શરુઆત
શરુઆત
“મીઠુને હું બહુ પ્રેમ કરું છું. એની ભૂખ-તરસનો હું જ ખ્યાલ રાખું હોં ! એ હું નોકર પર ન મુકું.”
મિસિસ નાયકર કિટ્ટીપાર્ટીમાં આવેલી હાઈ પ્રોફાઈલ મહિલાઓ સમક્ષ એક પિંજરાનું અને એમાં બાંધેલા હિંચકા પર બેઠેલા મીઠ્ઠુનું પ્રદર્શન કરી રહ્યાં હતાં. કિટ્ટીપાર્ટી પૂરી થતાં એમણે પિંજરાને પોતાના આલિશાન શયનખંડની બાલ્કનીમાં લટકાવી દીધું.
“મેરી, હું જીવદયા સંસ્થામાં અબોલ પશુ-પંખી પર થતા અત્યાચાર અને એમની છિનવાઈ જતી આઝાદી માટે શું પગલાં લેવાં જોઈએ એ વિષય પર લેક્ચર આપીને રાતે મોડી આવીશ.”
બહારનું આકાશ જોતાં મીઠ્ઠુ વિચારે,
“શરુઆત અહીંયાથી થાય તો!”