Sabirkhan Pathan

Horror

4.2  

Sabirkhan Pathan

Horror

રસ્તાનો રાજા

રસ્તાનો રાજા

4 mins
153


રાતના ભયાવહ અંધકારને ચીરતી ટ્રક પૂરપાટ ભાગી રહી હતી. હાડ ઓગાળી નાખે એવી ઠંડી હવા સૂસવાટો બોલાવી રહી હતી.

રાતના બાર વાગી રહ્યા હતા. રસ્તો ખૂલ્લો સૂમસામ હતો. ટ્રકની હેડલાઈટ કાળા ભઠ્ઠ અંધારાને અજવાળવાના મિથ્યા પ્રયાસમાં ધ્રૂજી રહી હતી. અબ્બાસને રાત્રે ગાડી ચલાવવાની મજા આવતી. કેમકે મોટાભાગની સડક આમ ખૂલ્લી મળતી જેથી તે મન ફાવે એમ ગાડી ભગાવી શકતો. આવા વિરાન રસ્તાઓ ઉપર રોજે-રોજ પસાર થવાનુ થતુ.

લૂંટફાટના બનાવો આમ વાત હતી. પણ અબ્બાસ ટેવાઈ ગયો હતો. રસ્તો ડરામણો હોવા છતાં રાત્રે એ રસ્તાનો રાજા હતો. હમેંશ મુજબ આજે પણ એ બમણા વેગથી ભાગી રહ્યો હતો. એની પડખે બાજુની સીટમાં તેનો પૂત્ર ઠંડીથી રક્ષણ મેળવવા ઊનનો ધાબળો ઓઢી ઘસઘસાટ ઉંઘતો હતો..

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડરિયાગઢ વાળી ઘાટીને પાર કરી ગાડી વડાલી તરફ ગાડી આગળ વધી રહી હતી કે ત્યાં જ એક લાંબા ટર્ન પર જબરજસ્ત ધડાકા સાથે ગાડીનું ટાયર ફાટ્યું. અનાયાસે એનો પગ બ્રેક પર દબાઈ ગયો. એક તીણી ધરઘરાટી સાથે ગાડી ઉભી રહી ગઇ. વેરાન વગડો હતો કાજળકાળી રાત હતી. નિશાચર જાનવરોનો કોલાહલ અત્યારે એને અરુચિકર લાગી રહ્યો હતો. અચાનક લાગેલી બ્રેકથી એનો પૂત્ર ઉસ્માન પણ બેઠો થઈ ગયો.

"કાંઈ રી'યુ અબ્બાજાન ?" મારવાડી બોલીમાં એના પૂત્રએ ગભરાહટ સાથે પૂછ્યુ. એના અવાજમાં ધૃજારી હતી.

'કી કોની રીયુ, તૂ ઉઠ ગીયો હૈ તો વ્હીલ બદલને મેં મારી મદદ કરલે, ગબરાને કી કોઈ બાત ની'હે. અમાર(હમણાં) ગાડી તિયાર રે'જાઈ, હાલ !" અબ્બાસે પૂત્રને હિમ્મત બંધાવી..

"જી અબ્બાજાન.!" 

કહી ઉસ્માન પિતાની  મદદમાં જોતરાઈ ગયો. નવાઇની વાત તો એ હતી કે એમના ટ્રક સિવાય કોઈ બીજુ વાહન રસ્તા પર દેખાયુ નહોતુ. આ હોરરસીન એમને ભય જનક લાગ્યો ફટાફટ નટ બોલ્ટ ખોલી એમણે વ્હીલ બદલ્યુ.

અબ્બાસે ગાડી સ્ટાર્ટ કરી. ઉસ્માન પણ પોતાની જગ્યા પર બેઠો. અબ્બાસને ડર  એ વાતનો હતો કે કોઈ જંગલી જાનવર હૂમલો ના કરે. પણ અલ્લાહના કરમથી એવુ કંઈ બન્યુ નઈ. અબ્બાસે ધીમે-ધીમે ટર્ન લીધો. અને જ્યાં ગાડી સીધા રસ્તા પર આવી તો આગળનુ દ્રશ્ય જોઈ અબ્બાસની આંખો પહોળી થઈ ગઈ. કોઈ ગામડાનુ સ્ટોપ હતુ. અને એ સ્ટોપ પર લાંબો ધૂંધટ તાણી કોઈ સ્ત્રી ઉભી હતી. હોરર સ્ટોરીના સીનની જેમ અડધી રાતે સ્ત્રીને જોઈ. ઉસ્માન પણ ડઘાઈ ગયો.

"અબ્બાજાન, કોઈ લૂગાઈ ખડી લાગે હૈ !"

'હા..બેટા, રે'ઈ કોઈ દુખિયારી...!' અબ્બાસે ગાડી ધીમી કરી એટલે પેલી ઘૂંઘટ ધારી સ્ત્રી રોડ વચ્ચે આવીને બૂમો પાડવા લાગી.

"મને આગળના સ્ટોપ સુધી લેતા જાઓ, ઘણુ અંઘારુ થઈ ગયુ છે અને બીજુ કોઈ વાહન પણ નથી.!" અબ્બાસને એના પર દયા આવી ગઈ. આમ અડધી રાતે ઘર બહાર નીકળવુ પડ્યુ હશે તો તકલીફમાં હશે બિચારી !" એવુ અબ્બાસને લાગ્યુ. એણે દિકરાને કહયુ. 

:ઉસ્માન વો લુગાઈને બોલ દે કી પીછે બૈઠ જાવે, જહાં ઉતરણા હૈ ઉતાર દેગે."

ગાડી ધીમી હોઈ ઉસ્માન પેલી સ્ત્રીને પાછળ બેસવાનું કહવા નમ્યો. પણ પેલી અજાણી સ્ત્રી ક્યાંય દેખાઈ નહી. 

"અબ્બાજાન વો લુગાઈ કઠે દિખે કોની ?"

 મૂંઝાયેલો ઉસ્માન બોલી ઉઠ્યો.

"ખીડકી ખોલ ને પીછે દેખ લે એકબાર.!"

ઉસ્માને પાછળનું દ્રશ્ય જોવા વચ્ચેની બારી ખોલી તો પેલી સ્ત્રી લાંબો ઘૂંઘટ તાણી પાછળ બેઠી હતી.

"વો પીછે બૈઠ ગઈ હૈ.!" ઉસ્માનને પોતાની આંખો પર વિશ્વાસ ન થતો હોય એમ એ બોલેલો.

અબ્બાસે ફરી એજ ઝડપે ગાડી ભગાવી ઉસ્માનની ઉંઘ ઉડી ગઈ હતી. પેલી અજાણી સ્ત્રી વિજળી વેગે ગાડીમાં બેસી ગઈ એ વાત ઉસ્માન માટે અચરજની જનક હતી. સતત બે કલાક જેવી ગાડી હંકાર્યા પછી અબ્બાસને યાદ આવ્યુ. પાછળના સ્ટોપ પર પેલી સ્ત્રીને ઉતારવાનુ તો ભૂલાઈ ગયુ. અબ્બાસે ગાડીને બ્રેક મારી પછી. પૂત્રને કહ્યુ

"અરે ઉસ્માન વો લૂગાઈને ઉતારની થી ને અપે ભૂલ ગીયા, દેખ દેખ વો પીછે સો તો ની ગઈ હૈ..?'

ઉસ્માને બારી ખોલી પાછળ નજર નાખી પાછળ કોઈ જ નહોતુ. એની આંખોને આ બીજો ઝટકો લાગ્યો હતો..

"અબ્બાજાન પીછે લુગાઈ તો ની હૈ.!" અબ્બાસને પણ વાત માનવામાં ન આવી. એ અજાણી લુગાઈનો ચહેરો એની આંખોમાં તરી ગયો.  પછી એ બબડ્યો. 

"કઠે (ક્યાંક) ગડ્ડી ધીમી વે'ગઈ વેલા તો ઉતરગી હોગી.  છતાં પોતાનુ જ અનૂમાન એને ગળે ઉતરતુ નહોતુ. અબ્બાસે ઘટનાને ભૂલી ગાડી હંકારવામાં મનને પરોવ્યું. ઉસ્માન પણ પાછો સૂઈ ગયો..

સવારે નવ વાગે અબ્બાસ મારવાડ પોતાના ઘરે પહોંચી ગયો. હાથ-મોં ઘોઈ જમ્યો. અબ્બાસની ખાતૂન સાંજ માટે સબ્જી લેવાનુ કહી બજાર ગઈ.

ઉસ્માનને એનો મિત્ર લઈ ગયો. અબ્બાસ ફ્રિજમાંથી પાણીની બોટલ લેવા ઉભો થયો તો એકદમ એ ડરી ગયો.. 

પેલી ઘૂંઘટ વાળી સ્ત્રી પાણીની બોટલ સાથે એની સામે ઉભી હતી. બિહામણા દ્રશ્યના ડરથી એનુ બદન કંપી ગયુ.. 

"તુ અઠે કાંઈ કરે હે...?" 

એનાથી બોલી જવાયુ. પેલી અજાણી સ્ત્રીએ જવાબ વાળ્યો..

"તમે બોલાવી એટલે આવી છું..! તમારી ઘરવાળી બનીને ! હવે હુ જવાની નથી. કોઈને કીધુ તો બધાંનો જીવ લેતી જાયે.!

અબ્બાસ ઉભો હતો ત્યાંજ થીજી ગયો. કારણ કે ભૂતણી એના ઘરમાં આવી ગઈ. 

'પર મારે તો લુગાઈ હૈ.' બીતાં બીતાં એ બોલ્યો.

"બીજી વાર બોલ્યા તો જીવ લઈ જઈશ એનો. તમારા પગની પીંડીમાં ચીરો કરો માથાની ચોટી કાપી એમાં સીવી લો, હું તમારી સાથે જ રહીશ.!" કચવાતા મને અબ્બાસ પોતાની પીંડી ચીરવા લાગ્યો…

અડધી રાત્રે અજાણી સ્ત્રીને મદદ કરવાની ભૂલ એને ભારે પડી હતી. એ ડરામણી ભૂતની કાયમની એની થઈ ગઈ એ જીવ્યો ત્યાં લગી એના પંડમાં રહી.


Rate this content
Log in

Similar gujarati story from Horror