ગ્લીસરીન
ગ્લીસરીન
પ્રેમ ને આજે કોને ખબર ઠીક લાગતુ નહોતુ ગળા મા કાઇક ખુંચ્યા કરતુ હતુ વીભા એ ગરમ પાણી મા મીઠુ નાખીને કોગળા કરાવ્યા પણ ગળા માથી અવાજ નીકળતો ન હતો કોગળા કરીને તો વધારે વસમુ લાગી ગયુ હાંફવા લાગ્યો. વીભા ગભરાઇ ગઇ ડોક્ટર મનુભાઇને ફોન કયૉ પણ રવીવાર હતો એટલે ડોક્ટર બહાર ગયા હતા હવે કરવુ શુ? વીચારતી હતી ત્યા તો પ્રેમ જમીન ઉપર પછડાયો ધડામ.... અવાજ....આવ્યો અને વીભા કાઇ કરે એ પહેલા તો પ્રેમ નુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ વીભાના મોઢા માથી રાડ નીકળી ગઇ... પ્રેમ..... આ તને શુ થયુ ... થોડીવારે સ્વસ્થ થઇ ને બરાબર પ્રેમને તપાસ્યો સાચ્ચે... ગયો પ્રેમ... અને પછી હાશકારો લઇ ને હસવા લાગી... હાશ નજીવી દવાએ કામ કરી દેખાડ્યુ પણ હવે... સમાજ...સીઆઇડી.... પોલીસ શું બધા થી છટકી શકીશ હુ... અરે... એતો ડાબા હાથ નો ખેલ છે મારા માટે હાથ ખંખેરી ને ઉભી થઇ આંખ મા ગ્લીસરીન ના ટીપા નાખી.. દરવાજો ખોલી ને પાડોશી ને બોલાવ્યા.
