સીમા
સીમા
જયને રાત્રે સૂતી વખતે ગળામાં બરાબર લાગતું નહોતું. વેનીલા આઈસક્રીમ રોજના રુટીન પ્રમાણે સીમાએ આપ્યો અને હજુ તો ખાઈને બેડરૂમમાં સુવા ગયો ત્યાં તો જયને ઉધરસ આવવા લાગી સીમા દોડીને ગરમ પાણી લઈ આવી ગરમ પાણીનાં કોગળા કર્યા પછી તો વધારે વસમું લાગવા લાગ્યું. શ્વાસ ચડવા લાગ્યો. હાંફવા લાગ્યો અને થોડીવારમાં તો જયના મોઢામાંથી અચાનક લોહી નીકળવા લાગ્યું.
સીમાએ ગભરાઈને ડોક્ટર મનુભાઈને ફોન કર્યો પણ રવિવારનો દિવસ હોવાથી ડોક્ટર બહારગામ હતા. સીમાએ ગભરાઈને બીજા ડોક્ટરનો નંબર ફોનની ડાયરીમાં ગોતે છે ત્યાં તો ધડામ અવાજ આવે છે ફોનનું રિસીવરને ફેકીને એ જમીન ઉપર જોવે છે ત્યાં તો જય ઊંધે માથે પડ્યો છે જયને ખોળામાં લઈને ચીસ પાડે છે "જય... ઓ જય... ઊઠ... જય..."
જયનો કોઈ વળતો જવાબ ન મળતાં સીમા હસવા લાગે છે. "હા....હા... હા... આટલું જલ્દી કામ પતી જશે ધાર્યું નો'તું. જરાક અમથી દવા...એ... ઘડીના છઠ્ઠા ભાગમાં તો રામ બોલો ભાઈ રામ...!" હવે સીમા વિચારે છે... "આટલો મોટો કલાકાર... પ્રસિદ્ધિ એના કદમ ચુમતી હતી અને ઓચિંતો દુનિયા છોડીને ચાલ્યો જાય.. પ્રસિદ્ધિ માય ફુટ્ટ! સાલો... પ્રસિદ્ધિનાં હીસાબે તો એ મારી કિંમત કોડીની આંકતો હતો. મને કામવાળી સમજતો હતો. મહેમાનોની હાજરીમાં મને તોડી પાડતો હતો, ઈન્સલ્ટ કરી નાખતો અને હું... બધું ઝેર ગળાથી નીચે ઉતારી જતી. પણ આજે એ ઝેરનો બદલો લેવા એ ઝેરનો જ મેં ઉપયોગ કર્યો સાલો... શું સમજતો હતો એના મનમાં...?"
મનમાં બડબડે છે; "પણ આ મીડિયા, સી.આઈ.ડી. પોલીસ મને છોડશે...? છોડશે શું? મને... કાંઈ નહી થાય, મારો વાળ પણ વાકો નહીં થાય."
મનને મક્કમ કરીને સીમા ઊભી થઈ. આંખમાં ગ્લિસરીનનાં ટીપાં નાંખી વાળને વેરવીખેર કરીને રાડો પાડતી બાજુના ફ્લેટમાં રહેતા ચંદુકાકાને બોલાવવા ગઈ.
ચંદુકાકાએ દરવાજો ખોલ્યો. સીમાને રડતી જોઈને બથમાં લીધી. શાંત પાડી પાણી આપ્યું અને સીમા ચંદુકાકાનો હાથ પકડીને રડતાં રડતાં પોતાનાં ઘરમાં લઈ ગઈ આંગળી ચીંધતા બોલી જુવો.. આ જય.. ને.. કેવો ઉંધેકાંધ પડ્યો છે.. મારી સાથે કાઈ બોલતો નથી.. ચંદુકાકા બોલ્યા ક્યા... છે?
જય... સીમા એ ફરસ ઉપર નજર નાખી ત્યા તો લાશ ગાયબ જય નહોતો. હોલ તો સાવ ખાલીખમ હતો. થથરી ગઈ સીમા, જયને મોતને ઘાટ ઉતારનારી... ધ્રુજવા લાગી...
ચંદુકાકાએ પાછી સીમાને બથમાં લીધી જાણે(મોકાનો ફાયદો...) સીમા ફસડાઈને પડી ગઈ. ચંદુકાકા બબડતા ગયા મારી ઊંઘ બગાડી... પાછી ઊભી થઈ ડરતા ડરતા... રસોડામાં પાણી પીવા ગઈ... બેડરૂમ તરફ નજર નાખી ત્યાં તો એણે જયને સૂતેલો જોયો. પડખું ફરીને. બીતાં બીતાં ધીમે ડગલે બેડરૂમમાં જયની બાજુમાં સૂઈ ગઈ જાણે કશું થયું જ નથી રુટીન પ્રમાણે રાત વીતાવી સવાર પડી ત્યાં તો બાજુમાં કોઈ નહીં... જયની લાશ પણ નહીં? તો કોણ હતું...? સૂતેલું મારી બાજુમાં મારું શીલ... બાપ રે... હું ગાંડી થઈ જઈશ ઘેનની ગોળીઓની આખી ડબ્બી મોઢામાં ઘુસેડી દીધી પોઢી ગઈ ચીર નીંદ્રામાં... કાયમને માટે...
ચાર પાચ દિવસ પછી પોલીસ આવી સીમાની લાશને પોસ્ટમોટમ માટે લઈ ગઈ. સાતમે દિવસે જયની લાશ મળી એક નાળામાંથી.. કોર્ટે ફેસલો આપ્યો. જયની પત્ની સીમાની આત્મહત્યાથી જયે પોતે આત્મહત્યા કરી. જય પત્નીને ખૂબ ચાહતો હતો.
ચોપડા બંધ થઈ ગયા અને ચંદુભાઈએ નીરાતનો શ્વાસ લીધો.
