સ્કાય કોન્ફરન્સ
સ્કાય કોન્ફરન્સ
વાત ૩૦૨૫ની આકાશમાં એક સ્કાય કોન્ફરન્સ ચાલુ હોય છે. આકાશમાં સ્કાય કોન્ફરન્સમાં પૃથ્વીવાસી તથા મંગળ બુધ ગુરુ શનિ બધા ગ્રહોના એક એક સભ્યો હાજર હોય છે. બુધ ગ્રહના અધ્યક્ષ સ્થાને મીટીંગ ચાલુ હોય છે. બુધની લીલા રંગની આભા તો જાણે જોવા જેવી હતી ! એટલો સરસ લાગતો આ બુધ ગ્રહ બધા ગ્રહોને આવકારે છે. જેમ આપણા દેશમાં G20 અને G8 જેવી મીટીંગો ચાલે છે, એવી મીટીંગ આકાશમાં બધા ગ્રહોની ચાલતી હતી.
આ મિટિંગ શરૂ થઈ અધ્યક્ષ સ્થાને બુધની સામે બધા ગ્રહો વારાફરતી પોતાનું પ્રેઝન્ટેશન કરતા હતા. પૃથ્વી ગ્રહનો વારો આવ્યો અને પૃથ્વી ગ્રહવાસી વાસીએ કહ્યું કે, "અમારે સેન્સર ટેકનોલોજી જોઈએ છે."
બુધ ગ્રહ : “તમને ખ્યાલ છે ? અમે તમને સૌથી પહેલા એવી ટેકનોલોજી આપી જે ટેકનોલોજી ફ્રિકવન્સીના રૂપમાં તમે એને ખુબ વધારે એક્ટીવ કરી દીધી. તેનો ઉપયોગ પૃથ્વીવાસીઓના અત્યારે ઘરે ઘરમાં થાય છે. મોટા તો ઠીક પણ બાળકો પણ તેને માટે ગાંડા થયા છે. તમને ખ્યાલ છે તમારી પાસે જે મોબાઈલ નામનું ગેજેટ અમે તમને જે આપ્યું છે એનો તમે એટલો બધો દૂર ઉપયોગ કરો છો ! કે ભવિષ્યમાં પૃથ્વીવાસીઓ પાસે આંખો નહીં રહે."
પૃથ્વીવાસી : જી, મને ખબર છે. જયારે અમે આ ગેજેટ અહીંથી લઇ ગયા ત્યારે પણ અમને કહેવામાં આવેલ પણ અમારા કંટ્રોલ બહાર અત્યારે આ ગેજેટ જતું રહ્યું છે. ભવિષ્યમાં અમારી પાસે આ ગેજેટને કારણે આંખો નથી રહેવાની. એટલા માટે જ હું આપની પાસે એક એવું સેન્સર માંગવા આવ્યો છું કે આંખો વગર પણ અમે જોઈ શકીએ. અમને આ ગેજેટ તમે આપશો તો માનવી પાંગળો થતો બચી જશે. અને તેને આંખો છે કે નહિ તે બાબતે અહેસાસ જ નહિ રહે. વગર આંખોએ જોઈ શકાશે. માટે આપને વિનંતી કરું કે આવી ટેકનોલોજી અમને આપો જેથી માનવજાતને બચવી શકાય."
બધા ગ્રહો શોર-બકોર કરવા લાગ્યા, "પૃથ્વી વાસીઓ મોટાભાગે માનવ જાતને વિકસિત કરવા આપણી પાસેથી દર વર્ષે કંઇક ને કંઇક લઇ જાય છે. છતાં તેનું પ્રોગ્રેસ રીપોર્ટ તો જીરો જ આવે છે."
બુધ : “બધા શાંત થાઓ ” આપણે પૃથ્વીને મદદ કરવાની છે. કોણ આગળ આવે છે ?"
મંગળ ગ્રહ : "અમે પૃથ્વીને મદદ કરવા તૈયાર છીએ પણ અમારી એક શરત છે. અત્યાર સુધી આપણે તેની પાસેથી કઈ જ લીધું નથી ફક્ત સેવા જ કરી છે. પણ આ વખતે અમને એક હજાર જેટલા પૃથ્વી વાસીઓ જોઈએ છે. બોલો મંજુર હોય તો અમે તેમને પાંચ હજાર સેન્સર એલિયન આપવા તૈયાર છીએ."
પૃથ્વી વાસી : "જી,અમને શરત મંજુર છે. અમે એક હજાર માણસો આપને પ્રોવાઈડ કરી આપીશું. કોન્ફરેન્સ પૂરી થાય છે. બધા ગ્રહો ચાલ્યા જાય છે. પૃથ્વાવાસી નીચે આવીને ખાનગી વિડિયો કોન્ફરેન્સ બોલાવે છે. મોટા ભાગના દેશો સાથે ઉપર ચાલીલે મીટીંગ મુજબ પ્રસ્તાવ રાખવામાં આવે છે. બધા દેશના પ્રમુખો કહે આપે માણસોનું કહ્યું, અમે આપવા તૈયાર છીએ પણ કેવા પ્રકારના માણસો મંગળ ગ્રહને જોઈએ છે ?"
પૃથ્વી વાસી કહે: કે જો ભાઈ એવી કોઈ ચોખવટ ઉપરના ગ્રહ સાથે થયેલ નથી. પણ હવે મીટીંગ આવતે વર્ષે જ આવશે ત્યારે જ મારે બધાને લઇ જવાના છે ત્યાં સુધીમાં આપણે નવોદિત વૈજ્ઞાનિક, એન્જીનીયર, ઉત્સાહી ડોક્ટર અને જેનો આઈ કયું લેવેલ ૨૦૦ને પાર હોય એવાને એકઠા કરીએ."
બધા દેશોના ભાગના જેટલા વ્યક્તિ આવ્યા તેની માટે દેશમાં શોધ-ખોળ શરુ થઇ. ઘણા વૈજ્ઞાનિક, ડોક્ટર્સ, એન્જીનીયર, વગેરે ગાયબ થવા લાગ્યા. અને એવી વાતો ઉડી કે બીજા ગ્રહના એલિયન આવીને આ બધાને હાઇજેક કરે છે. આ બધા દેશના લોકોએ જેને જેને ઉપાડેલ હતા, તેને એક વર્ષ માટે કોમામાં નાખી દીધેલ જેથી કોઈને પણ ખસર ન પડી.
વળી પાછું વરસ આવ્યું એટલે પૃથ્વીવાસી પહેલાએ કહ્યું : "કેવા પ્રકારના માણસો જોઈએ તે મંગળ ગ્રહ સાથે ચોખવટ થયેલ નથી. મેં પૃથ્વી પર વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જીનીયર વગેરે જેવા માણસો એકઠા કરી રાખ્યા છે."
મંગળ ગ્રહ : "અમારે તો ફક્ત અઘરામાં-અઘરી મહેનત મજુરી કરી શકે તેવા જોઈએ તેમાં ભણેલા –ગણેલા ન હોય તો ચાલશે."
પૃથ્વી વાસી : "ઠીક છે. મને થોડી મુદ્દત આપો હું આપને એક માસમાં આવા લોકો પ્રોવાઈડ કરી દઈશ."
પૃથ્વી વાસી ફરી નીચે આવીને વિડીયો કોન્ફરેન્સ યોજે છે. બધા દેશના પ્રમુખો અરે એવા માણસો તો આપણી પાસે ગલી ગલી ખાંચે-ખાંચે ભરેલા છે. સારું કહેવાયને કે તેને ભણેલા કે વૈજ્ઞાનિક, ડોક્ટર્સ, એન્જીનીયર નથી જોઈતા. વળી પેલા બંધી કરેલ વૈજ્ઞાનિક, ડોક્ટર્સ, એન્જીનીયરોને છોડી દે છે. અને એવી વાત બહાર પડે છે કે અમે આ બધાને બીજા ગ્રહની ચુંગાલમાંથી બચાવેલ છે.
એક હજાર ગરીબ દુબળા મજૂર વર્ગને પકડી અને સ્પેસ શટલમાં બેસાડી અને સ્કાયમાં લઈ જાય છે ને મંગળ ગ્રહને સોપી દે છે, મંગળ ગ્રહ શરત મુજબ 5000 એલિયન પૃથ્વી વાસીને મોકલાવે છે. પેલા એક હજાર માણસોનો સંપર્ક તૂટી જાય છે.
પૃથ્વીવાસી તો ખુબ ખુશ થઈ જાય છે, અને એક આવી જાહેરાત કરે છે કે વૈજ્ઞાનિકો દ્વારા આંધળા માણસો પણ જોઈ શકે તેવી સિસ્ટમ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે કોઈ વ્યક્તિને આંધળા હોવાનું ફીલિંગ નહિ થાય. વાયુ અને વાતને પ્રસરતા વાર કેટલી લાગે ! આખી દુનિયાના બધા દેશોમાં વાત પ્રચરી ગઈ કે હવે આપણે કોઈ આંધળા નહી હોઈએ, જે કોઈ આંધળા છે એ પણ બધા જ એ એક એવી સિસ્ટમથી જોઈ શકશે.
પણ એક એવો વર્ગ અને સમુદાય હતો એમાં એવી વાત પ્રસરી ગઈ હતી કે, રાતના સમયમાં એલીયનો આવીને ગરીબ દુબળા અને મજૂર વર્ગના માણસોને ઉપાડીને લઇ જાય છે. તેથી અમુક સમુદાયના લોકો એલિયન સામે યુધ્ધમાં આવી ગયા. હવે તમે જ વિચારો કે આગળ શું થયું હશે ! અને ભવિષ્યમાં આગળ શું થશે !
