શુભકામના
શુભકામના
પથારીવશ સસરાની સેવા કાજે શીલાએ, સસરાની ધરાર ના હોવા છતાં ઉચ્ચપદની નોકરીને તિલાંજલિ આપી.
સતત દિલથી સેવા કરતી પુત્રવધૂને, સસરા શુભકામના પાઠવતા રહ્યા. અંતિમ સમયે પુત્રવધૂને માથે હાથ મૂકી શુભકામના પાઠવી," તારી સર્વ ઈચ્છા પૂરી થાય."
લગ્નજીવનના દસ વર્ષ પછી શીલાને માતૃત્વ સાંપડ્યું. શીલા મનોમન સસરાજીને વંદી રહી.
