Sabirkhan Pathan

Horror

4.0  

Sabirkhan Pathan

Horror

શિકાર

શિકાર

2 mins
76


રાજસ્થાનના સૂક્કાભઠ્ઠ પ્રદેશનો ઉનાળો એટલે તમે રીતસર શેકાઈ જાવ. ધૂળના ગોટે-ગોટા ઉડતા દેખાય. ઝાડ પાન નામે અંગ્રેજી બાવળના ઠૂંઠા એકલ-દોકલ જોવા મળે ઉજ્જડ વેરાન વગડો ગરમ લૂ થી ઘૂઘવતો હોય. ચામડીને દઝાડી નાંખતી ગરમીમાં પણ એ શિકારે જવાનું ચૂકતો નહી. શિકારનો એને જબરો શોખ. માથા ભારે એટલે એ કોઈને ગાંઠતો નહિ. નિર્દોષ અને ભોળા જાનવરોને હણવાની ધેલછા ઘણાં ખરાં જીવદયા પ્રેમી લોકોને ખૂંચતી. .પણ એને રોકવાની કોઈનામાં હિંમત ન હતી.

સાંજના પાંચ વાગ્યા હતા. વાતાવરણમાં ઉકળાટ હતો. .લાંબી નાળચા વાળી બંદૂક લઈ તે શિકાર કરવા નીકળી પડ્યો.

માથાના લાંબા વાળ, મોટું નાક અને જર્જરિત ચામડીવાળો ડરામણો ચહેરો. પહેલી નજરે જોતા જ અણગમો ઊપજે એવો દેખાવ એનો હતો.

શહેરની બહાર નીકળતાં જ મોટું કબ્રસ્તાન હતું. ત્યાર પછી અંગ્રેજી બાવળના ઝાડી ઝાંખરા હતાં. ચિત્તા જેવી ચપળતાથી વગડામાં આગળ વધી રહ્યો હતો. એના કાન બઉ સતર્ક હતા. જરા સળવળાટ થતો કે એ પોતાની કાયાને સંકોચી ઝાડીઓમાં છુપાવી લે તો એની ચકોર દ્રષ્ટિ એક મૃગનો પીછો કરી રહેલી હતી. પેરાનોર્મલ પ્રવૃતિ એ તેને ડરાવી દીધો. એણેે જરીય અણસાર ન જાય એ રીતે એને નિશાન તાક્યુ. ધેરા સન્નાટાની વચ્ચે ધડાકો થયો. લથડીને મૃગ ભૂમિ પર પટકાઈ ગયું. હરણ ફાળ ભરી પેલો શિકારી તેની તરફ ભાગ્યો.

' પણ આ શું. ?

મૃગ પગમાં ઘવાયું હતુંં એટલે ત્વરિત ઊભું થઈ જીવ બચાવી ભાગ્યુ. શિકારી પણ એની પાછળ ભાગ્યો. પગમાંથી ખૂન વહેતુંં હતુંં એટલે શિકારી જાણતો હતો કે પોતાનો શિકાર હવે છટકી શકે એમ નથી. .

મૃગ ભાગતું-ભાગતું કબ્રસ્તાનમાં ઘૂસી ગયું. .બિહામણા સ્થળમાં એ પ્રવેશી ગયું. 

શિકારી લોહીના નિશાનનું પગેરૂ કરી કબ્રસ્તાનમાં એની પાછળ પાછળ ગયો.

દિવસ હવે નમી ગયો હતો સાંજનો સમય હતો. કબ્રસ્તાનમાં નરી શાંતિ હતી. આ સમયે અહીં ભાગ્યે જ કોઈ આવતુંં શિકારીને પોતાનો શિકાર પકડવા ની ધૂન માથે સવાર હતી. .

એટલે દોટ મૂકી એ આમતેમ કબરો ફંફોસવા લાગ્યો.

પછી એકાએક એ ઊભો રહી ગયો. .લોહીના નિશાન એક ખુલ્લી કબર ભણી જતાં હતાં. . આખો મામલો સમજાઈ જતાં જરાપણ પદચાપ ના થાય એ રીતે તે કબર ભણી આગળ વધ્યો.

એક બે ક્ષણ માટે શ્વાસ લેવાનું પણ જાણે ભૂલી ગયો હતો. .એનુ સંપૂર્ણ ધ્યાન કબર તરફ હતુંં. જેવો કબર ની નજીક પહોંચ્યો કે આપાદમસ્તક એ ધ્રૂજી ગયો કબરનું દ્રશ્ય જોઈ એની આંખો ભય અને આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. .!

કબરમાં શ્વેત વસ્ત્રમા એક શખ્શ બેઠો હતો. એમનો ઉજળો વાન અને ચહેરાનું નૂર કોઇ ફરિશ્તાની ઝાંખી કરાવી જતું હતુંં. સામાન્ય માણસ કરતાં એની ઊંચાઈ બમણી હતી. એના સફેદ વસ્ત્રો પર ખૂનના દાગ લાગ્યા હતા. હોરર સીન ડરાવી ગયો. 

એની મોટી મોટી લાલઘૂમ આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠયો હતો. શિકારીના મોતિયા મરી ગયા. . હવે જીવ બચાવવાનો વારો એનો હતો. અનાયાસે જ એ પાછળ ધકેલાઈ ગયો. પડતો- લથડતો એ રસ્તા તરફ ભાગ્યો.

મોત પાછળ પડ્યું હોય એમ એને લાગ્યું. . એક ક્ષણ માટે પણ રોકાય તો પોતાનો શિકાર થઈ જશે. .એવો ભય એની પાછળ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Horror