STORYMIRROR

Kiran Goradia

Crime Thriller

2  

Kiran Goradia

Crime Thriller

બદલો

બદલો

2 mins
3.3K


કનુની ગાડી પુરપાટ હાઇવે ઉપર દોડતી હતી. શિયાળાના દીવસો હતાં, ધુમ્મસ હતું ચારે બાજુ. એક બાજુ પહાડ અને એક બાજુ ખીણ હતી... આગળના રસ્તા ઉપર થોડું ઝાખું દેખાતા કનુએ ગાડી ધીમી કરી અને ગાડી કોઈની સાથે અથડાતાં એણે ઉભી રાખી. ગાડીમાંથી કનુ નીચે ઉતર્યો. ચશ્મા સાફ કરીને આજુબાજુ નજર નાખી. કોઈ ન દેખાતાં એ ગાડીમાં બેસવા ગયો.. ત્યાં તો ગાડીના આગલા ટાયરની નીચે એક સ્ત્રી ઉંધી પડી હતી. એણે આજુબાજુ નજર કરી કરી પણ રસ્તો  સુમસામ હતો. ચકલું પણ ફરકતુ નોતું તો આ સ્ત્રી એકલી! કોણ હશે? ક્યાં જતી હશે? એણે એ સ્ત્રીને અડકીને જોયું. ત્યાં તો એ મૃત હતી અને કનુ ગાડીની આગળથી એને હટાવવા ગયો...

ત્યાં તો જાણે મડદામાં પ્રાણ આવ્યા હોય તેમ આળસ મરડીને બેઠી થઈ અને એનું  વીકરાળ રૂપ જોઈને હવે કનુ ગભરાયો. રીતસરનો ધ્રુજવા લાગ્યો અને ઉભો થઈને જાણે ભાગીને ગાડીમાં બેસવા ગયો.  શરીર એનું શિયાળાની ઠંડીમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયું. પરસેવો લુછીને ગાડીની બહાર જોવે છે ત્યાં તો એ સ્ત્રી અદ્રશ્ય, જાણે સપનુ જોયું હોય એમ નીરાંતનો શ્વાસ લઈને ગાડી ચલાવવા જાય છે ત્યાંતો પાછળથી કોઈ ખભા ઉપર હાથ મુકે છે. કનુ ના છક્કા છુટી જાય છે. કાચમાંથી  કનુને એ સ્ત્રી દેખાય છે.  બીહામણું રૂપ જોઈને કનુ ચીત્કારી ઉઠે છે કોણ છે,"તુ મને કેમ હેરાન કરે છે?" ત્યાં તો એ સ્ત્રી અટ્ટહાસ્ય કરે છે,"હા... હા.. હા.. હું  છું તારી આ જન્મની પ્રેમિકા. ભુલી ગયો મને? મને તરછોડીને તુ.. સંસાર માંડીને બેઠો હતો અને મારો જીવ તો ઉડી ગયો હતો પણ મારો આત્મા.. અહીંથી  ત્યાં ભટકી રહી હતી પણ...હું તને કોઈ દીવસ ભુલી નોતી.  અંદરોઅંદર સળગતી હતી  અને અહીંયા જ આજ જગ્યાએથી તુ તારી પત્ની સાથે હનીમુન કરવા નીકળ્યો ત્યારે તારી ગાડીની સામે હું આવી હતી અને તારી પત્નીની સામે હું તારી પ્રેમિકા.. તને ઉઘાડી પાડવાની હતી ત્યાં તો તું  મારો ઈરાદો સમજી ગયો અને મારી ઉપરથી પુરપાટ ગાડી ચલાવી ગયો આજની જેમ જ... અને મારો પ્રેમ એક રહસ્ય બની રહ્યો.

હું મરી ગઈ  અને તુ બીન્દાસ કાયદાની પરવા કર્યા વગર પૈસાના જોરે જીવી ગયો અને ત્યારથી મારો આત્મા હું આ જ જગ્યા એ તારી રાહ જોઈને બેસી હતી. આજે નહીં છોડું તને અને પૂર્વ પ્રેમિકાનું ભુતનું સ્વરુપ જોઈને કનુના હાંજા ગગડી ગયા. કારનું સ્ટીયરીંગ પ્રેતાત્માએ હાથમાં લઈ લીધું અને ગાડીને ઉંડી ખીણમાં ગબડાવી દીધી. બીજે દીવસે છાપામાં સમાચાર - કનુભાઇનું મૃત્યુ હાઇવે ઉપર ગાડી ચલાવતી વખતે ધુમ્મસ ના હીસાબે  ખીણ ન દેખાતા કાર ખીણમાં ગરકવ થઈ ગઈ.

 


Rate this content
Log in

Similar gujarati story from Crime