STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Inspirational Others

3  

Hardik Dangodara 'Hard'

Inspirational Others

સકારાત્મક દ્રષ્ટિકોણ

સકારાત્મક દ્રષ્ટિકોણ

3 mins
376

વર્ષ 2020 ને બસ હવે ગણતરીના દિવસો રહ્યાં.

તો કોરોના નો કાળ તો ભૂલાય જ નહીં !

અચાનક જ ટપકી પડેલ આ મહામારી એ આખી દુનિયાનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. શરૂઆતમાં તો લોકો ને આ વિશે જાણકરી નહોતી. હું તો આ સમયે હોસ્ટેલમાં હતો. ન્યૂઝ પેપરમાં થોડું ઘણું વાંચતો, પણ બહુ ધ્યાન આપતો નહિ. આ દરમિયાન અમારી બોર્ડની પરીક્ષા ચાલુ હતી. છેલ્લું પેપર બાકી હતું. ત્યારે સરકારે જાહેરાત કરી કે લોકડાઉન કરવાનું છે, ત્યારે મને અચરજ થઈ કે આવી ખતરનાક મહામારી છે. પછી તો 2 દિવસ હોસ્ટેલમાં રહેવાના હતાં. ત્યાં સુધી તો ન્યૂઝ પેપર ખાસ થઈ ગયું !

જો કે છેલ્લું પેપર શાંતિથી પતિ ગયું. જો કે ઘરે જવા સુધીમાં તો કોરોનાની પૂરેપૂરી જાણકારી મેળવી લીધી. જતી વખતે મોં પર રૂમાલ બાંધી રાખ્યું. ત્યારે તો માસ્ક અને સેનેટાઈજરનું તો નામ જ નોહ્તું સાંભળ્યું !

મહામારીના શરૂઆતનાં દિવસો હતા, સામાન્ય માણસ ને તો આની કોઈ જાણકારી નહતી. લોકો ડર ના માહોલમાં હતાં. ઘણા ના કામ-ધંધા જતાં રહ્યાંં. લોકો શહેર છોડીને ગામડે આવવા મજબૂર બન્યા.

દિવસો જતા રહ્યાંં અને લોકોને આ મહામારી વિશે જાગૃત થયા. લોકો માસ્ક અને સેનિટાઈજરનો ઉપયોગ કરતા થયા. લોકો ફરી પોતાના રોજગાર અર્થે શહેર જતા રહ્યાં. સરકારે ઘણી સહાય કરી. લોકોને મફત અનાજ વિતરણ કર્યું, અને ઘણા આકરા નિયમો પણ અમલ માં મૂક્યા જેવા કે ફરજિયાત માસ્ક અને સેનેટાઈજર, લોકડાઉન, સોશ્યલ ડિસ્ટનસિંગ વગેરે. લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી. બધા તહેવારો પણ આ વર્ષે ફિકા ગયા એવું કહી શકાય. ગુજરાતીઓની જાણીતી નવરાત્રી પણ સાવ એમજ ગઈ. લગ્ન પ્રસંગ પણ મર્યાદિત સંખ્યામાં ઉજવવા પડ્યા. જો કે સરકાર જે નિર્ણય કરે છે આ આપણાં જ હિતમાં હોય છે.

આ મહામારી માં શું શું ફાયદાઓ થયા? - એક દ્રષ્ટિકોણ

સૌથી પહેલા તો એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્ર જોઈએ તો, પહેલા ફિલ્મ જોવા માટે થિયેટર માં જવું પડતું. પણ લોકડાઉન ના કારણે થિયેટર તો બંધ કરવા પડ્યા. તેનો વિકલ્પ પણ મળ્યો. બધી ફિલ્મો ડિજિટલ માધ્યમ પર રિલીઝ થવા લાગી. એટલે લોકોને લોકડાઉન માં પણ ટાઈમ પાસ માટેનું ઘર બેઠા માધ્યમ મળી ગયું.

બીજું તો સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીઓને પડી ! વિદ્યાર્થી તો શિક્ષકના ભૌતિક સંપર્કમાં ના રહ્યાંં. હવે, પ્રશ્ન એ થયો કે હવે તેઓને ભણાવવા કઈ રીતે ? જો કે એનો વિકલ્પ પણ મળ્યો. શિક્ષકે ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું. જો કે શરૂઆતમાં થોડી તકલીફ પડી. પણ પછી બધું સ્થિર થઈ ગયું. જો કે ઓનલાઈન માધ્યમમાં ભણાવવું એ સૌથી અઘરી બાબત થઈ પડે. શિક્ષક માટે આ સાહસ નું પગલું કહી શકાય.

પણ વિદ્યાર્થીઓ માટે પણ આ અઘરી બાબત કહી શકાય. એક તો ઓનલાઈન ભણવાનું અને પછી ઓફલાઈન પરીક્ષા દેવી !

ત્રીજી બાબત તો એ લોકો આયુર્વેદિક તરફ વળ્યા. શરૂઆતના દિવસોમાં આ મહામારી વિશે કોઈ માહિતી ન હતી હતી એટલે તેની અલોપેથી દવા પણ ન હોય એ તો સ્વાભાવિક વાત છે. એટલે એનો વિકલ્પ હતો માત્ર દેશી આયુર્વેદિક દવા. લોકો દેશી ઉકાળા પીવા લાગ્યા. અને તે સફળ પણ નીવડી.

જો કે હવે કોરોના ને હવે લગભગ એક વર્ષ થવા આવ્યું. વૈજ્ઞાનિકો ઘણા પ્રયત્નો કરી રહ્યાં છે. ઘણી રસી બનાવાવમાં સફળ રહ્યાં છે. અને થોડા જ સમયમાં દરેક લોકો સુધી પહોંચી જશે એવી આશ !

સૌથી મોટો ફાયદો એ થયો કે લોકડાઉનમાં બધા ઘરે જ રહ્યાંં. એટલે રસ્તાઓ પર વાહનો ક્યાંય દેખાયા નહિ. તેથી વાતાવરણ પણ શુદ્ધ થયું.

આ બધી બાબતથી એ શીખવા મળે છે કે કોઈ પણ બાબતનો કોઈને કોઈ " વિકલ્પ" તો હોય જ છે. બસ આપણે ખાલી જે તે બાબત ને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.

હવે અંતે એટલું જ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખાકારી નીવડે એને આ મહામારી નો અંત આવે. સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત જળવાય રહે બસ એ જ એક નવા વર્ષની આશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational