શ્રદ્ધા
શ્રદ્ધા
મારાં કોલેજનાં દિવસોની વાત છે. હું એન્જિનીયરિંગ નાં બીજા સેમેસ્ટરમાં હતો. ગુજરાતી મીડિયમમાંથી સિધ્ધુ અંગ્રેજી ભાષામાં ભણવાનું હોવા છતા, ફર્સ્ટ સેમેસ્ટરમાં જ કોલેજમાં પ્રથમ નંબર આવવાથી ખૂબ જ ઉત્સાહિત હતો. કોલેજનાં ડાયરેક્ટર તરફથી વાર્ષિક કાર્યક્રમ માં મેરીટ સ્કોલરશીપ, કેશ પ્રાઇઝ તથા સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આવા બહુમાનથી અભ્યાસમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. ખૂબ જ મન લગાવી ને બીજા સેમેસ્ટરની પરીક્ષાઓની તૈયારી કરી હતી. પરીક્ષાનાં બે પેપર ખૂબ જ સારા ગયા હતા, તેથી બીજા સેમેસ્ટરમાં પણ સારુ રહેશે તેવી આશા વધી ગઈ હતી. તીજુ પેપર એન્જિનયરિંગ મેથેમેટિક્સ હતું. આમ પણ મેથેમેટિક્સ મારા બાપુજીની જેમ મારો પણ ખૂબ જ આનંદ થાય તેવો રસાળ અને સરળ સ્કોરિંગ વિષય હતો.
અતિ ઉત્સાહમાં પેપર લખવાનુ ચાલું કર્યું. પણ પહેલા જ પ્રશ્ન માં અટવાઈ ગયો. બીજો પ્રશ્ન તથા ત્રીજા પ્રશ્નમાં પણ ભૂલ પર ભૂલ થવા લાગી. મને સારા માર્કસની જગ્યાએ ફેલ થવાં નો ડર લાગ્યો. મારી મેરીટ સ્કોલરશીપ તો ઠીક આબરુ પણ ગુમાવવાનાં સંજોગો થશે તેવા વિચાર આવવા લાગ્યાં. સમય પણ ઘણો વ્યર્થ થઈ ગયો હતો. આંખે અંધારા છવાઈ ગયા. શું કરવું તેની કંઇજ સમજ પડતી નહોતી. ચાલુ પંખા એ પરસેવો વળવા લાગ્યો. વળેજ ને કારણ કે મે પરીક્ષાની સફળતાં સાથે બહુજ બધું દાવમાં જોડી દીધું હતું. હંમેશા ની જેમ, છેલ્લા પ્રયાસમાં, મનમાં શ્રીજી મહારાજ ને યાદ કરવા લાગ્યો કે કંઈ ઉપાયઃ બતાવે. થયું એવું. નજીક માં ચાલી રહેલી પારાયણમાં સવારનો સમય પૂરો થતાં આરતી ચાલું થઈ. મે આરતીમાં મન પોરવ્યું અને એકાગ્રતાથી આરતી માણવા લાગ્યો. થોડાં સમયમાં મારો ગભરાટ ઊડી ગયો. હું ખુબજ રેલેક્ષ ફીલ કરવાં લાગ્યો. ઘડિયાળમાં જોતાં પરીક્ષા પુરી થવામાં હજી અઢી કલાકની વાર હતી. મે પેપર લખવાનું ચાલું કર્યું અને પછી નો સમય ક્યારે પૂરો થયો તેનું ભાન જ ન રહ્યું, પણ મારું પેપર સમય સર સંતોષ સાથે પૂરું થયું. રિઝલ્ટ પણ ખૂબ સરસ, મતલબ ફૂલ માર્કસ આવ્યા અને ફરી એક વખત કોલેજ ફર્સ્ટ સાથે મારી મેરિટ સ્કોલરશીપ પણ બની રહી.
મિત્રો, મારી ભગવાન પર અતૂટ શ્રદ્ધા મને સંકટ સમયે મદદ કરી ગઈ.
શ્રદ્ધા આપણ ને બળ આપે છે. જીવનમાં ક્યારેક આવી જતી નબળી ક્ષણોમાં સહારો બને છે.
