢોળાવવાળો રસ્તો... સાથે જ આવતો ઠંડો શીતળ પવન...મન પ્રફુલ્લીત કરી દે એવું સરસ વાતાવરણ છે.

વિશાખા : વિરાટ આપણે ક્યાં જઈએ છીએ ? અહીં કેમ આવ્યા છીએ ?

વિરાટ : તને હીલ સ્ટેશન અને શાંત વાતાવરણ બહું ગમે છે ને એટલે હું આજે તને અહી લઈ આવ્યો છું.

એમ કહીને તે એક મસ્ત જગ્યાએ લઈ જાય છે પહોંચતા જ ત્યાં એક સરસ ફાર્મહાઉસ જેવું દેખાય છે. અંદર વિરાટ તેને આંખો પર પટી લગાવીને લઈ જાય છે. પહોંચતા જ ત્યાં તેમના પર ફુલોની વર્ષા થાય છે. ત્યાં રૂમમાં જઈને પટી ખોલતા સાથે જ આગળ વધતા ત્યાં અલગથી રેડી કરાવેલો એક સરસ રૂમ દેખાય છે. ત્યાં બંને પ્રવેશતા જ તેમના પર રંગબેરંગી જરી અને ફુલોની વર્ષા થાય છે.

અંદર તો આખો રૂમ શણગારાયેલો છે. આખા રૂમમાં બંનેના ફોટોસ અને બલુન્સ હતા લગાવેલા. સાથે જ એક મસ્ત રોમાંન્ટિક મ્યુઝિક જેનો વિશાખાને બહું શોખ હતો.

એટલામાં જ વેઈટર એક બંનેના ફોટોસવાળી સ્પેશિયલ ડેકોરેટ કરાયેલી કેક લાવે છે...અને તે રૂમ બંધ કરીને જતો રહે છે તે કહે છે સર કંઈ કામ હોય તો બેલ મારજો.

વિરાટ વિશાખાને ખાસ આગ્રહ કરીને એક સરસ પીન્ક કલરનુ વનપીસ પહેરવાનુ કહે છે જે એ પોતે લઈ આવ્યો છે.પછી બંને કેક કટ કરે છે...એ સાથે જ તેમના આલ્બમના ગીતો રૂમમાં ચાલુ થાય છે. અને પછી વિરાટ પોતે એક સોન્ગ વિશાખા માટે ગાય છે જે તેણે પોતે બનાવેલુ હતું.

વિશાખા આ બધુ જોઈને સરપ્રાઈઝ થઈ જાય છે કે વિરાટે આટલી બધી કામની વ્યસ્તતા વચ્ચે પણ મારા માટે આટલું બધુ કર્યું.

વિશાખા : થેન્કયુ તમે મારા માટે આટલું બધુ કર્યું ?? સાચુ કહું તો મે તો કંઈ આ માટે કર્યું જ નથી પણ હા એક ગિફ્ટ છે તે વિરાટના હાથમાં આપે છે ...

વિરાટ એ જુએ છે તેમાં ડાયરી હતી જે વિશાખા એ તેને ફર્સ્ટ નાઈટે ગિફ્ટ કરી હતી પણ આ શુંં વિશાખાએ એ ડાયરીમાં ફોટોસ સાથે આખા એક વર્ષની યાદો પોતાની લાગણીઓ સાથે કંડારી છે....

વિરાટ : આ બધા ફોટોસ તે ક્યારે લીધા ?? અને આટલી સુંદર લાગણીઓ અને સંવેદનાઓ એની સામે મારી સરપ્રાઈઝ કંઈ જ નથી. પૈસાથી બધુ થાય એવું જરૂરી નથી. તે આજે મને બતાવી દીધું.


અને એ સાથે જ પીન્ક કલરના એ સેક્સી વનપીસમા આવેલી વિશાખા ને તે ઉચકી લે છે અને કહે છે...વિશું...હું ખરેખર નસીબદાર છું કે તું મારા જીવનમા આવી. તે બધી જ જગ્યાએ મારો સાથ આપ્યો છે....બસ આપણો પ્રેમ અને એકબીજા પરનો વિશ્વાસ અને લાગણી હંમેશાં આમ જ અકબંધ રહે.

અને તેને એક આલિગન આપીને તેની બાહોમાં સમાવી લે છે અને એ સાથે જ બંને એકમેકમા ખોવાઈ જાય છે !!

વિશાખા : બસ આપણે હંમેશાં આમ એકબીજા સાથે જીવનભર રહીએ એવું હું ઈચ્છુ છું.


ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama