સંધ્યા
સંધ્યા
મઢ આઇલેન્ડમાં વૈભવી બંગલાની બારી પાસે રાખેલ પલંગ પર પડી પડી સંધ્યા દરિયામાં ઉછળતા મોજા અને ઢળતી સંધ્યાને ભાવશૂન્ય નજરે નિરખી રહી હતી. વિરોધાભાસ, ઉછળતા મોજા અને ઢળતી સંધ્યા, જાણે એનું પોતાનું જ પ્રતિબિંબ ! આંખો પણ જાણે માનવની જેમ દગો દેતી હોય એમ વારે વારે ઢળી પડતી હતી. ના શરીરમાં જોશ છે,ના હૈયામાં હામ ! ખેર ! આ તો રોજનું થયું. શારીરિક તેમજ માનસિક પીડા એકલ પંડે જીરવાની !
સ્માર્ટ, આધુનિક, રૂપરૂપના અંબાર સમી, દરિયાના ઉછળતા મોજા જેવી ઉત્સાહી સંધ્યા ક્યારે કાળમીંઢ ઢળતી સંઘ્યામા રૂપાંતરિત થઈ ગઈ ખબર જ ના પડી. કેન્સરની બિમારીએ શરીરમાં ઘર કર્યું અને વખત જતા સ્નેહા, સમીર અને ઘરના સભ્યોએ જાકારો આપ્યો.
