સહી સમય પર કાર્ય ..
સહી સમય પર કાર્ય ..
હું સલામતી અધિકારી છું. મારું કામ પ્લાન્ટ /પ્રોજેક્ટમાં કાર્ય દરમિયાન અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. ઘણા સમય પહેલાની વાત છે. હું ગુજરાતમાં બની રહેલાં પાવર પ્રોજેક્ટમાં મુખ્ય સલામતી અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. તે સમયની રોચક ઘટનાં હું બતાવી રહ્યો છું. પ્રોજેક્ટમાં ઘણાં ઠેકેદારો કામ કરતા હોય છે અને મટીરીયલ હેન્ડલિંગ પણ ખુબ જ કરવું પડતું હોય છે. અને જો તેમાં થોડી પણ સાવધાની હટે, તો અક્સ્માતનું મોટું જોખમ રહે છે. એક ખાસ સાવધાની રાખવાની હોય છે જે મટીરીયલ ક્રેનથી ઉઠાવેલ હોઈ તેની નીચે કોઈ રહેવું ન જોઈએ. હું મારાં સ્ટાફ સાથે દૈનિક રાઉંડ માં હતો. અમે જોયું કે એક જગ્યા માં મોટો પાઈપ લાઈન નો ટુકડો જે જેનું વજન ૨ ટન થી પણ વધારે હશે, તે ઊંચે ક્રેન પર લટકી રહ્યો હતો અને તેમાં જે ઠેકેદારનાં માણસો કામ કરતા હતાં તેઓ કામ રોકી ને ચા પીતાં હતા. પણ તેઓ બિલકુલ વજન જે ઉપર લટકતું હતું તેની નીચે જ હતાં. ખુબ જ અસુરક્ષિત કૃત્ય હતું. અમે તુરંત તેઓ ને અસુરક્ષિત કૃત્ય તરફ અને તેમાં રહેલા અકસ્માતનાં જોખમ વિષે જાગૃત કરી ને ત્યાંથી થોડી દૂર જઈને ચા પીવાનું કહ્યું તથા તે જગ્યામાં બીજા લોકો પણ ન આવે તે માટે બેરિકેશન પણ કરાવ્યું. ત્યાર પછી અને બીજા લોકેશન તરફ આગળ વધ્યા. થોડાં સમય પછી અમને માહિતી મળી કે જે પાઈપ લાઈન ક્રેનથી ઊઠાવેલ હતી, તે નીચે પડી. અમે તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા. અમને કામ કરતા માણસોની ચિંતા હતી. અમે ત્યાં પહોંચી ને જોયું કે સર્વે સુરક્ષિત હતાં તે જાણી ને રાહતનો શ્વાસ લીધો. કામદારોની આંખોમાં અમારા પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ છલકાતો હતો. અમને પણ સહી સમય પર સલામતીની ઉણપ દૂર કરી જિંદગી બચાવવાનો સંતોષ થયો.
વી કેન સે સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ નાઈન.
