Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

2  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

સંબંધો તો પારસમણિ જેવા છે

સંબંધો તો પારસમણિ જેવા છે

3 mins
88


જિંદગીમાં સંબંધો એટલે ખળ ખળવહેતું ઝરણું ઝરણાંને કોઈ રોકના હોય એને કોઈ બંધના હોય. સુમધુર સંબંધોથી જીવનમાં સંગીત પ્રગટે છે. અને આં સંગીત જીવનને સૂરીલી બનાવે છે. ભીની ભીની લાગણીથી જ્યારે માણસ ભીંજાઈ છે ત્યારે કોઈ તકલીફ કે દુઃખનો ડર એને નથી લાગતો. પોતાના અસ્તિત્વનો અહેસાસ કરી શકે છે. જીવનનો જશ્ન માનવી શકે છે. સંબંધના આ બિંદુઓ વર્ષા બિંદુ જેવા છે. વર્ષા બિંદુના આગમનથી ધરતી મહેકી ઊઠે છે.

અને તેમાં રહેલા બીજને ધરતીનો સીનો ફાડી ઉગવાનો એક અવકાશ આપે છે. સંબંધો પણ માનવીનું જીવવાનું કારણ છે. સમાજ વિના માનવીની કલ્પના શક્ય નથી. કોઈ એક માણસ પાસે પોતાનો ખુદનો ટાપુ હોય રહેવા બંગલો અને બધી જ સગવડતાઓ હોય તો પણ માણસ વગર આ મહેલ પણ ખંડેર લાગશે. લાગણીના તાંતણે બંધાઈને માનવી જીવન જીવી શકે છે.

સુમધુર સંબંધની વાંસળીના સૂરથી જીવન મીઠું મધુરું બને. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સંબંધનો સ્વીકાર કરીએ છીએ એનો મતલબ એવો છે કે આપણે એની ખૂબી અને ખામી બંનેનો સ્વીકાર કર્યો છે.  વ્યક્તિ એજ હોય, સંબંધો એજ હોય પણ કોઈ ઘટના ઘટે ત્યારે એને મૂલવવાનો આપનો દૃષ્ટિકોણ અલગ હોય છે.

પણ કોઈ નાનકડી બાબત માટે મહામૂલા સંબંધોને ખોવા નહિ. હીરાને હીરો બનતા વાર લાગે છે. એને કોઈ સામાન્ય પથ્થર સાથે અથડાવી તોડશો નહિ સંબંધો એ મહામૂલું ઘરેણું છે. એના પર ગેરસમજની ધૂળના ચડે. એ આપણે જોવાનું રહ્યું.

કોઈ માનવી સંપૂર્ણ નથી. પણ આપની અપેક્ષાઓ ખૂબ વધારે હોય છે. અને અપેક્ષાઓ પૂર્ણ નથી થતી ત્યારે આ મહામૂલા સંબંધને ઠોકર મારી દઈએ છીએ.

આમ શા માટે ?

ઘઉંની બોરીમાં કાંકરા હોય તો આપણે ઘઉં નથી ફેકી દેતા. પરંતુ કાંકરા કાઢી નાખીએ છીએ. તો આવું જ સંબંધોમાં કેમ નહિ ? આવી ખરાબી મનમાંથી કાઢવાની જરૂર છે. જો આ કાઢી નાખશો તો આ સુમધુર સંબંધો જળવાઈ રહેશે. એક સુંદર મજાની વાર્તા છે.

એક ગુરુ પોતાના શિષ્યોને સમજાવી રહ્યા હતા કે પોતાના લોકોથી કોઈ ભૂલ થાય તો આપણે એને માફી આપી સંબંધો સુધારી લેવા જોઈએ. પણ આં માટે શિષ્યો તૈયાર નહોતા. ગુરુ ચારેય શિષ્યોને બહારગામ જવા માટે કહે છે, સાથે દસ દસ કિલો બટેટાની બોરી આપે છે.

શિષ્યો બહારગામ બોરી લઈને ફરે છે, હવે બટેટા ગંધાવા લાગ્યા. તેવો થાકીને ગુરુ પાસે આવે છે અને કહે છે બટેટા અમે ફેકી દઈએ, એ ખૂબ વાસ મારે છે. અને અમને વજન પણ બહુ લાગે છે. ત્યારે ગુરુ કહે છે તમારા પોતાના લોકોની એવી વાતો પણ તમારા હૃદય પર ભાર આપે છે. અને વ્યક્તિ પ્રત્યે નકારાત્મક વલણ પેદા કરે છે. અને આં જક્કી જિદ્દી વલણ હું શા માટે માફી માગું ? એના બોલે તો કઈ નહિ હું શા માટે સામેથી બોલાવું ? આ અહમ આ જીદથી સંબંધો તૂટે છે જે મિત્રનો હોય કે સગા સંબંધીનો હોય.

સંબંધો મધુર ઝરણાં જેવા છે એને સતત વહેવા દો.

ઝરણાંના સંગીતમાંથી સુમધુર સંગીત ઉત્પન્ન થશે જે જીવનને મધુર બનાવશે, સંબંધોનો પાણી અને માછલી જેવા, સૂરજ અને કિરણ જેવા, ઘૂઘવતા દરીયાના મોજા જેવા, ઉષ્માભર્યા હોવા જોઈએ શંકા ઓના વાદળને ઘેરાવાના દેશો. જ્યારે વાદળ ઘેરાય છે ત્યારે પ્રતાપી સૂર્ય પણ ઢંકાઈ જાય હકીકત દેખાતી નથી અને એકબીજા પર દોષારોપણ કરીએ છીએ. સંબંધો વરસતા શક્તિના ધોધ જેવા છે જે કાળમીંઢ પથ્થરને પણ તોડી શકે છે.

સંબંધોની સાંકળને તૂટવાના દો એની એક એક કડી ખૂબ મહત્વની છે. એના થકી જિંદગી છે.

સંબંધો એ પારસમણિ જેવા છે એની ઉષ્મા એનો સ્પર્શ મળતા જ ઉદાસી ખુશીમાં પલટાઈ જાય છે.

સંબંધો એ સૂર્યના કિરણ જેવા છે જે ઉદાસી હતાશાના બરફને પિગાળી નાખે છે આવા સંબંધોની ડોર જકડી રાખો.

તૂટવાના દો વરના જિંદગી વિખરાઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational