સલાહ
સલાહ
" હેલ્લો,સાગર હું હિમેશ બોલું છું." હા,હા,બોલ ,મારા લાયક કોઈ કામ ?" સાગર બોલ્યો.. હેલ્લો, સાગર,આજે મારા ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. આજે સાંજે આરતી,ભજન અને ધૂન રાખી છે.તો તારે આવવાનું છે." હા,હા, હું ચોક્કસ આવીશ. પણ આ વખતે કેમ ગણેશજીની સ્થાપના કરી?. કંઈ ખાસ છે? ..ના..ના.. કંઈ ખાસ નથી..બસ એમ જ.. ઈચ્છા હતી કે આ વખતે ગણેશજીની સ્થાપના કરું." .." હેલ્લો હિમેશ, ગણેશજીની સ્થાપના વખતે તે વ્યસન છોડવાનું નક્કી કર્યું કે નહીં?. જન્માષ્ટમી વખતે પણ તેં વ્યસન છોડ્યું નહીં...આ સિગારેટ... તંબાકુ અને ગુટખા બહું નુકશાનકારક છે. મેં તને ઘણી વખત કહ્યું પણ તું હમણાં નહીં..કરે છે...આ તારા પપ્પા પણ તંબાકુ બહુ ખાય છે જેથી દાંત પણ પડી ગયા છે.અને મોઢું પણ નિસ્તેજ થતું જાય છે. આ તો મિત્ર છું એટલે સલાહ આપું છું બાકી તારી મરજી!!! " જો સાગર, તારી વાત સાચી છે. હું આ વ્યસન છોડવા જ માગું છું...આ ગણેશ ઉત્સવ પતે એટલે.... નવરાત્રીમાં તો ચોક્કસ છોડી દઈશ. આ વખતે નવરાત્રીના ઉપવાસ પણ કરવાના છે.".." સરસ, હિમેશ... આપણે વ્યસનના ગુલામ બની રહ્યા છીએ...આ વ્યસનો છોડવાથી આર્થિક, સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ફાયદાકારક છે." " સાગર,એક વાત કહું, તને પણ એક વાતનું વ્યસન છે!!!" " કયું ??"....." આ સલાહ... આપવાનું..." આ બોલતાં બોલતાં હિમેશને જોરથી ખાંસી આવવા માંડી... અને ફોન....કટ થઇ ગયો.... સાંજે સાગર હિમેશના ઘરે ગણેશજીના દર્શન કરવા ગયો....તો ખબર પડી કે.....હિમેશની તબિયત અચાનક બગડતાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે.અને ગળફામાંથી લોહી પડ્યું હતું.......સાગર હિમેશની ખબર કાઢવા હોસ્પિટલમાં ગયો...હિમેશ બોલ્યો ," મિત્ર, તારી સલાહ.... સાચી છે... મેં આજથી તંબાકુ અને સિગારેટ છોડી દીધી."..." સરસ, હિમેશ, તેં યોગ્ય સમયે નિર્ણય કર્યો..... જાગ્યા..ત્યારથી સવાર... ગણેશજીની કૃપાથી તને સારું થઈ જશે." ...... અને ત્રણ દિવસમાં હિમેશને હોસ્પિટલમાંથી રજા આપી.. અને ધીરે ધીરે...હિમેશની તબિયત સારી થતી ગઈ.