PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

શિક્ષક કનફ્યુઝ

શિક્ષક કનફ્યુઝ

2 mins
349


વાત એક શાળા અને શિક્ષકની છે. જો શિક્ષક વિદ્યાર્થીઓના હિત માટે કામ કરે તો તેને ઉની આંચ પણ ન આવે, કેમકે સમાજ તેની પડખે ઊભો જ છે. 

શિક્ષક પણ કનફ્યુઝ છે કે આમાં ભણાવવું કેમ. ને હવે સરકાર દેકારો કરી રહી છે કે સરકારી શાળામાં વાંચન, લેખન, ગણન,માં બાળકો નબળા છે. દોષ કોનો ? 

શિક્ષકનો ? હા શિક્ષકનો. 

અમલ થાય ત્યાંરે જ ભવિષ્યનો વિચાર ન કરીને વિરોધ ન નોંધાવ્યો એ દોષ શિક્ષકનો. 

જી હજૂરી કરીને જેમ કહ્યું એમ કર્યા કર્યું એ દોષ શિક્ષકનો. 

સરકારને સારા આંકડાઓ મોકલવાની લ્હાયમાં વિદ્યાર્થીહિત ભૂલી ગયા એ દોષ શિક્ષકનો !

 એક વાર પણ શિક્ષક સંઘે કે શિક્ષકોમાંથી કોઈપણે, પ્રામાણિકતાથી કે હિંમતભેર આવી વાહિયાત પ્રણાલીનો વિરોધ ન કર્યો એ દોષ શિક્ષકનો.

વર્ગખંડમાં ક્યાં વિદ્યાર્થીને શુ પીરસવું, ક્યાં વિદ્યાર્થીની કઈ સામાજિક, માનસિક ક્ષમતા છે એનો ચિતાર શિક્ષકને હોય જ છે. પણ આજ નો શિક્ષક આ બધી બાબતોની સાબિતિઓ ભેગી કરવામાં જ નવરો નથી થતો. અભ્યાસક્રમને યોગ્ય આયોજન સાથે ભણાવવાનો સમય જ ક્યાં રહેવા દીધો છે ? ક્યાં આધારે તમે પરિણામ માંગો છો ?

ઈચ્છીત પરિણામની લ્હાયમાં આજે શિક્ષક અને વિદ્યાર્થીઓ હોમાઈ રહ્યા છે. એક સાચા શિક્ષક હોવ તો તમામ ફતવા ને એક બાજુ મૂકીને વિદ્યાર્થી હિત ધ્યાને લઈને ભણાવજો. સરકાર સરકારનું કામ કરે, વિભાગ વિભાગનું કામ કરે, મોનીટરીંગવાળા આવશે ને જશે, મૂલ્યાંકન કરનાર કરશે ને ટીકાઓ પણ કરશે. આ બધી જ બાબતોની વચ્ચે વિદ્યાર્થીહિતની બલી ન ચડે એ જોવાનું કામ એક શિક્ષકનું છે. ને આ વિદ્યાર્થીહિત જો લક્ષમાં હશે તો કોઈની તાકાત નથી કે તમને કંઈ પણ કહે. ઈશ્વર આપની રક્ષા કરશે.

એક શાળામાં આમ જ એક શિક્ષકે વિરોધ કર્યો. તે શિક્ષકે હિંમત ભેર જિલ્લા કક્ષાના અધિકારીને ખખડાવી નાખ્યા. શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગામડા ગામની શાળા હતી. ગામમા જાણ થતાં જ આખું ગામ ભેગું થયું ને એ અધિકારીની ગાડીને ઘેરાવ કર્યો. અને તાત્કાલિક ધોરણે એ આદેશ રદ કરવામાં આવ્યો. અધિકારીના અહમ આગળ શિક્ષકનું કર્મ અને કર્મઠતા જીત્યા. અપેક્ષારહિત કર્મ કરે તેને જ કર્મયોગી કહેવાય. આવા કર્મયોગીને ઉની આંચ ન આવે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational