STORYMIRROR

Seema Pandya

Others

3  

Seema Pandya

Others

બાળ મજૂરી

બાળ મજૂરી

1 min
134

શેઠ મનસુખ લાલ સમાજના અગ્રણી સમાજસુધારક તેમજ શ્રેષ્ઠ વક્તા ગણાતા. આજે એક વિશાળ મેદનીને સંબોધન કરવાનું હતું. વિષય હતો" બાળ મજૂરી". હંમેશની જેમ લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આગલી હરોળમાં બેઠેલા બાળકો તો ખુબ જ ખુશ થઈ ગયા.

બધાનું અભિવાદન સ્વીકારી ગર્વથી પોતાની કાર હંકારી ગયા. ટ્રાફિક સિગ્નલ પાસે ગાડી ઊભી રહી. એક છોકરો દોડતો દોડતો આવી ગાડી સાફ કરવા લાગ્યો, ત્યાં જ મનસુખલાલ તાડૂકી ઊઠયા;"ખબરદાર, જો એક પણ લીસોટો પડ્યો છે તો ? બરાબર સાફ કર."


Rate this content
Log in