ઐશ્વર્યા
ઐશ્વર્યા
ઐશ્વર્યા જન્મીને હજુ તો માંડ બે ત્રણ કલાક થયા હશે. ને જ્યારે એણે આંખો ખોલી ત્યારે બધા ના મોઢા મા થી એક જ શબ્દ નીકળ્યો કે આંખ બહુ સરસ છે ઢીંગલીની.. ત્યારથી એની આંખો એટલી સુંદર જાણે. તમે જોતાં જ રહી જાઓ... સુંદર મોટીમોટી અણીયાળી આંખ...
નાની હતી એટલે એને રમાડવા માટે આડોશી - પાડોશીઓ તલપાપડ હોય અને ઐશ્વર્યા પણ આંખોથી ઈશારા કરી કરીને બધાને રમાડે. ધીરેધીરે ઐશ્વર્યા મોટી થવા લાગી. જેમજેમ મોટી થતી ગઈ એમ એમ એની આંખની નાજુકતા કમળની જેમ ખીલવા લાગી.
એનાં લાલ ગુલાબી ગાલ અને અને એની આંખો એટલી સુંદર કે સ્કુલમાં બધા પ્રોગ્રામમાં એને હીરોઈનનો મુખ્ય રોલ કરવા મળે અને પહેલો નંબર આવે એક્ટિંગ અને કથકમાં નંબર વન. કથકમાં તો એની આંખો જ... નૃત્ય કરે... એનાં મમ્મી પપ્પા તો જાણે આવી ફુલ જેવી દીકરી પામીને ધન્ય ધન્ય થતાં ભગવાનનો ઉપકાર માનતા. ધીરે ધીરે ઐશ્વર્યા સોળ વરસની સુંદરી બની ગઈ. એની સુંદરતા સોળે કળાએ ખીલવા લાગી. અતી સુંદર દેખાવે અને હવે તો ઐશ્વર્યાને પણ એના રૂપનું ભાન હતું અને અભિમાન પણ. નાની હતી ત્યારે ઐશ્વર્યા હસતી રમતી ઢીંગલી જેવી હતી અને હવે? એક અભિમાનનું પૂતળું, ફ્રેન્ડ સર્કલમાં પણ સૌથી દેખાવડી એટલે બધા એની આગળ પાછળ ફરતા હોય પણ ઐશ્વર્યા તો... કોઈને મચક ન આપે. બધાને પોતાની આંખનાં ઈશારે નચાવે.
એવામાં એક દિવસ કોલેજમાંથી ઐશ્વર્યા ઉતાવળમાં નીકળતી હતી. ઉતાવળમાં અને સામેથી કોલેજનો નવો સ્ટુડન્ટ રણવીર ઉતાવળે આવી રહ્યો હતો અને બેઉ જણાં ભટકાણાં. ઐશ્વર્યાની બેગમાંથી બધું વેરવિખેર થઈને વેરાઈ ગયું. રણવીર સોરી, સોરી, બોલતો ઐશ્વર્યાને એની વસ્તુઓ આપીને સડસડાટ નીકળી ગયો. ન તો એણે ઐશ્વર્યાની સામે જોયું કે ન તો એની આંખ સામે.
ઐશ્વર્યા તો હેરાન થઈ ગઈ કે આ કોણ છે? અને ક્યાંથી આવ્યો છે? જેણે મારી સામે પણ ન જોયું કે ન મારી સુંદર આંખો સામે...! આજે ઐશ્વર્યાને અપમાન જેવું લાગ્યું. ઐશ્વર્યાને હર્ટ ફીલ થયું. કોલેજમાંથી તો નીકળી ગઈ પણ વિચારતી રહી ગઈ કે આજ સુધી જેણે એકવાર મારી સામે જોયું હશે એ મને જોતું જ રહી જાય છે અને આ તે કઈ વાડીનો મૂળો કે મારી સામે નજર સુધ્ધા ન કરી... એ છોકરા જેવો કોઈ છોકરો હજુ સુધી કોલેજમાં આવ્યો નથી અને આજે પહેલીવાર મને... આ છોકરો... કોણ જાણે.. નજરમાંથી હટતો નહોતો. આજની ઐશ્વર્યાને ઊંઘ ન આવી... અને બીજા દિવસની.. વાટ જોતાં ઊંઘી ગઈ. રોજ કરતાં દીકરી વહેલી ઊઠેલી જોઈને જ્યોતીબહેન બોલ્યા, "આજે કઈ બાજુ સૂરજ ઊગ્યો છે કે રાધા વહેલી ઊઠી ગઈ." હજુ તો મમ્મી કાંઈ વધારે બોલે એ પહેલા નિત્યક્રમ પતાવીને સેંડલ પહેરીને ચાલતી પકડી... મમ્મી બૂમો મારતી રહી, "રાધા... કાંઈક નાસ્તો..." સાંભળ્યું ન સાંભળ્યુ કરી ને સ્કુટર મા નીકળી ગઈ.. કોલેજમાં આવતાંની સાથે જ ઐશ્વર્યા પોતાની મોટી મોટી આંખોથી રણવીરને શોધતી રહી. ડોકું ફેરવીને બીજી બાજુ જોવા જાય છે ત્યાં તો રણવીર એની બાજુમાંથી સડસડાટ નીકળી ગયો. જરાક ભટકાઈને. ઐશ્વર્યાને આખા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. પહેલીવાર શરીરને કોઈ પુરુષ નો સ્પર્શ થયો હતો અને એમાંય તે જેને આંખો શોધતી હતી એનો. પછી તો રોજનું બની ગયું. હાય હલ્લોથી બેઉ જણાં હોટલોમાં મળવા લાગ્યાં.
ઐશ્વર્યા સુંદર અને રણવીર હેન્ડસમ બેઉની જોડી જાણે રાધા કૃષ્ણની. અને કોલેજની મોજ મસ્તીમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા. કોલેજ છોડવાનો સમય આવી ગયો.
પ્રેમી પંખીડા છેલ્લે દિવસે મળીને આખી જિંદગી સાથે રહેવા નો કોલ આપી ને છુટ્ટા પડ્યા. રણવીર દિલ્હી નીકળી ગયો અને ઐશ્વર્યા મુંબઈમાં એની વાટ જોતી બેસી રહી. ફોનમાં વાતચીત આખો દિવસ ચાલતી રહેતી.
ધીરેધીરે ઐશ્વર્યાએ ફોન કરવાનું બંધ કરી દીધુ રણવીરનો ફોન આવતો તો પણ ઉપાડતી નહોતી. અને રણવીર પણ પોતાનું કેરીયર બનાવવામાં એટલો બીઝી થઈ ગયો કે એને રાત્રે જાગીને પ્રોજેક્ટો પૂરા કરીને આપવા પડતા. એને થતું કે સારી કંપનીમાં જોબ મળી જાયને પછી ઐશ્વર્યાને સરપ્રાઈઝ આપું.
બે વર્ષનાં વહાણા વીતી ગયા. રણવીર દુબઈમાં સારી કંપનીમા જોબ ઉપર લાગી ગયો. હવે એને ઐશ્વર્યાની યાદ રાતદિવસ આવતી હતી અને મળવા માટે આઠ દિવસની રજા લઈને મુંબઈ આવી પહોંચ્યો.
વરલીના એક મોટા અપાર્ટમેન્ટમાં રહેતી હતી. સીધો જ ઐશ્વર્યાનાં ઘરે પહોંચીને ડોરબેલ વગાડી. ઐશ્વર્યાનાં મમ્મી જ્યોતીબહેને દરવાજો ખોલ્યો, રણવીરને જોઈને આંખનાં ઈશારે અંદર બોલાવ્યો. રણવીર ઘણીવાર ઘરે આવતો અને જ્યોતીબહેન હસતાં હસતાં એની મહેમાનગતી કરતાં. આજે જ્યોતીબહેનનું મોઢું જોઈને રણવીરને લાગ્યું જરૂર કાંઈક ગડબડ છે.
ઐશ્વર્યાનાં બેડરૂમ તરફ જવાનું કહીને આંખમાંથી આવતાં આંસુ રોકીને જ્યોતીબહેન રસોડાંમાં ચાલ્યાં ગયાં. રણવીર ઐશ્વર્યાનાં રૂમનાં દરવાજા સુધી પહોંચ્યો અને એના પગ થંભી ગયા. ઐશ્વર્યાને વ્હીલચેર ઉપર બેસેલી જોઈને. અને... અને જાણે કશુંક લેવા માટે હાથ હવામાં ફંફોસતી હતી...
રણવીરે જોયું તો ટેબલ ઉપર પડેલો પાણીનો ગ્લાસ લેવા. પ્રયત્ન કરી રહી હતી. રણવીરે આગળ જઈને પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો. હાથ અડકે નહીં એ રીતે.
ઐશ્વર્યા બોલી, "શું મમ્મી, તને કેટલી વાર ના પાડી છે હું પ્રયત્ન કરીને લઈશ. તું ચિંતા નહીં કર... કેમ મમ્મી બોલતી નથી?" રણવીરની આંખમાથી આંસુ નીકળી ગયાં. "આટલી સુંદર આંખ.. શું થયું હશે?" એ બહાર નીકળી ગયો.
જ્યોતીબહેને આખી ઘટના કહી સંભળાવી. "તારા ગયા પછી... એ એકલતા અનુભવતી હતી બેચેન રહેતી હતી એટલે ઘણીવાર લોંગ ડ્રાઈવ ઉપર નીકળી પડતી અને એક દિવસ શિયાળાના ધુમ્મસમાં એને સામેથી ટ્રક આવતી ન દેખાણી અને કાર ટ્રક સાથે ભટકાઈને એક ઝાડ સાથે અથડાણી. પગ વ્હીલચેરમાં ફસાઈ ગયા ને ગાડીના કાંચ એની આંખમાં ઘુસી ગયા... અને મારી સુંદર આંખોવાળી દીકરી આંધળી થઈ ગઈ... આ રુડી રુપાળી દીકરી... અપાહીજ થઈ ગઈ." ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં જ્યોતીબહેન.
આ બધુ સાંભળ્યા પછી થોડીવારે રણવીર સ્વસ્થ થઈને બોલ્યો, "હું ઐશ્વર્યા સાથે લગ્ન કરવા તૈયાર છું." ત્યાં તો ઐશ્વર્યા એની વ્હીલચેરમાં રણવીરનો અવાજ સાંભળીને બહાર આવી. "શું કરીશ મારી સાથે લગ્ન કરીને? મારી પાસે તને દેવા જેવું કાઈ જ નથી. તું ચાલ્યો જા અહીંથી. રણવીર એની વ્હીલચેર પાસે જઈને નીચે બેસીને બોલ્યો, "મારો પ્રેમ કાઈ... જુવાનીના પ્રેમ ઉભરો નહોતો કે... આજ એક, કલ દુસરી... હું તો તને આ જનમમાં ભરપૂર ચાહુ છું અને જનમો જનમ ચાહતો રહીશ અને ઐશ્વર્યાનાં બેઉ હાથ પકડીને બોલ્યો, "વીલ યુ મેરી મી?" અને ઐશ્વર્યાએ પણ એનો હાથ પકડી લીધો અને બોલી, "બહુ જીદ્દી છે તું.. રણવીર..." અને બધા હસી પડ્યાં.
જ્યોતીબહેન અને ઐશ્વર્યાનાં પપ્પા જાણે એક સપનું જોતાં હોય.. એમ ઊભા હતાં. વ્હીલચેરમાં ઐશ્વર્યાને લાગ્યુ કે જાણે પગ વગર હવામાં ઊડી રહી છે અને રણવીરને તો જાણે પોતાનું પ્રિય પાત્ર મળી ગયું. એની અનેરી ખુશી મુખ ઉપર દેખાતી હતી અને આ બધું જોઈને ઐશ્વર્યા વગર આંખે રડવા લાગી...

