શહેર અને ગામડું
શહેર અને ગામડું


'ચાલને મનીષ આપણે આપણા ગામ કાળાતળાવ જતા રહીએ.'
'કેમ આજ અચાનક તું આવું બોલી રહી છે. સુરતમાં આવિયા પછી તો તું એમ કહેતી હતી ને કે મને અહીં બોવ મજા આવે છે.'
'નહીં મનીષ એવું નથી મજા તો આવે છે પણ, હું આ દોરા ધાગાથી કંટાળી ગઈ છું. દરરોજ જાગીને આ જ કરવાનું. તું સવારે વહેલા જાય તો છેક સાંજે નવ વાગે આવે. આપણે એકબીજાની સાથે પણ રહી શકતા નથી. હું દિવસ રાત એ જ વિચાર કરું છું, કે હું મારી જિંદગી પૈસા પાછળ વેડફી રહી છું. એક દિવસ આ બધું મેકીને જવાનું જ છે, તો એટલા બધા પૈસા ભેગા કરીને ઢોલ વગાડીને શું કરીશું ? તને યાદ છે, મનિષ આપણે ગામડામાં રહેતા હતા. ત્યારે આપણી વાડીએ લીમડા નીચે એક હિંસકો બાંધ્યો હતો. એ લીમડે હિંચકવાનો આનંદ મને આવતો એ અહીં ક્યારેય નથી આવ્યો. ઘરમાં એક સાથે બધા બેસીને જમતા. અહીં હોટલમાં જમવામાં આજુબાજુમાં ઘણા હોઈ છે, પણ ગામડે બા-બાપુજી સાથે બેસીને રોટલા જમતા એવો ટેસ્ટ મને ક્યારેય અહીં આવીયો નથી.'
'મનીષ તું એમ કહે છો, કે આવતા મહિને આપણે હજુ એક બાળક કરીશું. આપણે આ એક બાળકની કાળજી રાખી શકતા નથી. તેને પ્રેમ આપી શકતા નથી. તને ખબર છે, મારી સાથે બા હોત તો કેટલું સારું રેહેત. આ યશને તેણે જ સંસ્કાર આપ્યા છે.એટલે જે તે આવો છે. આપણી પાસે તો યશ સાથે વાત કરવાનો પણ સમય નથી.'
'અંકિતા હું પણ અહીંના પ્રદુષણ અને ટ્રાફીકના કારણે હેરાન પરેશાન થઈ ગયો છું. તને યાદ છે,હજુ ચાર દિવસ પહેલા જ મેં તારી પર હું ગુસ્સો કર્યો
હતો. બસ નાના એવા કારણથી જ મને તે દિવસે આખી રાત નિંદર નોહતી આવી. હું વિચારી રહ્યો હતો કે આ પહેલા મેં ક્યારેય અંકિતા પર ગુસ્સો નથી કર્યો. આજ અચાનક મારાથી કેમ બોલાય ગયું, થાક અને ટેન્શનના કારણે જ. આપણે ગામડામાં હતા. ત્યારે મને થાક લાગતો તો પણ બા અથવા તું મારી પાસે આવી મને માથું અને પગ દાબી દેતા. અને એક સાથે બધા રહેતા હતા એટલે ટેન્શન જેવું તો કઈ હતું જ નહિં. અહીં તો જેમ દિવસો જાય તેમ ટેન્શન વધતા જાય છે. મેં જોયું અંકિતા લોકો પાસે ભાડાના પૈસા નથી અને મોટી મોટી હોટલમાં જઈ બર્થ ડે પાર્ટી કરે છે. એનિવર્સરી ઉજવે છે. રાત દિવસની મહેનતના પૈસા એકબીજાનું જોઈને લગ્ન જેવા પ્રસંગમાં વેડફી નાંખે છે. અને મેં તો એ પણ અહીં જોયું,કે અહીં લોકો બાફેલા ઈંડા ખાય છે, દારૂ પણ ખૂબ પીવે છે. જે આપણા સમાજમાં કયારેય જોવા નથી મળ્યું તે મને અહીં આજ જોવા મળે છે.'
'અંકિતા તારી ઇચ્છા એવી છે,ને કે આપણે ગામડે જઈને બા-બાપુજી સાથે રહીએ.હું પણ તારી સાથે આવા તૈયાર છું. અને હા,હવે આજકાલ આજકાલ નથી કરવું બસ તું બધી બેગ અને થેલા પેક કરી રાખ કાલે જ કાળાતળાવ વહી જવું છે. હું અત્યારેજ બાપુજીને ફોન કરીને જણાવી દવ છું. અંકિતા મારે તારી સાથે સમય વિતાવવો છે, મારે યશ જોડે સમય પ્રસાર કરવો છે, બધું જ ભૂલીને તને મન ભરીને પ્રેમ કરવો છે.'
'હા, મનીષ હું પણ તને ખૂબ પ્રેમ કરીશ. ફરી મને આપણી વાડી પર હિંસકે હિંસકવા મળશે. ફરી મને બા અને બાપુજીનો પ્રેમ મળશે.