Sangita Dattani

Inspirational Children

4  

Sangita Dattani

Inspirational Children

શિક્ષકદિનની ઉજવણી

શિક્ષકદિનની ઉજવણી

2 mins
418


"ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલ બા બોલ તેને કેમ બોલાવું."

ચાલીસ વર્ષની શિખા નીંદરમાં ને નીંદરમાં બોલતી હતી. અચાનક તેના વરજી જાગી ગયા અને પૂછી રહ્યા, "શિખા તું બરાબર તો છે ને ?"

સફાળી જાગીને શિખાએ કહ્યું કે, "કુસુમબેન ક્યાં છે ? કેમ હવે આગળ ડાન્સ કરાવતા નથી ?"

આ સાંભળીને શ્રીકેશે કહ્યું કે, "મેડમ તમે તમારા બેડમાં છો અને આ કુસુમબેન વળી કોણ છે !" આનો ઉલ્લેખ તો આપણા પંદર વર્ષના દાંપત્યજીવનમાં ક્યારેય થયો નથી !"

શિખા તેની દીકરી સર્વાને ડાન્સ પ્રેક્ટિસ કરાવતાં કરાવતાં સૂઈ ગઈ હતી અને તે એ જ ડાન્સ શીખવતી હતી કે જે કુસુમબેન એ તેને શીખવ્યો હતો, એ પણ બાલભવનમાં ઈતર પ્રવૃત્તિના ક્લાસમાં જતી ત્યારે. 

બીજે દિવસે શિક્ષકદિન હોવાથી તે સર્વાને તૈયારી કરાવતી હતી અને ખૂબ જ થાકી ગઈ હતી. વહેલી સવારના પાંચ વાગી ચૂક્યા હતા. શિખા ઊભી જ થઈ ગઈ અને નહીં ધોઈ પરવારીને સર્વાની તૈયારી કરવા લાગી. સાડા આઠ વાગતા જ બધાં ગાડીમાં ગોઠવાઈ ગયાં અને શિખાએ ગાડી હંકારી મૂકી. ગાડી ચલાવતા ચલાવતા પણ સર્વાને સૂચનો કરતી રહી. આજે ખબર નહીં કેમ મન ખૂબ આનંદિત હતું ! ગાડી પાર્ક કરીને શાળાનાં પ્રાંગણમાં પ્રવેશ કર્યો અને સુંદર દ્રશ્યો જોઈ સર્વા આનંદથી નાચી ઊઠી. તેને શાળાએ જવું બહુ ગમતું નહીં પણ આજે તેને શાળાએ આવવું હતું. ડાન્સમાં ભાગ લીધો હતો અને મમ્મીએ પ્રેક્ટિસ પણ સારી કરાવી હોવાથી તે બહુ ખુશ હતી. 

કાર્યક્રમ શરૂ થયો વાલીઓ, વડીલો સૌ ગોઠવાઈ ગયા. એક પછી એક આઈટમ આવતી ગઈ અને એ પણ એક-એકથી ચડિયાતી.  નિર્ણાયકો મૂંઝવણમાં પડ્યાં કે કોને નંબર આપવો ? વીસ પચીસ મિનિટની બ્રેક પછી રીઝલ્ટ માટે ફરી સૌ એકઠા થયાં. બધાની નજર નિર્ણાયકો તરફ હતી. અચાનક જ સર્વાનું નામ લેવામાં આવ્યું ! ને શિખા લગભગ ઊભી જ થઈ ગઈ. 

ઈનામ વિતરણ માટે મુખ્ય મહેમાનોને સ્ટેજ પર બોલાવવામાં આવ્યાં. નૃત્ય હરિફાઈમાં સર્વાનો પ્રથમ નંબર આવ્યો હતો. મુખ્ય મહેમાનને જોઈને શિખા સ્ટેજ પર દોડીને તેમને પગે પડી ગઈ ! સૌ તેને જોઈ જ રહ્યાં. સર્વા ને તો કંઈ જ સમજ પડતી ન હતી. તે મુખ્ય મહેમાન કુસુમબેન હતાં. જેની પાસે શિખા ડાન્સ ક્લાસમાં જતી. 

શિખાએ તો કુસુમબેન ઓળખી લીધાં, પણ ચશ્માની દાંડી સરખી કરીને કુસુમબેન બોલ્યા, "બેન તમે કોણ ?"

શિખાએ કહ્યું, "હું શિખા, ત્રીસ વર્ષ પહેલા હું તમારી પાસે બાલભવનમાં ડાન્સ શીખવા આવતી હતી અને એ જ મારા મનગમતા ડાન્સનો નંબર આજે સર્વા જીતી હતી."

આ સાંભળીને તાળીઓનો ફરી ગડગડાટ થયો. વન્સ મોર વન્સ મોરથી સ્કૂલ ગાજી ઊઠી .ત્યારપછીની પાંચ મિનિટમાં સર્વા, શિખા અને કુસુમબેન ત્રણેય સ્ટેજ પર આવ્યા અને ડાન્સ કરવા લાગ્યા. આવું તો ક્યારેક જ બને હો એવી ચર્ચા બધા કરવા લાગ્યા .

શિખાએ ત્યાં હાજર રહેલા દરેકને આઈસ્ક્રીમ ખવડાવી અને કુસુમબેનને કહ્યું કે "તમે મારી ઘરે જમવા પધારો . કુસુમબેને હકારમાં માથું હલાવ્યું.

અને હવે સર્વા બોલી ઊઠી થેંક્યુ ટીચર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational