શ્રી નારાયણ ક્રિષ્ણન્ : કર્મ અને મર્મ
શ્રી નારાયણ ક્રિષ્ણન્ : કર્મ અને મર્મ
શ્રી નારાયણ ક્રિષ્ણન્ઃ
'ધર્મ પ્રચાર પરાણે ન થાય' - "મૂર્તિ તોડીયે ત્યારે મૂર્તિમાંથી ઈશ્વર ચાલ્યો જાય છે." આ પંક્તિને આજના જીવનમાં પૂરું પાડતું એક જીવતું જાગતું ઉદાહરણ છે - તેજસ્વી નવલોહીયો બ્રાહ્મણ યુવાન શ્રી નારાયણ ક્રિષ્ણન્. તેના વિચારો, આચાર-વ્યવહાર, રહેણીકરણી અને બેંગલોરની ફાઈવસ્ટાર હોટલની પ્રતિષ્ઠિત નોકરી ને તિલાંજલી આપી કરુણાને પ્રાયોરિટી આપવી તે નાનીસુની વાત નથી. તેની કરુણા, વેદના, સંવેદનશીલતા વગેરે દ્વારા તેનું યોગદાન વ્યક્તિ વિશેષ બની જાય છે.
ભૂખ્યાં માણસોનાં જીવનની કરુણતા અને રોજ ઉકરડામાં ખાવાનું શોધતાં, રખડતાં માનવ ભિક્ષુકોનો પ્રસંગ તેનાં જીવનમાં આવ્યો. તેને એક વૃદ્ધ માનવીને વિષ્ટામાંથી અન્નનો કણ શોધીને ખાતા જોયો. અને તેના અતલ ઊંડાણમાં એ વાત સ્પર્શી ગઈ પછી અવિરત દીનદુઃખીઓની મદદ કરવાનું કાર્ય પ્રભુએ તેની પાસે કરાવ્યું. તેને 'અક્ષય ટ્રસ્ટ' નામની સંસ્થા સ્થાપી રોજ માનસિક રોગથી પિડાતા લોકોને ભોજનની સેવાઓ પોતાની દેખરેખ નીચે આપી. તે માને છે કે 'ઈશ્વર સૌમાં વસે છે, તેથી ઈશ્વરને નહી, જરૂરિયાતમંદ લોકોમાં ઈશ્વરને જોઈ તેમની મદદ કરવી.' આ સૂત્ર જીવનમાં વણાઈ ગયું અને તેનું સેવાકાર્ય તેના 'અક્ષય ટ્રસ્ટ' દ્વારા અમર પામ્યું. આવા મહાપુરુષને વંદન.
