Alpa Bhadra "krishna"

Abstract Inspirational

3  

Alpa Bhadra "krishna"

Abstract Inspirational

સમાધિ

સમાધિ

1 min
190


ભોળાને ભોળવીને ભગા કરે,

ને કરે સમાધિનો ઢોંગ,

ખુદને ઘણાવે અંશ ઈશનો,

ને ચોડે ભભૂત અંગ,


ખોટી બડાઈમાં સંસાર ફસાયો,

ને સાચો થઈ જાય દંગ,

આ આડંબરનાં સ્વાંગમાં,

છેતરાય લોક નવરંગ,


પડદા પાછળ ચરસ ગાંજો,

અફીણ ને દારુ સંગ,

નાદાનનો શોષણ કરે,

ને બને સાધુ સંત,


ચેતવો લોકો સમજો,

મારી વાતનો એક જ મર્મ,

સમાધિમાં કોઈ સંત નથી,

નથી કોઈ દેવનો નંગ,


પૂજવું હોય તો સ્વયં પૂજો,

સ્વયં બની માનવતાનો રંગ,

રામ શ્યામ ને ભોળો પણ દેશે,

તમને શક્તિ અઢળક અભંગ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract