Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Drama Thriller


5.0  

Dr.Riddhi Mehta

Drama Thriller


સંગ રહે સાજનનો -૧૦

સંગ રહે સાજનનો -૧૦

4 mins 312 4 mins 312

વિશાખાના મનમાં વિરાટના શબ્દો વારંવાર ઘોળાઈ રહ્યા છે. તે રાત્રે બહું વિચારે છે. તેને આ બધુ અજુગતુંં એટલે લાગી રહ્યું છે કારણ કે તે એક સીધા સાદા મિડલ ક્લાસ પરિવારની હતી. બહું સરળ લોકો હતા. તેને એવું લાગે છે કે આ બધી ફેમસ થવાની ટીવીના લોકોની દુનિયા બહું ખરાબ હોય છે.

પણ બીજી બાજુ તે વિચારે છે કે મારે તો જે પણ કરવાનુ છે, શુટિંગ મારા પતિ સાથે જ કરવાનું છે અને વિરાટ તો મારી સાથે જ હશે કે જેથી બીજા લોકો સાથે કામ કરવામાં મને અજુગતુંં લાગે. અને વળી બીજું કોઈ તેમની સાથે વાત કરે અને લોકો જુએ એના કરતાં હું જ તેમની સાથે કામ કરૂ એમાં શું ખોટું છે. અને વળી સામેથી વિરાટે જ મને કહ્યું છે એટલે બીજો તો કોઈ સવાલ નથી કે તેમને મારા આવી રીતે ગ્લેમર વલ્ડમાં કામ કરવાથી વાંધો હોય.

અને બીજું કોઈ પણ તેમની સાથે કામ કરે એ વ્યક્તિ કેવી હોય, એના કરતાં હું જ કામ કરૂ એનાથી વધારે શું સારું. તે આખી રાત વિચાર કરે છે. અને આખરે એક ડીસીઝન લે છે.

 

***


સવારે તે વહેલા ઉઠીને વિરાટ ને ઉઠાડે છે અને તે બહું ખુશ હોય છે. તે કહે છે મે મારો નિર્ણય લઈ લીધો કે.....એટલામાં જ ડોરબેલ વાગે છે...

વિરાટ : અત્યારે સવારે આટલા વહેલા કોણ હશે ??

વિશાખા : હું જોઉ છું કોણ છે. તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી . અને વિશાખા મનમાં મલકાતી મલકાતી ધીમેથી ગીત ગાતી દરવાજો ખોલવા જાય છે.

દરવાજો ખોલતા જ સામે નિવેશશેઠ અને આ શું સાથે પ્રેમા પણ હતી. તે બંનેને પગે લાગે છે. અને આવકાર આપે છે.

નિવેશ : સોરી બેટા સવાર સવારમાં આવી ગયા. ડિસ્ટર્બ તો નથી કર્યા ને.

વિશાખા : અરે ના પપ્પાજી. આવો હું હમણાં કોફી જ બનાવવા જતી હતી. તમે લોકો બેસો હુંં હમણાં જ બનાવીને લાવુ છું આપણે સાથે પીએ. એટલામાં જ વિરાટ નાહીને બહાર આવે છે.

પ્રેમા વિરાટ ને જોઈ એકદમ ભાવુક થઈ જાય છે અને કહે છે બેટા કેમ છે તુંં ? આખરે કોઈ પણ કારણોસર મા સાથે રિસામણા થાય પણ તેના પ્રત્યેની લાગણી અને પ્રેમ ક્યારેય ઓછા થતાં નથી.

વિરાટ પણ કહે છે મમ્મી હું મજામાં તું કેમ છે ??

નિવેશ : એને જરા પણ મજા નથી. એને કાલ રાતથી તારી બહું યાદ આવી રહી હતી. એ આખી રાત સુતી નથી. એટલે જ વહેલા અત્યારે હું તેને અહીં લઈ આવ્યો.

નિવેશ તો વિરાટ ના ઘરે અવારનવાર આવતો પણ આજે પ્રેમા વિરાટ ના ઘરે પ્રથમ વાર આવી હતી. એટલામાં વિશાખા કોફી અને પ્રેમા માટે ખાસ લેમન ટી બનાવીને લાવી.

પ્રેમા વિશાખા સામે જુએ છે. પણ કંઈ જ બોલતી નથી. બધા થોડીવાર વાતો કરે છે. પછી વિશાખા કહે છે મારે તમારા બધા સાથે કંઈ વાત કરવી છે.

નિવેશ : હા બોલને બેટા.

વિશાખા : તમને બધાને ખબર છે કે વિરાટ હવે પોતાના નવા આલ્બમ માટે કામ કરી રહ્યા છે. હવે તેમાં હીરો તરીકે તો વિરાટ કામ કરી રહ્યા છે પણ તે મને એમાં હીરોઇન તરીકે કામ કરવા માટે કહી રહ્યા છે.

પહેલાં તો હુંં ના પાડતી હતી પણ મે શાંતિથી બધુ વિચાર્યું તો મને લાગ્યું કે બીજું કોઈ કરે એના કરતાં હું કરૂ તો. પણ જો તમારા બધાની સંમતિ હોય તો જ. કારણ કે આ ફિલ્ડમાં કામ કરવાનુ દરેક પરિવાર ને પસંદ ના પાડે ખાસ કરીને લેડીઝ ના કેસમાં.

પ્રેમા : મોટા લોકો સાથે કામ અને આવા સારા પ્રોફેશનમા કામ કરવામાં અને ફેમસ બનવામાં અમારા ઘરની ઈજજત મા કોઈ ફેર ના પડે. ફક્ત ફેર સમોવડિયા સંબંધો ના હોય તો જ પડે.

વિરાટ : મમ્મી તું ફરી એના એજ ટોપીક પર આવી ગઈ. મને એમ કે આટલા મહીનાઓ પછી તું આજે પહેલી વાર આવી તો મને લાગ્યું કે તારું મન બદલાયુ હશે વિશાખા માટે પણ તારામાં કોઈ ફેર આવે એવુ સમજવુ મારી બહું મોટી ભુલ હતી.

 વિશાખા નો ઉતરેલો ચહેરો જોઈને નિવેશ કહે છે, બેટા વિશાખા આ બધુ સાઈડ મા રાખ કોઈનું પણ કહેલું મગજ પર લઈશ નહી. તું ત્યારે તારી તૈયારી શરૂ કરી દે. અમારા તરફથી પુરી મંજૂરી અને સપોર્ટ છે.

વિરાટ : હા હવે તારે કોઈની પરમીશનની જરૂર નથી. પપ્પા એ કહ્યું ને હા અને બીજા જેને આપણી પડી ના હોય તેની હા કે ના સાંભળવાની રાહ જોવાની જરૂર નથી.

નિવેશને લાગ્યું કે વાતાવરણ થોડું ખરાબ થઈ રહ્યું છે. એટલે એ કહે છે પ્રેમા આપણે જઈએ આજે તો આપણે બહાર પેલા મારા ફ્રેન્ડ ને લોકો આવવાના તેમને લઈને આપણા ઘરે જવાનું છે એમ કહીને તે બંને ઘરે જવા નીકળે છે.


***


શ્રુતિ ઈશાનની સાથે ડાઈનીંગ ટેબલ પર બ્રેકફાસ્ટ કરવા બેઠી છે પણ તેનું મન નથી . તે ઉદાસ લાગતી હતી. ઈશાન તેને પુછે છે તને કંઈ થયું લાગે છે તું છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉદાસ લાગે છે કંઈ થયું છે તને ??

શ્રુતિ : મારે તમને એક ખાસ વાત કરવી છે. પણ કઈ રીતે કહું ?? મને બહું ચિંતા થાય છે. તે કહેવા જાય છે ત્યાં જ તે સામે નંદિની ને જોતાં કહે છે કંઈ નહીં બસ એમ જ કહીને ઈશાન ને કહે છે આપણે રૂમમાં જઈએ પછી વાત કરૂ.

શું વાત હશે શ્રુતિ ની ?? અને કેવી શરૂ થાય છે વિરાટ અને વિશાખા ની નવી પ્રોફેશનલ લાઈફ ??


ક્રમશઃRate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama